________________
૧૭૪૫૫૩ થી ૫૫૫
૧૩૧
(૫૫૫) જે આચાર્યનો ત્યાગ કરીને અન્ય પાખંડને સ્વીકારે છે, જે ગાણગાણિક છે. તે નિદિત પાપમણ કહેવાય છે.
• વિવેચન ૫૫૩ થી ૫૫૫
દુધ, દહીં આદિ વિકૃતિના હેતુ રૂપ હોવાથી વિગઈ કહી છે. ઉપલક્ષણ થકી ધી આદિ બાકીની વિગઈ પણ લેવી. તથાવિધ પુષ્ટ આલંબન વિના પણ લે - આહાર કરે તેથી જ અનશનાદિ તપોકર્મમાં અપ્રીતિવાળો થાય.
-
સૂર્યના અસ્ત સમય સુધી અને ચ કારથી ઉદયના આરંભથી વારંવાર ખા-ખા કર્યા કરે. અર્થાત્ સવારથી સાંજ સુધી આહાર કરે, અર્થાત્ રોજેરોજે વારંવાર ખાય. જો કોઈ ગીતાર્થ સાધુ તેને પ્રેરણા વચન કહે કે “હે આયુષ્યમાન્! તું કેમ આહાર તત્પરતાથી જીવે છે? દુર્લભ મનુષ્ય જન્મમાં તપસ્યામાં ઉધમ કરવો ઉચિત છે, “ત્યારે તે સામું બોલે કે – “તમે ઉપદેશમાં કુશળ છો, અનુષ્ઠાન સ્વયં કરવામાં નહીં, અન્યથા તમે કેમ વિકૃષ્ટ તપ કરતા નથી?”
તે જ આચાર્ય તપોકર્મમાં ઉધમવાન્ હોય, લાવેલા અન્ન આદિ બાળ, ગ્લાનને આપતા હોય, ત્યારે અતી આહાર લોલુપતાથી આચાર્યનો ત્યાગ કરે અને બીજા પાખંડો અર્થાત્ અન્ય મતવાળા કે જે અત્યંત આહારમાં પ્રસક્ત છે તેને સેવતો તે-તે મતમાં સરક્તો જાય, સ્વેચ્છા પ્રવૃત્ત થઈ છ માસમાં જ એક ગણમાંથી બીજા ગણમાં સંક્રમણ કરે - × - • તેથી જ દુનિન્દામાં અર્થાત્ દુરાચારપણાથી નિંધ થાય.
હવે વીતિચાર વિરહથી તેને જ કહે છે -
-
• સૂત્ર - ૫૫૬, ૫૫૭ -
જે પોતાનું ઘર છોડીને પરઘરમાં વ્યાવૃત્ત થાય છે, નિમિત્તો બતાવીને વ્યવહાર કરે છે, તે પાપમણ કહેવાય છે.
જે પોતાના જ્ઞાતિજનોથી આહાર ગ્રહણ કરે છે, બધાં ધરોથી સામુદાયિક ભિક્ષા લેતો નથી, ગૃહસ્થની શસ્યાએ બેસે છે. તે પાપશ્ચમ છે.
• વિવેચન
૫૫૬, ૫૫૭
સ્વર્ક - પોતાનું, ઘર પ્રવજ્યા સ્વીકારીને છોડે છે. બીજાના ઘરમાં ભોજનાર્થી થઈ ગૃહસ્થોને આપ્તભાવ દર્શાવતો પોતેજ તેના કામો કરે છે, તે જ હેતુથી ગૃહ નિમિત્તે ક્રય-વિક્રય વ્યવહાર કરે છે, શુભાશુભ નિમિત્તે વડે દ્રવ્ય સર્જન કરે છે, વળી પોતાના સ્વજનાદિથી ઇચ્છિત એવા જે સ્નિગ્ધ, મધુર આહાર આપે તે સ્વજ્ઞાતિ પિંડને ખાય છે, પણ સામુદાયિક ભિક્ષાને ઇચ્છતો નથી, ઘણાં ઘરોની અજ્ઞાત ભિક્ષા લેતો નથી, ગૃહસ્થના પલંગ, ગાદી આદિ શય્યાને સુખશીલતાથી વાપરે છે.
હવે અધ્યયનના ઉપસંહારમાં ઉક્ત દોષ ત્યાગનું ફળ કહે છે -
Jain Education International
·
·
• સૂત્ર - ૫૫૮, ૫૫૯ -
જે આવા પ્રકારે આચરણ કરે છે, તે પાંચ કુશીલ સમાન સંવૃત્ત છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org