________________
૧૮૫૯૩ થી ૬૧૦
૧૮૩ તે જ પ્રકારે કાશી મંડલાધિપતિ, અતિપશાચ સંયમમાં જેમનું પરાક્રમ - સામર્થ્ય છે, તે સત્યપરાક્રમી થઈને તે કર્મ મહાવનને બાળી નાંખ્યું.
તે પ્રમાણે વિજય નામે આર્તધ્યાન રહિત, દીન અને અનાથાદિને દાન દેવાથી પ્રાપ્ત કીર્તિ અથવા સકલદોષ રહિતતાથી અબાધિત કીર્તિ જેની છે, તે અનાd કીર્તિ. આજ્ઞા - આગમ. - x x- તથા વિધા આકૃતિ અર્થાત્ મુનિવેશ રૂપ જેમાં છે તે. ગુણ સમૃદ્ધ એવા તે સજાએ દીક્ષા લીધી.
તથા મસ્તક માટે મસ્તક આપીને અથજીવિતથી નિરપેક્ષ થઈને સર્વ જગતના ઉપરિવર્તિપણાથી મોક્ષ. અહીં શિર' એટલે કેવલ લક્ષ્મી.
આ મહાપુરુષોના ઉદાહરણો વડે જ્ઞાનપૂર્વક ક્રિયાનું માહાસ્ય બતાવીને ઉપદેશ આપવાને માટે કહે છે -
• સૂત્ર - ૬૧૧ -
આ ભરત આદિ સૂર અને ઢ પરાક્રમી રાજાઓએ જિનશાસનમાં વિરોષતા જોઈને જ તેનો સ્વીકાર કર્યો હતો, તેથી અહેતુવાદોથી પ્રેરિત થઈને હવે કોઈ કઈ રીતે ઉન્મત્ત વત પૃeણી ઉપર વિચરણ કરે?
• વિવેચન - ૬૧૧ -
કયા પ્રકારે ધીર ક્રિયાવાદી આદિ પરિકલ્પિત કુહેતુ વડે ઉન્મતની માફક તાત્વિક વસ્તુનો અપલાપ કરીને જેમ-તેમ બોલવા વડે પૃથ્વી ઉપર ભ્રમણ કરે અર્થાત્ ન કરે. શા માટે? જે અનંતર કહેલ ભરત આદિને વિશવથી જાણીને જિનશાસનને ગ્રહણ કરીને - મનમાં અવધારીને શૂઢ અને ઢપરાક્રમી આનો જ આશ્રય કરે. અતિ જે પ્રકારે આ મહાત્માઓએ કવાદી કલ્પિત દર્શનનો પરિહાર કરીને જિનશાસનને વિશેષ ગ્રહણ કરીને નિશ્ચિત થયા, તેમ તમારે પણ ધીરતાપૂર્વક આમાં જ નિશ્ચિત ચિત્તને ધારણ કરવું
• સૂત્ર • ૧૨ -
મેં આ અત્યંત વ્યક્તિ સંગત સત્ય વાણી કહી છે. તેને સ્વીકારીને અનેક જીવો સંસારનો પાર પામ્યા, પામે છે અને ભાવિમાં પણ પામશે.
• વિવેચન • ૬૧ર -
અતિશય નિદાન - કારણો વડે, શો અર્થ છે? હેતુ વડે પણ પwત્યયથી નહીં. ક્ષમા - યુક્ત તે અત્યંત નિદાન ક્ષમ અથવા નિદાન - કર્મકાલ શોધવા તે, તેમાં સમર્થ, સંપૂર્ણ સત્ય મેં કહેલ છે, તે વાણી - જિનશાસનના જ આશ્રયણીય રૂપ છે. તેને અંગીકાર કરીને કેટલાંયે જીવો તરી ગયા છે. હાલ પણ બીજા ક્ષેત્રોની અપેક્ષાએ પાર પામી રહ્યા છે, તથા ભાવિમાં પણ ભવસમુદ્રને તરી જશે. -૦- જો એમ છે તો
• સૂત્ર - ૬૧૩ -
વીટ સાધક એકાંતવાદી અહેતુવાદોમાં પોતાને કઈ રીતે જોડ? જે સન અંગોથી વિનિમુક્ત છે, તે જ કમરજથી રહિત થઈને સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org