________________
૧૮૫૮૫
૧૭૯ છું. વિશેષથી તેમના સ્થિરીકરણાર્થે કહે છે કે - તેમનાથી બચવા હું ઉપાશ્રયમાં રહું છું અને ગોચરચર્યાદિમાં જઉ છું. તો તમે તેમના વચનો સાંભળી કઈ રીતે સંયત રહેશો?
• સૂઝ - ૫૮૬ -
જે મિથ્યાષ્ટિ અને અનાર્ય છે, તે બધાં મારા જીણેલા છે. હું પરલોકમાં રહેલાં એ મને સારી રીતે જાણું છું.
• વિવેચન - ૫૮૬ -
બધાં જ તે ક્રિયાવાદીઓ મારા જાણેલા છે કે આ વિપરીતા - પરલોક આત્માદિ અપલાપિતા યુક્ત દષ્ટિ - બુદ્ધિવાળા, મિથ્યાષ્ટિ છે. તેથી જ અનાર્ય કર્મ પ્રવૃત્ત છે. તેમને આવા પ્રકારના કેમ જાણયા? અન્ય જન્મ વિધમાન હોવા છતાં આત્માને અવિપરીત જાણે છે. પણ પરલોકમાં આત્માના સખ્ય વેદનથી મેં આ પ્રમાણે જાણેલ છે. તેથી તેમના વચનો સાંભળીને હું સારી રીતે મને બચાવું છું. આત્માનો બીજા જન્મ કઈ રીતે જાણો છે?
• સૂત્ર - ૫૮૭, ૫૮૮ -
હું પહેલા મહાપ્રાણ વિમાનમાં વર્ષ શતોપમ આયુવાળો હુતિમાન દેવ હતો. જેમ અહીં સો વર્ષનું આવું પૂર્ણ મનાય છે, તેમ જ ત્યાં પલ્યોપમ અને સાગરોપમની દિવ્ય આયુ પૂર્ણ છે.
બ્રહ્મલોકનું આણુ પૂર્ણ કરીને હું મનુષ્ય ભવમાં આવેલ છે. હું જે રીતે મારી આયુને જાણું છું, તેમજ બીજાની આયુ પણ જાણું છું.
વિવેચન - ૫૮૭, પ૮૮ -
હું પહેલાં મહાપ્રાણ નામના બ્રહાલોક વિમાનમાં દીતિમાન અને વર્ષશત જીવિતની ઉપમા જેવી છે તેવો દેવ હતો. જેમ અહીં ૧૦૦ વર્ષનું જીવન એ પરિપૂર્ણ આયુ કહેવાય છે, તેમ હું પણ ત્યાં પરિપૂર્ણ આયુવાળો હતો. જે તે પાલિ - જીવિત જળ ધારણાથી ભવસ્થિતિ, તે આગળ મહા શબ્દના ઉપાદાનથી અહીં પલ્યોપમ પ્રકામ અને સાગરોપમ પ્રમાણ કહેવાય છે. ઉત્કૃષ્ટથી પણ ત્યાં સાગરોપમ જ આયુ લેવાય છે. ઉત્સર્પિણી આદિથી નહીં - 1 - - ત્યાં મારી મહાપાલી દિવ્ય ભવસ્થિતિ હતી. તે સ્થિતિના પરિપાલન પછી પાંચમા કલેથી ચ્યવીને મનુષ્ય સંબંધી ભવમાં આવ્યો. આ તેનું જાતિ મરણ રૂપ અતિશય જ્ઞાન બતાવીને કહે છે, હું મારું અને બીજાનું આયુ પણ જાણું છું. આથતિ જે પ્રકારે સ્થિતિ હોય, તે જ પ્રકારે પણ અન્યથા નહીં.
આ રીતે પ્રસંગથી અને પરિતોષથી ન પૂછવા છતાં પણ સ્વ વૃત્તાંત જણાવીને ઉપદેશ અર્થે કહે છે.
• સૂત્ર - ૫૮ -
વિવિધ પ્રકારની રુચિ અને વિકલ્યોને તથા બધા પ્રકારના અનર્થક વ્યાપારોને સંતાત્મા મુનિ સર્વ પ્રકારે ત્યાગ કરે. આ તત્ત્વજ્ઞાન રૂપ વિધાનું લક્ષ્ય કરીને સંયમ માર્ગે સચરણ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org