________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર
- વિવેચન - ૫૮૯
વિવિધ પ્રકારની રુચિ - ક્રિયાવાદી આદિ મત વિષયક ઇચ્છા, છંદ - સ્વમતિ કલ્પિત અનેક અભિપ્રાય, તેનો સંયત મુનિ ત્યાગ કરે. તથા અનર્થ હેતુક જે સંપૂર્ણ હિંસા આદિ વિષયક હોય તેને પણ વર્ષે અથવા બધાં જ ક્ષેત્રાદિમાં નિયોજન જે વ્યાપાર, તેને પણ પરિવર્તે, આવા પ્રકારની વિધા - સમ્યગ્ જ્ઞાન રૂપનું લક્ષ્ય કરીને તમે સમ્યક્ એવા સંયમ માર્ગે ચાલો. - બીજું -
૧૮૦
• સૂત્ર - ૫૯૦
હું શુભાશુભસૂચક પ્રશ્નોથી અને ગૃહસ્થોની મંત્રણાથી દૂર રહુ છુ. દિવસરાત ધર્માચરણમાં ઉધત રહું છું. આ જાણીને તમે પણ તપ આચરણ કરો.
♦ વિવેચન
૫૦
પ્રતિક્રમામિ “ હું પ્રતિ નિવર્યુ છું. કોનાથી? શુભાશુભ સૂચક અંગુષ્ઠ પ્રશ્નાદિથી અથવા બીજા પણ સાધિકરણોથી. ગૃહસ્થોના કાર્યોની આલોચનારૂપ મંત્રણાઓથી પણ, કેમકે તે અતિ સાવધ છે. જે સંયમ પ્રતિ ઉત્થાનવાદ્ન છે તે ધર્મ પ્રતિ ઉધત છું, તે પણ ક્યારેક નહીં, રોજેરોજ. આ પ્રમાણે જાણીને તમે પણ તપમાં વિચરો. ફરી કહે છે -
-
..
-
-
♦ સૂત્ર - ૫૯૧
જે તમે મને સમ્યક્ શુદ્ધ ચિત્તથી કાળના વિષયમાં પૂછી રહ્યા છો, તેને સર્વજ્ઞ એ પ્રગટ કરેલ છે, તે જ્ઞાન જિનશાસનમાં છે.
“ વિવેચન ૫૧ -
જે મને કાળ – પ્રસ્તાવમાં અવિપરીત બોધવાળા ચિત્તથી તમે પૂછો છો, તેને સૂત્ર પણાથી હું પ્રગટ કરીશ - પ્રતિપાદન કરીશ. બુદ્ધ એટલે વસ્તુ તત્ત્વને જાણનાર, “હું કઈ રીતે જાણું છું?' તેથી કહે છે - જે કંઈ આ જગમાં જ્ઞાન - યાવિધ વસ્તુનો અવબોધપ્રચારાય છે. તે જિનશાસનમાં છે, તેમ જાણવું. હું ત્યાં રહેલો યું, તેથી હું તે જાણું છું. તમે સમ્યગ્ બુદ્ધ ચિત્તથી પૂછો છો. તેથી મેં પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે. તેથી તમને જે ઇચ્છા હોય તે પૂછો, અથવા તે જ લક્ષ્ય કરીને જે કહેવાયું કે હું મારું અને બીજાનું આયુ જાણું છું. તેથી તેણે સંજય મુનિને પૂછ્યું કે મારું આયુ કેટલું છે? તેથી આણે કહ્યું કે - જે તમે કાળવિષયમાં પૂછો છો, તે મેં પ્રતિપાદિત કરેલ છે. તે જ્ઞાન જિનશાસનમાં વિધમાન છે, પણ બીજા સુગતિ આદિ શાસનમાં નથી, તેથી જિનશાસનમાં જ યત્ન કરવો જોઈએ. તેથી જેમ હું જાણું છું, તેમ તમે પણ જાણો. - x - x
• સૂત્ર - ૫૨ -
ધીર પુરુષ ક્રિયામાં રુચિ રાખે અને પ્રક્રિયાનો ત્યાગ કરે. સાક્ દૃષ્ટિથી દૃષ્ટિસંપન્ન થઈ તમે દુશ્વર ધર્મનું આચરણ કરો.
ક્રિયા - “જીવ છે” ઇત્યાદિ રૂપ કે સદનુષ્ઠાન રૂપ, રુચિ - તેવી તેવી ભાવનાથી જે જે પ્રકારે આ આત્મામાં રુચિ જન્મે તેમ ધારણ કરે કોણ? શ્રીર - મિથ્યાર્દષ્ટિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org