________________
૧૬૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
મિથ્યાત્વ વિરાધનાદિ દોષો સંભવે છે.
આનો વર્જક શું કરે? પાપ સંતાપથી ઉપતપ્ત પ્રામીને નિવૃત્તિ હેતુતાથી અભિલષિત ફળ પ્રદાનથી ધર્મરૂપ બગીચામાં વિયરે. અથવા ધર્મમાં ચોતરફથી રમણ કરે છે માટે તે ધર્મારામ છે, તે ધર્મારામના સંયમ રૂપ માર્ગે ભિક્ષુ જાય. ધૃતિ - ચિત્તનું સ્વાસ્થ્ય, તેનાથી યુક્ત. એવો તે ધર્મસારથી, બીજાને પણ ધર્મમાં પ્રવતવિ. એ રીતે ધર્મારામમાં આસક્ત થાય. ઉપશાંત થઈ, બ્રહ્મચર્યમાં સમાહિત રહે. હવે તેનું માહાત્મ્ય કહે છે - • સૂત્ર - ૫૩૭ -
જે દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેને દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર એ બધાં નમસ્કાર કરે છે.
• વિવેચન
૫૩૩ -
દેવ - જ્યોતિષ્ક અને વૈમાનિક, દાનવ - ભુવનપતિઓ, ગંઘર્વે - રાક્ષસ - કિંનર તે વ્યંતર વિશેષ છે. આ ભૂત, પિશાચાદિ બધાં પણ તે બ્રહ્મચર્યવાન્ તિ ને નમસ્કાર કરે છે. કેમકે તેઓ કાયરજનને દુરનુચર એવા અનુષ્ઠાનને - બ્રહ્મચર્યને આદરે છે. હવે સમ્ચરનો ઉપસંહાર -
-
• સૂત્ર - ૫૩૮
આ બ્રહાચર્સ ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્ર્વત છે, જિનોપદિષ્ટ છે. આ ધર્મ દ્વારા અનેક સાધક સિદ્ધ થયા છે, થાય છે અને થશે. તેમ હું કહું છું. ૭૦ વિવેચન - ૫૩૮
-
Jain Education International
અનંતરોક્ત બ્રહ્મચર્ય રૂપ ધર્મ, ધ્રુવ - પાવાદિ વડે કપાવવા છતાં પ્રતિષ્ઠિત છે. નિત્ય - સ્થિર એક સ્વભાવવાળો છે, દ્રવ્યાર્થપણાથી શાશ્વત છે, પર્યાયાર્થિપણાથી અન્યાન્ય રૂપે ઉત્પન્ન છે, અથવા નિત્ય - ત્રણેકાળે પણ સંભવે છે. અનવરત હોવાથી શાશ્વત છે, અથવા આ બધાં એકાર્થિક છે. તીર્થંકર વડે પ્રતિપાદિત છે. તેનું ત્રિકાળ ગોચરફળ કહે છે - અનંતી અવસર્પિણી ઉત્સર્પિણીમાં સિદ્ધ થયા છે, અહીં પણ અને મહાવિદેહમાં પણ થયા છે. આના વડે બ્રહ્મચર્ય રૂપ ધર્મથી મોક્ષે જાય છે તે કહ્યું - ૪ -
અધ્યયન
-
મુનિ દીપરત્નસાગરે કરેલ ૧૬ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
For Private & Personal Use Only
www.jainelibrary.org