SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ઉત્તરાધ્યયન મૂલસૂઝ-સટીક અનુવાદ પ્રધાન માર્ગે ચાલીશું. • વિવેચન - ૪૭ર - અતિશયપણે સંભૂત - એવા જે કામગુણો, આ સ્વગૃહમાં વર્તી રહ્યા છે. તેનો પ્રત્યક્ષપણે નિર્દેશ કરે છે, તે સારી રીતે એકત્રિત કરાયેલ છે તે મધુરાદિ રસ પ્રધાન પ્રચૂર કામગુણોમાં અંતર્ગત પણે હોવા છતાં રસોનું પૃથક્ ઉપાદાન તેના અતિ મૃદ્ધિત્વથી છે. અથવા કામગાણ વિશોષણ જે પ્રધાન એવા શૃંગારાદિ સો જેમાં છે તે માટે છે. અથવા સુખોમાં પ્રધાન તે કામગુણો તે આપણે ભોગવીએ. આ સ્વાધીન ભોગોને ભોગવી મુક્ત ભોગી થઈ, પછી વૃદ્ધાવસ્થામાં મહાપુરુષ સેવિત એવા પ્રવજ્યા રૂપ મુક્તિપણે જઈશું. પછી - પુરોહિતે કહ્યું : • સૂત્ર - ૪૭૩ - હે ભવતિ આપણે વિષયમ્સને ભોગવી ચૂક્યા છીએ. સુવા-વસ્થા આપણને છોડી રહી છે. હું કોઈ જ જીવનના પ્રલોભનમાં ભોગોને છોડી નથી રહ્યો. લાભ-લાભ, સુખ-દુઃખને સમદષ્ટિથી તો એવો હું મુનિ ધર્મનું પાલન કરીશ. • વિવેચન - ૪૭૩ - સેવેલા છે મધુરાદિ સો, ઉપલક્ષણથી કામગુણોને અથવા રસ એટલે સામાન્યથી આસ્વાધમાનપણાથી ભોગો, હે ભવતિા આમંત્રણ વચન છે, આ કાળકૃત શરીરાવરા રૂ૫ વય આપણને છોડી રહી છે. તેમાં અહીં અભિમત ક્રિયા કરવાનું સામ લેવું, તે ભોગવેલા વારંવાર ભોગોને વય ત્યજી રહી છે, ઉપલક્ષણથી જીવિત ને ત્યજી રહી છે. એટલામાં તે તજીને જાય, તે પૂર્વે દીક્ષા લઈ લઈએ. વય અને ઐયદિ જણાવતો દીક્ષાનો કોઈ કાળ નથી. તેથી અસંયમ જીવિત ન જીવવા, તેને માટેના ભોગોનો પ્રકર્ષથી ત્યાગ કરીએ. પરંતુ અભિમત વસ્તુની પ્રાપ્તિ રૂ૫ લાભ કે તેના અભાવ રૂપ અલાભને કારણે હું આવો ત્યાગ કરવાનું કહેતો નથી. પરંતુ લાભ કે અલાભ, સુખ કે દુઃખ, જીવિત કે મરણાદિમાં સમતાને ભાવિત કરતો હું મનિભાવને આયરીશ, તેથી મુક્તિને માટેજ મારે દીક્ષા સ્વીકારવી છે. ત્યારે વાશિષ્ટી બોલી કે - • સૂત્ર - ૪ - પ્રતિસતમાં તરનારા વૃદ્ધ હંસની માફક ક્યાંક તમારે ફરી તમારા ભાઈઓને યાદ ન કરવા પડે? તેથી મારી સાથે ભોગોને ભોગવો. આ ભિક્ષાચય અને વિહાર તો ઘણાં દુ:ખરૂપ છે. • વિવેચન - ૪૭૪ - એક ઉદરમાં તમારી સાથે રહેલા તે સોદર્ય અર્થાત સમાન કુક્ષિમાં થયેલા ભાઈઓ, તેમને ઉપલક્ષણથી શેષ સ્વજન અને ભોગોને યાદ કરસો. કોની જેમ? જી - વયની હાનિને પામેલા હંસની જેમ કેવો? પ્રતિકુળ સ્રોતમાં ગમન કરનાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy