________________
૧૫૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • નિર્યુકિત - ૩૮૪ - વિવેચન
સમાધિમાં પૂર્વવત્ નામાદિ ચાર ભેદે નિક્ષેપ છે તેમાં દ્રવ્યસમાધિ તે માધુર્યાદિ ગુણયુક્તતાથી જે સમાધિ- સ્વાથ્ય તે જ સમાધિનો હેતુ હોવાથી સમાધિ છે. ભાવમાં જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્ર, સમાધિ એટલે આના જ પરસ્પર વિરોધરહિત જે અવસ્થાન તે ભાવસમાધિ જાણવી. હવે સ્થાન નિક્ષેપ કહે છે -
• નિયુક્તિ - ૩૮૫ - વિવેચન
નામસ્થાન તે પ્રસિદ્ધ છે. સ્થાપના સ્થાન તે જે જે ગુણથી યુક્ત હોય, જે આચાર્યપદિપદમાં સ્થપાય છે, તે જ જેમાં રહેલ હોય તે સ્થાન તે સ્થાપનારસ્થાન કહે છે. દ્રવ્યસ્થાન તે આકાશ. એમાં જ જીવાદિ દ્રવ્યો રહે છે. ક્ષેત્રસ્થાન પણ આકાશ જ છે - *- અદ્ધાસ્થાન તે અઢી દ્વીપ સમુદ્ર રૂપ સમય ક્ષેત્ર, તેમાં જ સમય, આવલિકાદિ ઉપલક્ષિત અદ્ધાકાળની સ્થિતિ છે ઉર્વરસ્થાન જેમાં ઉર્ધ્વ રહે તે કાયોત્સર્ગ. ઉપરાંતિ સ્થાન • સર્વ સાવધની વિરતિ પામે. વસતિ સ્થાન - સ્ત્રી, પંડક આદિ દોષ રહિત ચતિનો નિવાસ. સંયમ સ્થાન - શુભ શુભતર અધ્યવસાય વિશેષ જેમાં સંયમની અવસ્થિતિ છે. પ્રગ્રહસ્થાન · જેમાં આયુધના ગ્રહણ થાય તે સ્થાન. યોધસ્થાન - આલીઢ, પ્રયાલીટ આદિ. અચલ સ્થાન- જેમાં જરા પણ ચલન ન સંભવે, તે મુખ્યતાથી મુકિત જ છે. ગણના સ્થાન - જ્યાં એકથી શીર્ષ પ્રહેલિકા સુધીની ગણના થાય છે. સંધણ સ્થાન : જે દેશમાં બટિત મુક્તાવલી આદિ એકત્વ રહે છે. અને ભાવસ્થાન - દયિકાદિ ભાવોનું યથાસ્વમ અવસ્થાન છે.
નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂકાનુગમમાં સૂત્ર કહે છે. તે આ - • સૂત્ર - ૫૧૧ -
કે આયુષમાન્ ! મેં સાંભળેલ છે કે ભગવતે આમ કહેલ છે. અહીં વિર ભગવંતો એ દશ બ્રહ્મચર્સ સમાધિ સ્થાનો બતાવ્યા છે. જેને સાંભળીને, અવધારીને, ભિક્ષ સંયમ, સંવર તથા સમાધિથી અધિકાધિક સંપન્ન થાય. ગુપ્ત રહે, ગુનેન્દ્રિય થાય, ગુપ્ત બ્રહ્મચારી થાય, સદા આપણા થઈને વિચરણ કરે.
• વિવેચન - ૫૧૧ -
મેં સાંભળેલ છે, હે આયુષ્યમાન ! તે ભગવંતે આ પ્રમાણે કહેલ છે. આ ક્ષેત્ર કે પ્રવચનમાં નિશ્ચયથી સ્થવિર · ગણધરો વડે, પરમ એશ્વર્યાદિ ચુકત ભગવંતે દશ બ્રહ્મચર્ય સમાધિ સ્થાપનો પ્રરૂપેલ છે એટલે અમે અમારી બુદ્ધિથી નહીં કહેતા પણ ભગવંતે પણ આ પ્રમાણે કહેલ છે, મેં સાંભળેલ છે, તેથી અહીં અનાસ્થા ન કરવી. તેને જ વિશેષિત કરે છે. જે બ્રહ્મચર્ય સ્થાનોને ભિક્ષ શબ્દથી સાંભળે તેને જ અર્થથી અવધારે છે. સંચમ- આશ્રવ વિરમણાદિ ઘણી સંખ્યામાં થાય તે રીતે. તેમાં સંયમબહુલ - વિશુદ્ધ, વિશુદ્ધતર સંયમ ફરી ફરી કરે. અથવા પ્રભૂત સંયમ જેને છે તે બહુલસંયમ. તેથી જ સમાધિ - ચિત્ત સ્વાથ્ય, તેની બહુલતા તે બહુલ સમાધિ. ગુમ - મન, વચન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org