________________
૧૮/૫૬૬ થી ૧૬૯
૧૭૫ પામ્યા છે, તેની નીકટ મૃગના હનનથી તેમ થાય તેવું વિચાર્યું. મંદ પુણ્ય, રસ મૂર્જિત, હનનશીલ એવા મારા વડે. તેથી ઘોડાને છુટા કર્યો. તે અણગારને કહ્યું કે - હું સંજય નામે રાજા છું, ઉચિત પ્રતિપત્તિથી ચરણમાં વંદના કરી, આ અતિ આદર બતાવવા કહ્યું છે. કેમકે તેમના પગ પણ સ્તવનીય છે. હે ભગવન! આ મૃગયારૂપ મારો અપરાધ ક્ષમા કરો. ત્યારે વચનના નિરોધ રૂપ મૌનથી ગર્દભાલી અણગાર ધર્મધ્યાનમાં રહેલા હોવાથી કંઈ બોલ્યા નહીં કે - હું ક્ષમા કરું છું કે નથી કરતો. ત્યારે તેમના પ્રતિવચનના અભાવમાં આ અવશ્ય કૃદ્ધ છે, તેથી મારે સાથે કઈ બોલતા નથી એમ વિચારીને રાજા સંજય અતી ભયભીત થયો કે હું જાણતો નથી કે આ ક્રુદ્ધ અણગાર શું કરશે?
ત્યારે તે બોલ્યો કે - હું સંજયનામે રાજા છું - *- ભગવા મારી સાથે કંઈક તો વાત કરો. ભયથી કરતા તે બોલ્યો કે - ક્રોધયુક્ત થયેલા મુનિ તેજોલેયાદિ વડે કરોડો મનુષ્યોને ભસ્મસાત્ કરી દે છે. તેથી હું ઘણો જ ડરી ગયેલો છું.
આ જ વાતનો નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૩૯૮ થી ૪૦૧ + વિવેચન -
ઘોડા ઉપર બેસેલો રાજા તેને જોઈને સંભ્રમથી ત્યાં આવ્યો. બોલ્યો કે - અરેરા હું આ કષિ વધથી લેપાયો. ઘોડાને છોડીને તે સાધુની પાસે આવ્યો. વિનયથી વંદન કરીને અપરાધની ક્ષમા માંગી. મૌન રહેલા તે અણગારે રાજાને જવાબ ન આપ્યો. તેમના તપ તેજથી ડરેલા સજાએ આ પ્રમાણે કહ્યું - હું કાંપિલ્યપુરનો અધિપતિ રાજા સંજય છું. હું આપના શરણે આવેલો છું, મને તમારા તપ-તેજથી બાળશો નહીં.
• સૂત્ર - પ૦ થી ૫૭૬ -
(૫૦૦) સાધુએ કહ્યું- હે રાજ! તને અભય છે. તે પણ અભયદાતા બન. આ અનિત્ય જીવલોકમાં તું કેમ હિંસામાં સંલગ્ન છે.
(૩૧) બધું છોડીને જ્યારે તારે અવશ્ય લાચાર થઈને જવાનું છે, તો આ નિત્ય જીવલોકમાં તું કેમ રાજ્યમાં આસક્ત થાય છે?
(૫૭૨) રાજન ! તું જેમાં મોરબધ્ધ છે. તે જીવન અને રૂપ વિજળીની ચમક માફક ચંચળ છે. તું પેસાર્થને સમજતો નથી.
(૫૭૩) ની, પુત્ર, મિત્ર, બહુજન અવતાની સાથે જ જીવે છે, કોઈ પણ મૃત વ્યક્તિની પાછળ જતાં નથી.
(૫૭૪) પરમ દુઃખ સહિત પુત્ર પોતાના મૃત પિતાનું નીરણ કરે છે. તે પ્રમાણે જ પુત્રને પિતા અને ભાઈને ભાઈ બહાર કાઢે છે. તેથી તે રાજન! તું તપનું આચરણ કર.
(૫૫) મૃત્યુ પછી, તે મૃત વ્યક્તિ દ્વારા- અર્જિત ધન અને સારી રીતે રાખેલ સ્ત્રીઓનો હૃષ્ટ, તુષ્ટ, અલંકૃત થઈને બીજ ઉપભોગ કરે છે.
(૫૭૬) જે સુખ કે દુઃખના કર્મો જે વ્યક્તિએ કરેલા છે. તે તેના તે. જ કર્મો સાથે પરભવમાં જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org