________________
૧૩૧
અધ્ય. ૧૪ ભૂમિકા
છે અધ્યયન - ૧૪ - “ઇપુકારીય” છે.
તેરમા અધ્યયનની વ્યાખ્યા કરી, હવે ચૌદમું આરંભે છે આનો સંબંધ છે - અનંતર અધ્યયનમાં મુખ્યતાથી નિદાન દોષ કહ્યો. પ્રસંગથી નિર્નિદાનતા એ ગુણ છે. અહીં મુખ્યપણે તે જ કહે છે. આ સંબંધથી આવેલા આ અધ્યયનમાં - * - * - નામ નિક્ષેપમાં “ઇષકારીય’ અધ્યયન કહે છે. તેથી “પુકાર'નો નિક્ષેપ કહેવાને નિર્યુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ - ૩૬૦ થી ૩૬૨ + વિવેચના -
પુકાર' શબ્દનો નિક્ષેપ નામાદિ ચાર ભેદે છે. દ્રવ્ય નિક્ષેપાના બે ભેદો છે. નોઆગમથી ઇyકારના ત્રણ ભેદ છે. ઇત્યાદિ પૂર્વવતુ. પુકાર એવા નામ ગોત્રને વેદતો તે ભાવ પુકાર, તેમાંથી આ અધ્યયન ચાલ્યું છે. - - x• ઇષકારના હિતને માટે તે “પુકારીય' કહેવાય છે. પ્રાધાન્યથી “રાજા” જાણવો. • x - = - હવે આ પુકાર' કોણ છે? તેની વક્તવ્યતા કહે છે :
• નિર્યુક્તિ - ૩૬૩ થી ૩૩ -
(બ્રતિકારશ્રીએ અહીં અગિયાર ગાથાનો અક્ષરાર્થ આપતા કહ્યું કે અક્ષરાર્થ સ્પષ્ટ છે, પછી વિશિષ્ટ શબ્દોના અર્થો નોંધેલ છે, જેમ કે - સંઘડિય - સમ્યક ધટિતા, પરસ્પર સ્નેહથી સંબદ્ધ મિત્રો ઇત્યાદિ. પછી ભાવાર્થ સંપ્રદાયથી જાણવો કહીને, આ ઉદાહરણ નોંધે છે :-)
પૂર્વના અધ્યયનમાં કહેલાં ચાર ગોપદારકૃમાંના બે ગોપદારકો - ગોવાળોને સાધુની અનુકંપાથી સભ્યત્વ પ્રાપ્ત થયું, કાળકરીને દેવલોકમાં તે બંને ઉત્પન્ન થયા. તે બંને તે દેવલોકશી વીને ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરમાં ઇષ્ણકુળમાં બંને પણ ભાઈ રૂપે જન્મ્યા. ત્યાં બીજાં પણ ચાર ઇભ્ય બાળકો મિત્રો રૂપે જન્મ્યા. ત્યાં પણ ભોગોને ભોગવીને તથારૂ૫ વિરોની પાસે દીક્ષા લીધી. ઘણાં કાળ સુધી સંયમની પરિપાલના કરીને ભક્ત પ્રત્યાખ્યાન કરીને સૌધર્મકામાં પદ્મગુભ વિમાનમાં છ એ પણ જણા ચાર પોપમની સ્થિતિવાળા દેવ રૂપે ઉત્પન્ન થયા.
ત્યાં જે પેલા ગોવાળપુત્ર રૂપ દેવ સિવાયના જે ચારે હતા, તે ત્યાંથી અવીને કુરુજનપદમાં પુકારપુર નગરમાં ઉત્પન્ન થયાં. તેમાં એક પુકાર નામે સજા થયો. બીજી ત્યાં મહાદેવી કમલાવતી નામે થઈ. બીજે ત્યાં રાજાનો ભૃગુ નામે પુરોહિત થયો. ચોથો પુરોહિતની પની, વાશિષ્ટ ગોબિયા “ચા” નામે ઉત્પન્ન થયો.
- તે ભૃગુ પુરોહિત સંતાનરહિત હતો. તે અપત્ય નિમિત્તે ગાઢ તપે છે. દેવી પાસે અપત્યની યાચના કરે છે. નૈમિત્તિકોને પૂછે છે. તે બંને પણ પૂર્વભવના ગોવાળો દેવભવમાં વર્તતા હતા ત્યારે અવધિ વડે જાણે છે કે - આપણે બંને આ ભૃગુ પુરોહિતના પુત્રો થઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org