________________
૧૮૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદર (૬૦૬) રાજઓમાં વૃષભ સમાન હતા. તેઓએ પોતપોતાના પુત્રોને રાજયમાં સ્થાપિત કરીને ગ્રામય ધર્મ સ્વીકાર કર્યો.
(૬૦) સૌવીર રાજાઓમાં વૃષભ સમાન ઉદાયણ રાજાએ રાજ્યનો ત્યાગ કરી, પ્રવજ્યા લીધી, મુનિ ધર્મ વિજય, અનુત્તરગતિ પામ્યા.
(૬૦૮) આ પ્રકારે ય અને સત્યમાં પરાક્રમશીલ કાશી રાજાએ કામ ભોગોનો પરિત્યાગ કરી, ” રૂપી મહાવનાનો નાશ કર્યો.
(૬૦૯) તે જ પ્રમાણે અમરકીર્તિ, મહાયશસ્વી વિજય રાજાએ ગુસસમૃદ્ધ રાજ્યને છોડીને પ્રજ્ઞા લીધી.
(૬૨૦) તે પ્રમાણે જ અનાકુળ ચિત્તથી ઉગ્ર તપશ્ચર્યા કરીને રાજર્ષિ મહાબલે અહંકારનું વિસર્જન કરી, સિદ્ધિરૂપ ઉચ્ચપદ પ્રાપ્ત કર્યું.
• વિવેચન - ૫૯૩ થી ૬૧૦ •
અહીં સત્તર સૂત્રો છે. અનંતરોક્ત પુજના હેતુપણાથી પુન્ય, તેના વડે જે અર્થ જણાય યે, તે પુજ્ય પદ અથવા પુન્યનું સ્થાન તે પુજ્ય પદ - ક્રિયા આદિ વાદિ સ્વરૂપ વિવિધ રુચિ પરિવર્જનાદિ આવેદક શબ્દ સંદર્ભ સાંભળીને, અર્થ કરાય તે અર્થ - સ્વર્ગ, અપવમદિ. ધર્મ - તેના ઉપાય રૂપ ધૃતધમદિ, તેના વડે ઉપશોભિત એવા ભરત નામના ચક્રવર્તી ભરત વર્ષ ક્ષેત્રનો ત્યાગ કરીને, વિષયોને છોડીને દીક્ષા લીધી.
સગર ચક્રવર્તીએ પણ આદિ બધું સ્પષ્ટ છે. વિશેષ આ સમુદ્ર પર્યન્ત ત્રણ દિશા, અન્યત્ર હિમવતુ પર્યન્ત, એશ્વર્ય - આજ્ઞા ઐશ્વર્યાદિ, કેવલ- પરિપૂર્ણ કે અનન્ય સાધારણ દયયા - સંયમ વડે પરિ નિવૃત્ત - અહીં જ કષાયરૂપી અગ્નિને શીતીભૂત કે મુક્ત કરીને.
અર - અર નામક તીર્થકર ચક્રવર્તી, રત કે ના અભાવ રૂપ અરત કે અરજ અથવા શૃંગાદિ રસના અભાવથી અરસ થઈ મુક્તિમાં ગયા.
ઉત્તમ ભોગોનો ત્યાગ કરીને મહાપદ્મ નામે ચક્રવર્તીએ આયર્યો.
એક છત્ર - રાજ ચિહ્ન જેને છે તે અર્થાત અવિધમાન બીજો રાજા. તે પૃથ્વીને વશીકૃત કરીને, અહંકારનો વિનાશ કરીને મનુષ્યન્દ્ર અતિ ચક્વત. શોભન પ્રકારથી રાજ્યાદિનો પરિત્યાગ કરવાના સ્વભાવવાળા- સુપરિત્યાગી. જિનવરે કહેલ અધારીત યરીને જય ચક્રી અનુત્તરગતિને પામ્યો.
દશાર્ણ નામે દેશ, તેનો અધિપતિ, સર્વ ઉપદ્રવ રહિત અને પ્રમોદવાનું રાજ્યને ત્યજીને, પ્રતિબદ્ધવિહારપણાથી વિચર્યો, સાક્ષાત્ શએ અધિક વિભૂતિ દર્શન વડે તેને ધર્મ પ્રતિ પ્રેરિત કરેલો હતો.
શ્રામાણ્ય- શ્રમણ ભાવમાં પર્યપસ્થિ - તે અનુષ્ઠાન પ્રતિ ઉધત થયો.
તથા સૌવીરમાં રાજવૃષભ - તે કાળો વર્તતા રાજામાં પ્રધાન, રાજ્યનો ત્યાગ કરીને. મુનિ - ત્રિકાળ અવસ્થા વેદી થઈને ચરે. તે કોણ? ઉદાયન નામે હતો તે પ્રજિત થયો. મુનિધર્મનું આચરણ કરીને અનુત્તર ગતિને પામ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org