________________
૧/૧
33
અનાદિ સંયુક્ત, અથવા સંયોગથી અનાદિ સંયુક્ત કોણ ? જીવે છે - જીવશે અને જીવ્યા તે જીવ, તેનો મિશ્ર સંયુક્ત દ્રવ્ય સંયોગ કહ્યો.
અહીં એવું કહેવા માંગે છે કે - અનંત મણુિ વર્ગણા વડે આવેષ્ટિત અને પ્રવેષ્ટિત છતાં પણ તેનું સ્વરૂપ ચૈતન્ય અતિવર્તતું નથી કે કર્માણુનું અચૈતન્ય જતું નથી. તેથી તેમના યુક્તપણાથી આને સંયુક્તક મિશ્ર દ્રવ્ય રૂપે વિવક્ષા કરાય છે તેનાથી આ કર્મપ્રદેશાંતરથી સંયોગને મિશ્ર સંયુક્ત દ્રવ્ય સંયોગ કહે છે. અનાદિત્વ છતાં ઉપાયથી જીવ અને કર્મના સંયોગનો અભાવ જણાવે છે. અન્યથા મુક્તિના અનુષ્ઠાનનું વૈફલ્ય દર્શાવે છે. હવે ઇતરેતર સંયોગ બતાવે છે -
1149 આ
---
♦ નિયુક્તિ - ૩૫ - વિવેચન .
z
-
ઇતરેતર એટલે પરસ્પરનો સંયોગ - ઘટના તે ઇતરેતર સંયોગ. પરમાણુનો તથા પ્રદેશોનો. સૂક્ષ્માતિશય લક્ષણથી કહેવાય છે. તે પ્રદેશો - ધર્માસ્તિકાયાદિ સંબંધી તેમનો નિર્વિભાગ ભાગ, અભિપ્રેત, ઇતરેતર સંયોગ જોડાય છે. તેમ આગળ પણ કહેવું, અભિપ્રેત વિષયપણાથી આનું અભિપ્રેતત્વ છે, તેનાથી વિપરીત તે અનભિપ્રેત છે. અભિમુખતાથી વ્યક્તપણે જેના વડે અર્થ કહેવાય, તે અભિલાષ - તેના વિષયપણાથી શબ્દને અભિલાપ કહે છે. આનો સંબંધ અને શબ્દાંતર
વાચક,
યોજવું. સંબંધ, તે સ્વરસ્વામીત્વ આદિ અનેક પ્રકારે કહેવાશે. આ ઇતરેતર સંયોગના આટલા જ ભેદો છે.
હવે પરમાણુનો સંયોગ કહે છે -
• નિયુક્તિ - ૩૬ - વિવેચન -
પરમાણુ સંબંધી બે ભેદ છે - સંસ્થાન અને સ્કંધથી. આ રૂપથી પુદ્ગલાત્મક વસ્તુ રહે છે, તે સંસ્થાન - આકાર વિશેષ, તેથી તેને આશ્રીને અને સ્કંધને આશ્રીને છે, બે ભેદ છતાં પ્રત્યેકના ભેદોનો કહે છે - સંસ્થાન વિષયક પાંચ પ્રકાર અને સ્કંધ વિષયક બે પ્રકાર છે. અહીં સંસ્થાન અને સ્કંધ ભેદ દ્વારા જ આ ઇતરેતર સંયોગભેદ છે, તેથી અભિધાન ઉચિત છે. સંસ્થાનભેદના અભિધાન પ્રસ્તાવમાં પણ અલ્પ વક્તવ્ય હોવાથી સ્કંધ ભેદને હેતુભેદ દ્વારથી કહે છે -
-
• નિયુક્તિ - ૩૭
વિવેચન
પરમાણું પુદ્ગલો નિશ્ચે બે કે ઘણાં - ત્રણ વગેરે છે. તે પરમાણુ પુદ્ગલો એક પિંડતાને પામીને નિવૃત છે. શું નિર્વર્તે છે ? દ્વિ અણુક આદિ સ્કંધ, આના વડે દ્વિપરમાણુ જન્યતાથી ઘણાં પરમાણુ જન્યત્વથી સ્કંધના બે ભેદ કહે છે. અહીં રૂક્ષ કે સ્નિગ્ધ એક ગુણનો સંબંધ કરતાં દ્વિગુણ અધિકતાથી સ્વ સ્વરૂપ અપેક્ષાથી સંબંધ કરાય છે, પણ સમગુણ કે એક ગુણ અધિકથી સંબંધ થતો નથી. અર્થાત્ એક ગુણ સ્નિગ્ધ ત્રિગુણ સ્નિગ્ધથી સંબંધ કરે છે. ત્રિગુણ સ્નિગ્ધ, પાંચ ગુણ સ્નિગ્ધથી સંબંધ કરે છે, ઇત્યાદિ. એ રીતે દ્વિગુણ સ્નિગ્ધ ચાર ગુણ સ્નિગ્ધથી સંબંધ કરે છે, ઇત્યાદિ. એ પ્રમાણે એક ગુણ રૂક્ષથી ત્રિગુણ રૂક્ષ સાથે ઇત્યાદિ સંબંધ જાણવો. પણ એક ગુણ Jain 373 International
For Private & Personal Use Only
www.jainelibrary.org
-
-