________________
૧૪/૪૪૨ થી ૪૪૬
૧૩ 3 પામવાને માટે તેઓ કામથી વિરકત થયા. યજ્ઞ ચાગાદિ કર્મમાં સંલગ્ન બ્રાહ્મણ ના આ બંને પુત્રો પોતાના પૂર્વજન્મ તથા શુચી તપ સંયમ યાદ કરી વિરક્ત થયા..
• વિવેચન - ૪૨ થી ૪૪૬ -
દેવ થઈને અનંતર અતીત જન્મમાં કોઈ નામ નિર્દેશ વગરના, એક પદ્મગુભ નામના વિમાનમાં વસનારા, ત્યાંથી ઢવીને પુરાણા એવા ઉદ્ધાર નામના નગરમાં ઉત્પન્ન થયા. તે નગર ખ્યાત, ઋદ્ધિમાન અને દેવલોકવત રમણીય હતું. તેઓ સર્વથા પુન્ય ભોગવીને ચ્યવ્યા કે અન્યથા? પોતાના પુન્ય પ્રકૃતિ રૂપ કમોં, તેના બાકીના • ઉદ્ધરીને આવ્યા. પુરાકૃત - પૂર્વ જન્માંતરમાં ઉપાજિત તેનાથી. ઉરચકુળમાં તે દેવો ઉત્પન્ન થયા.
તેઓ ઉદ્વિગ્ન થયા. કોનાથી સંસારના ભયથી. ભોગાદિનો પરિત્યાગ કરીને, જિનેન્દ્ર માર્ગ તીર્થકરે ઉપદેશેલ સભ્ય દર્શન - જ્ઞાન - યાત્રિ રૂપ મુક્તિ પથનું શરણ • અપાય રક્ષા સમર્થ આશ્રયને સ્વીકાર્યો. કેવા સ્વરૂપના થઈને જિનેન્દ્ર માનુિં શરણું સ્વીકાર્યું? પુરુષત્વને પામીને. બંને કુમારો, સુલભ બોધિપણાથી, આ બંનેનું ચૂર્વે ગ્રહણ તેમના પ્રાધાન્યને જણાવવાને માટે છે, ત્રીજો પુરોહિત, ચોથી તેની પત્ની યશા, વિસ્તીર્ણ યશવાળો પુકાર નામે રાજા અને છઠ્ઠી તેની મુખ્ય પત્ની કમલાવતી.
સ્પે જે રીતે આ બધાંએ જિનેન્દ્ર માર્ગ સ્વીકાર્યો આદિ દશવિ છે -
પતિ - જન્મ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ - પ્રાણત્યાગરૂપ, ભય - આ સાધુ છે, તેનાથી અભિભૂત - બાધિત થઈને, સંસારથી બહાર વિહાર કરીને મોક્ષમાં બદ્ધ આગ્રહ અંતઃકરણ જેમનું છે તેવા તથા સંસાર ચક્રવત્ ચક્રભ્રમણને આશ્રીને, તેના પરિત્યાગ નિમિત્ત એવા સાધુને જોઈને અથવા આ કામગુણો મુક્તિમાર્ગના શત્રુ છે, તેમ પર્યાલોચના કરીને અનંતરોક્ત કામ - ગુણોથી - શબ્દાધિ વિષયોથી વિરક્ત • પરાંમુખ થયા.
આ બંને પુત્રો પુરોહિતને પ્રિય હતા, તે બ્રાહાણ યજન - રાજનાદિ સ્વકીય અનુષ્ઠાનોમાં નિરત હતો. તેવા શાંતિકર્મા પુરોહિતના બંને પુત્રો પોતાના ચિરંતન સંનિવેશ કે કુમાર ભવમાં વર્તતા હતા. તેમને પૂર્વ જન્મ, સુચીર્ણ કે સુચરિત, નિદાનાદિથી ઉપહત નહીં તેવા, અનશનાદિ તપ, અને સંયમ યુક્ત હતા, તેમણે અહીં કામગુણવિરક્તિ રૂપ જિનેન્દ્ર માર્ગ સ્વીકાર્યો.
ત્યાર પછી તે બંનેએ શું કર્યું તે કહે છે - • સૂત્ર - ૪૭ -
મનુષ્ય તથા દિવ્ય કામભોગોમાં અનાસક્ત , મોક્ષાભિલાષી, શ્રદ્ધા સંપન્ન તે બંને પુત્રોએ પિતા પાસે આવીને કામ પ્રમાણે કહ્યું -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org