SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદોર • વિવેચન - પ૦ થી ૫૭૬ - (સૂત્રાર્થ અતિ સ્પષ્ટ છે, તેથી વૃત્તિગત વિશેષતા જ નોંધીએ છીએ) અભય - ભયનો અભાવ. તને કંઈ બાળશે નહીં. આ પ્રમાણે તેને આશ્વાસ્ય કરીને કહ્યું - પ્રાણીને અભય દેનાર થા. જેમ તને મૃત્યુનો ભય છે, તેમ બીજાને પણ છે. આ જ અર્થને વ્યતિરેક હારથી કહે છે - આ અશ્વાશ્વત જીવલોકમાં શા માટે પ્રાણિવધ રૂપ હિંસામાં અભિવો છે? જીવલોક પણ અનિત્ય છે, તું પણ અનિત્ય છે, તો થોડાં દિવસ માટે આ પાપ શા માટે ઉપાર્જે છે? આ ઉચિત નથી. આ પ્રમાણે હિંસાત્યાગનો ઉપદેશ આપીને રાજ્ય પરિત્યાગનો ઉપદેશ કહે છે - આ બધો ખજાનો આદિ અહીં જ છોડીને જવાનું છે. તે પણ અવશપણે જવાનું છે. ક્યાં? અનિત્ય જીવલોકમાં તો પછી શા માટે રાજાપણાનો ત્યાગ કરતો નથી? રાજ્યનો ત્યાગ જ યુક્ત છે. જીવલોકના અનિત્યત્વને જ બતાવતા કહે છે - આયુ અને શીસ્તી શોભા વિધુતના ચમકારા જેવી અતીવ અસ્થિર છે. તે જીવિત અને રૂપમાં તું મોહને ઘારણ કરીને રહેલો છે. મૂઢ જ હિંસામાં આસક્ત થાય છે. હે રાજન! તું પરલોકના પ્રયોજનને જાણતો નથી. પછી શું કરવું? પત્ની, મિત્રો, સ્વજનો જીવતાના જ ઉપાર્જિત ધન આદિના ઉપભોગથી ઉપજીવે છે. મૃત્યુની પાછળ કોઈ જતું નથી. તો શા માટે તું સાથે જાય છે? આ સ્ત્રી આદિ કૃતજ્ઞોમાં આસ્થા રાખીને ધર્મમાં ઉદાસીન થવાનું યુક્ત નથી. ફરી તેના નિબંધનના નિરાકરણને માટે કહે છે મરણ પામેલાના પુત્રો પિતાને, ઘણું દુઃખ થાય તો પણ ઘરમાંથી કાઢી જાય છે, હે રાજન ! તો શું કરવું જોઈએ? તપ આચર. વળી તે મૃતના નીહરણ પછી તેણે અર્જિત કરેલ ધન આદિ અને સર્વ ઉપાયથી પરિપાલિત સ્ત્રી વગેરેની સાથે તે મિત્ર. આદિ વિલાસ કરે છે. હે રાજન! તે બીજા; હૃષ્ટ - બહારથી પુલકાદિવાળા, તુષ્ટ - અંતરની પ્રીતિવાળા, અલંકૃત - વિભૂષિત થઈ તે જ ધનથી અને સ્ત્રીઓથી વિલાસ કરે છે. હે રાજન! આવી ભવસ્થિતિ છે, તેથી તપ કર. મરનારનું શું વૃત્તાંત છે, તે કહે છે - મરેલ વ્યક્તિએ જે શુભ • પુન્યપ્રકૃતિ રૂપ અથવા સુખ હેતુક કર્મ કરેલ છે અથવા દુઃખહેતુક કે પાપપ્રકૃતિરૂપ કર્મ છે, તે શુભાશુભ કર્મો વડે જાય છે, પણ દુઃખેથી પરિરક્ષિત દ્રવ્યાદિ વડે બીજા ભવમાં જતો નથી. જો શુભા-શુભ જ સાથે જનારા છે, તો શુભ હેતુક તપને જ આયાર પછી રાજાએ શું કર્યું? • સૂત્ર - ૫૭, ૫૭૮ - અણગારની પાસે મહાન ધર્મ સાંભળીને, રાજ મોક્ષાભિલાષી અને સંસારથી વિમુખ થયો... રાજ્યને છોડીને તે સંજય રાજા ભગવાન ગાલિની સમીપે જિનશાસનમાં દીક્ષિત થઈ ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy