________________
૧૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ કેવળ અનિવેશધારી છે, શ્રેષ્ઠ મુનિઓમાં નિકૃષ્ટ છે. આ લોકમાં વિષની જેમ નિંદનીય થાય છે. તે નથી આ લોકનો રહેતો - નથી પરલોકનો રહેતો.
જે સાધુ આ દોષોને સદા દૂર કરે છે, તે મુનિઓમાં સતત થાય છે. તે આ લોકમાં અમૃતની સમાન પૂજય છે, તેથી તે આલોક અને પરલોક બંનેમાં આરાધક થાય છે. તેમ હું કહું છું.
• વિવેચન - પ૫૮, ૧૫૯ -
પંચ સંખ્યક કુશીલ શીલ જેમનું છે તે પાર્થસ્થાદિ તે પંચકુશીલ. તેની જેમ અસંવૃત - અનિરુદ્ધ આશ્રય દ્વાર, હરણાદિ વેશધારક માત્ર, અતિ પ્રધાન તપસ્વી મુનિમાં અધોવત અર્થાતુ અતિ ધન્ય સ્થાનકવર્તીત્વથી નિકૃષ્ટ છે.
હવે આનું ફળ કહે છે - આ જગતમાં ઝેરની જેમ નિંદિત, પ્રતિજ્ઞાભ્રષ્ટ અને સામાન્ય લોકોમાં પણ નિંદિત થાય છે. તે કારણે તે આલોકમાં કે પરલોકમાં કોઈ ગુણનું ઉપાર્જન કરતો નથી. - x-.
જે ઉક્તરૂપ દોષોનો સદૈવ પરિત્યાગ કરે છે, કયા દોષોનો? યથાસુખ વિહાદિ પાપ અનુષ્ઠાન રૂપનો, તે તથાવિધ નિરતિચારપણાથી પ્રશસ્ય વ્રત વાળો થાય છે. ભાવમુનિત્વથી તે મુનિઓ મધ્યે ગણના પાત્ર થઈ આ લોકમાં અમૃતની જેમ પૂજિત થાય છે. બંને લોકમાં તે અતિ પ્રતીતપણાથી પ્રત્યક્ષ કહેવાય છે. તે કારણે પાપવર્જન જ કરવું જોઈએ. --,
મનિ દીપરત્નસાગરે કરેલા આધ્યયન - ૧૩ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org