________________
અધ્ય. ૧૭ ભૂમિકા
૧૬૦
છે અધ્યયન - ૧૭ “પાપભ્રમણીય છે
- x x xસોળમું અધ્યયન કહ્યું, હવે સત્તરમું કહે છે. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં બ્રહ્મચાર્ય ગતિ કહી. તે પાપસ્થાનના વર્જનથી જ આરાધવી શક્ય છે, તે પાપભ્રમણનું સ્વરૂપ જાણીને જ થાય, તે સંબંધથી આ અધ્યયન આવેલ છે. તેનો નિક્ષેપો હવે કહે છે -
• નિયુક્તિ - ૩૮૭ થી ૩૮૯ + વિવેચન -
પાપ વિષયક છ પરિમાણ છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નિક્ષેપ કરવો. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યથી વિચારતા આગમથી uતા છે પણ અનુપયુક્ત છે. નોઆગમથી તદ્રવ્યતિરિક્ત કહે છે - સચિત્ત, અચિત, મિશ્ર. તેમાં સચિત્ત દ્રવ્ય પાપ જે દ્વિપદ, ચતુષ્પદ , અપદમાં અસુંદર, અચિત દ્રવ્ય પાપ તે જ જીવરહિત ૮૪ પાપ પ્રકૃતિ કે હવે કહેવાનાર. મિશ્ર દ્રવ્યપાપ તથાવિધ દ્વિપદાદિ જ અશુભ વસ્ત્રાદિ યુક્ત, અથવા તેના શરીરનો જીવવિયુક્તક દેશ - નખ, કેશ આદિ. - x- ૪ -. અથવા પાપ્રકૃતિયુક્ત પ્રાણીને પણ મિશ્રદ્રવ્યપાપ કહે છે.
ક્ષેત્ર વિચારણામાં - નરકાદિ પાપ પ્રકૃતિના ઉદય વિષયભૂત, જે ક્ષેત્રમાં તેનો ઉદય થાય. કાલ પાપ - દુષમાદિ, જેમાં કાલાનુભાવથી પ્રાયઃ પાપોદય જ પ્રાણીને થાય છે. આદિ શબ્દથી બીજા કાળમાં જ્યાં કોઈ પ્રાણીને તેનો ઉદય થાય. ભાવ પાપ - અનંતર કહેવાનાર હિંસા-પ્રમાદયોગથી પ્રાણનું વ્યયરોપણ. મૃષા - અસત્ અભિધાન. ચોરી - સૈન્ય, અબ્રહ્મ - મૈથુન, પરિગ્રહ - મૂછરૂપ. ગુણ - સભ્ય દશનાદિ, તેના વિપક્ષ રૂપ તે અગણ - મિથ્યાત્વ આદિ. - *- તેને આ અધ્યયનમાં કહે છે.
શ્રમણ વિષયક પણ ચાર વિક્ષેપ છે - નામ, સ્થાપના ગૌણ છે. દ્રવ્યમાં નિલવ આદિ. પ્રશસ્ત જ્ઞાનવાન, સદનુષ્ઠાન પ્રવૃત્તિથી સમ્યફ, યમી - પાપસ્થાનોથી ઉપરમણ, સંયમ કે ચારિત્ર સહિત હોય તેને ભાવથી શ્રમણ જાણવો.
હવે પ્રસ્તુતમાં યોજના કહે છે - • નિર્યુક્તિ - ૩૯૦ + વિવેચન
જે ભાવો - સંસક્ત અપઠનશીલતાદિ અર્થો કરવા અનુચિત છે. તે પ્રસ્તુત અધ્યયનમાં જિનેશ્વરે વર્ણવેલા છે.-x- ઉક્તરૂપપાપથી ઉપલક્ષિત શ્રમણ તે પાપભ્રમણ અર્થાત તે ભાવ સેવતો પાપશ્રમણ કહેવાય. આનાથી જે વિપરીત છે, તેને શ્રમણ કહેવાય. તેનું ફળ કહે છે -
• નિયુક્તિ - ૩૯૧ + વિવેચન
આ અધ્યયનમાં કહેલા પાપ હેતુભૂત શયાળુતા આદિને જે ત્યજે છે, તે સુવતી ષિ છે. પાપરૂપ કર્મ તે પાપકર્મ, તેના ઉપલક્ષણથી પુન્ય કર્મથી પણ મુક્ત એવા પાપકર્મમુક્ત અંતરાયના અભાવથી સિદ્ધિ ગતિમાં જાય છે. નામ નિષ્પન્ન નિક્ષેપો
કહ્યો. હવે સૂત્ર કહે છે - Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org