________________
૧૩/૪૩૦, ૪૩૧
૧૨૭ તેઓ જ આ (મરેલો) ઘરને રોકીને બેઠો છે, એમ વિચારીને તેને ઘરની બહાર કાટીને, જન લજ્જાદિથી બાળી નાંખીને લૌકિક કૃત્ય અને આક્રંદન આદિ કેટલાંક દિવસો કરીને ફરી સ્વાર્થતત્પરતાથી તે જ પ્રમાણે કોઈ બીજાને અનુવર્તે છે, તેમાં પ્રવૃત્તને પણ કોઈ પૂછતું નથી કે તમારું અનુગમન શા કારણે છે? એવો અભિપ્રાય છે. વળી -
• સૂત્ર - ૪૩ર -
રાજન ! કર્મો ફોઈપણ પ્રકારનો પ્રસાદ કયd વિના જીવનને પ્રતિક્ષણ મૃત્યુની સમીપે લઈ જાય છે, અને આ રા - મનુષ્યની કાંતિનું હરણ કરી રહી છે. હે પંચાલરાજા મારી વાત સાંભળો, ઝાપકર્મ ન કરો.
• વિવેચન - ૪૩૨ -
તેવા પ્રકારના કર્મો વડે પ્રકમથી મૃત્યુ તરફ ધકેલાય છે. શું? જીવિત. તે પણ પ્રમાદ વિના જ કેવી રીતે? નિરંતર આવીચિમરમથી. જીવતો હોય તો પણ સુનિધ્ધ છાયા રૂપ વૃદ્ધાવસ્થા મનુષ્યને દૂર લઈ જાય છે. હે સજન્! ચક્રવતી! આમ હોવાથી હે પંચમંડલમાં ઉદ્ભવેલ નૃપતિ! મારું વચન સાંભળો, શું? અસત્ આરંભરૂપ કર્મો ન કરો. કે જે અતિશય મહાન હોય અથવા મહા કર્મના આશ્લેષવાળા હોય.
આ પ્રમાણે મુનિએ કહેતા રાજા બોલ્યો - • સૂત્ર - ૪૩૩ -
હે સાધુ જે પ્રમાણે તમે મને બતાવી રહ્યા છો, તે હું પણ જાણું છું કે આ કામભોગ બંધનરૂપ છે, પરંતુ હે આર્મી અમારા જેવા લોકોને માટે તો તે ઘણો જ દુષ્ય છે.
• વિવેચન - ૪૩૩ -
તમે જ નહીં, હું પણ આ જાણું છું. જે પ્રકારે આ જગતમાં હે સાધુ જે તમે મને ઉપદેશ રૂપ વચન કહી રહ્યા છો, તે હું જાણું છું તો પછી તે વિષયોનો પરિત્યાગ કેમ નથી કરતા? ભોગ - શબ્દાદિ, આ પ્રત્યક્ષ પ્રતિબંધ ઉત્પાદક છે. તેના નિત્ય અભિસંબંધથી તે દુઃખેથી જિતાય છે, માટે દુર્જય અથવા દુત્યાયે કહ્યા.
હું પણ આ ત્રણ પાદનો સાર જાણું છું કે આ મનુષ્યજન્મમાં પ્રધાન યાત્રિ ધર્મરૂપ જ આદરણીય છે. પરંતુ
• સૂત્ર - ૪૩૪, ૪૩૫ -
હે ચિત્રા હસ્તિનાપુરમાં મહથિક ચક્રવર્તી રાજાને જોઈને ભોગોમાં આસક્ત થઈને મેં શુભ નિદાન કરેલું હતું. મેં તેનું પ્રતિક્રમણ ન કર્યું. તે કર્મનું આ ફળ છે કે ધર્મને જાણતા હોવા છતાં પણ હું કામ ભોગોમાં આસક્ત છું.
• વિવેચન - ૪૩૪, ૪૩૫ - હે ચિત્ર નામક મુનિ! સનકુમાર નામે ચોથા ચક્રવર્તીને અતિશય સંપત્તિ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org