________________
૧૩૨
ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદાર તેઓ શ્રમણનું રૂપ કરીને ભૃગુની સમીપે આવ્યા. ભૃગુપુરોહિતે પત્ની સહિત તે બંનેને વાંધા. સુખાસને બેસીને બંને એ ધર્મ કહ્યો. તે બંનેએ શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા. પુરોહિતે પૂછ્યું અમને સંતાનો થો? સાધુએ ઉત્તર આપ્યો કે - તમને બે બાળકો થશે. તે બંને બાલ્યપણામાં જ દીક્ષા લેશે. તમારા બંનેએ તેમને દીક્ષામાં વ્યાઘાત ન કરવો. તે બંને ઘણાં લોકોને સમ્યફ બોધ પમાડશે. એમ કહીને બંને દેવો પાછા ગયા.
વધારે સમય પસાર કર્યા વિના તે બંને દેવલોકશી વીને તે જ પુરોહિતની પત્ની વાશિષ્ઠી ગોત્રીયા “ચશા'ના ઉદરમાં ઉત્પન્ન થયા. પછી પુરોહિત તેની પત્નીને સાથે લઈને ત્યાંથી નીકળી ગયો. પ્રત્યંત ગામે રહ્યો. ત્યાં જ તે બ્રાહ્મણીને પ્રસવ થયો. બે બાળકોને જન્મ આપ્યો. પછી તે બંને દીક્ષા ન લઈ લે તે માટે બંનેને વ્યગ્રાહિત કરે છે. જેમ કે - આ સાધુઓ દિવ્ય રૂપ ગ્રહણ કરીને બાળકોને મારીને તેનું માંસ ખાઈ જાય છે. તેમની પાસે ન જવું.
અન્ય ફોઈ દિવસે તે બંને ગામમાં રમતાં બહાર નીકળ્યા. આ તરફ માર્ગમાં સાધુઓ આવતા હતા. પછી તે બને બાળકો સાધુને જોઈને ભય પામીને ત્યાંથી પલાયન થઈને એક વટવૃક્ષ ઉપર ચડી ગયા. ભવિતવ્યતાથી તે સાધુઓ ભોજનપાન ગ્રહણ કરીને તે જ વડની નીચે સેકાયા. મુહૂર્ત માત્ર વિશ્રામ કરીને રાજન કરવામાં પ્રવૃત્ત થયા. તે બંને બાળકો વડ ઉપર ચડીને જુએ છે કે સ્વાભાવિક ભોજન - પાન છે, માંસ નથી. - તે બંને ત્યાં વિચારવામાં પ્રવૃત્ત થયા કે- આપણે આવું રૂપ પૂર્વે ક્યાંક જોયેલ છે. જાતિ સ્મરણ ન થયું. બંને બોધ પામ્યા. સાધુને વાંદીનો બંને માતા-પિતાની પાસે ગયા. માતા-પિતાને બોધ પમાડી ચારે એ સાથે દીક્ષા લીધી. રાણી બોધ પામી, તેણીએ રાજાને બોધ પમાડ્યો. બંનેએ પણ દીક્ષા લીધી. એ પ્રમાણે તે છ એ કેવળજ્ઞાન પામી નિર્વાણ પામ્યા.
નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્ર ઉચ્ચારણ કરવું જોઈએ -
સૂગ - ૪૪૨ થી ૪૬ -
દેવલોક સમાન સુણ્ય, પ્રાચીન, પ્રસિદ્ધ અને સમૃદ્ધિશાળી છપુકાર નગર હતું. તેમાં પૂર્વજન્મમાં એક જ વિમાનવાસી કેટલાંક અd દેવાયુ પૂર્ણ કરી રાવતરિત થયા.. પૂર્વક પોતાના બાકીના કર્મોને કારણે તે જીવો ઉસ ફળોમાં ઉત્પન્ન થયા, સંસાર ભયથી ઉલગ્ન થઈને કામ ભોગોનો પરિત્યાગ કરીને જિનેન્દ્ર માર્ગનું શરણ સ્વીકાર્યું.
પુરુષત્વ પ્રાપ્ત બને પુરોહિત કુમારો, પુરોહિત, તેની પત્ની વસા, વિશાળ કીર્તિવાળો જાણકાર રાજ અને રાણી કમલાવતી . આ છ હતા.
જન્મ જરા મરમના ભયથી રાભિભૂત કુમારીનું ચિત્ત મુનિદર્શનથી બહિર્લહાર - મોક્ષ પ્રતિ આકૃષ્ટ થયા. ફળથી સંસાર ચકથી મુક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org