________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
• વિવેચન
૪૨૮, ૪૨૯ -
જેમ આ લોકમાં ભૃગપતિ - સિંહ અથવા વ્યાઘ્ર આદિ મૃગને લઈ જઈને સ્વમુખમાં કે પરલોકમાં લઈ જાય છે, એ પ્રમાણે મૃત્યુ મનુષ્યને લઈ જ જાય છે. ક્યારે? અંતકાળે, જીવિતવ્યના અવસાન સમયે. અર્થાત્ જેમ આ સિંહ વડે લઈ જવાય ત્યારે કોઈ ન બચાવે તેમ આ પ્રાણીઓ પણ મૃત્યુ વખતે કદાચિત્ તેના સ્વજન સહાય કરશે તેમ શંકા થાય તો કહે છે કે - ત્યારે તેના માતા, પિતા, ભાઈ વગેરે કોઈ ને કાળે – જીવિતાંત રૂપ - મૃત્યુ વડે લઈ જવાતા હોય તો બચાવી શક્તા નથી. કહ્યું છે કે - પિતા, ભાઈ, પુત્ર, પત્ની, બાંધવા આદિ કોઈ પણ સંસાર સાગરમાં મરણથી રક્ષણ કરવાને સમર્થ નથી.
- * - * - .
૧૨૬
-
મૃત્યુ વડે લઈ જવાતા તેમને તે કાળે થનારા દુઃખથી અત્યંત પીડિતના શારીરિક કે માનસિક દુઃખનો કોઈ વિભાગ કરી શકતું નથી, પછી તે દૂરવર્તી સ્વજન હોય કે મિત્ર વર્ગ હોય, પુત્ર હોય કે બંધુ હોય. કોઈ ન બચાવી શકે. એક આત્મા જ આ દુઃખને વેદે છે. કેમ કે જેઓ કર્મના ઉપાર્જિતા છે, કર્મો તેની જ પાછળ જાય છે. અર્થાત્ જે કર્મો કરે છે, તે જ તેના ફળને અનુભવે છે.
આ પ્રમાણે અશણત્વ ભાવના જણાવીને એકત્વ ભાવના કહે છે - • સૂત્ર ૪૩૦, ૪૩૧ -
દ્વિપદ, ચતુષ્પદ, ક્ષેત્ર, ઘર, ધન-ધાન્ય આદિ બધુ છોડીને આ પરાધીન જીવ પોતાના કરેલા કર્મોનો સાથ લઈને સુંદર કે પાપક એવા પરભવમાં જાય છે... જીવરહિત તે એકાકી તુચ્છ શરીરને ચિતામાં અગ્નિથી બાળીને સ્ત્રી, પુત્ર અને જ્ઞાતિજન કોઈ બીજા આશ્રયદાતાને અનુસરે છે. • વિવેચન
૪૩૦, ૪૩૧ -
"
ત્યાગ કરીને, કોનો? દ્વિપદ - પત્ની આદિ, ચતુષ્પદ - હાથી આદિ, ક્ષેત્ર - ઇસુ ક્ષેત્રાદિ, ગૃહ - ધવલગૃહ આદિ, ધન - કનકાદિ, ધાન્ય - શાલિ આદિ, વસ્ત્રાદિ, બધુ જ છોડીને પછી શું? તે કહે છે - કર્મો જ આત્માની સાથે અવશપણે પ્રકર્ષથી સાથે જાય છે. ક્યાં? અન્ય ભવમાં, સુંદર - સ્વર્ગ આદિ અને પાપક - નરકાદિ, સ્વકૃત કર્માનુરૂપ ગતિ થાય.
Jain Education International
-
---
ત્યાં શું અન્ય દર્શનીની માફક શરીર સહિત જ ભવાંતરમાં જાય છે કે અન્યથા જાય છે? ઔદારિક શરીરની અપેક્ષાથી અશરીર જ, તો પછી તે શરીરને તજ્યા પછી શું વાર્તા હોય છે? જે તેણે અદ્વિતીયનો ત્યાગ કર્યો છે, તે દ્વિતીય પ્રાણીને અન્યત્ર સંક્રમણ કરતાં તુચ્છ - અસાર એવા કુત્સિત શરીરને, ભવાંતરમાં જાય ત્યારે ચિતામાં - મૃતકને બાળવા માટે ઇંધણમાં અર્થાત્ કાષ્ઠ રચિત ચિંતામાં બાળી નાંખવામાં આવે છે, તેને અગ્નિમાં બાળ્યા પછી પત્ની, પુત્ર, જ્ઞાતિ જન આદિ તેમની અભિલષિત વસ્તુના સંપાદનને માટે બીજા કોઈ દાતાર પ્રતિ સરકી જાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org