________________
૩૨
ઉત્તરાધ્યયન મૂલરાત્ર-સટીક અનુવાદ/૧ અનંતગણત્વથી કહેલ છે. આના વડે સચિતાદિ સંયોગદ્રવ્યના સૈવિધ્યથી સંયુકત સંયોગનું સૈવિધ્ય કહેલ છે. તેમાં વૃક્ષાદિનું સચિત સંયુક્ત દ્રવ્ય સંયોગના વિવરણને માટે કહે છે -
• નિતિ - ૩ર - વિવેચન -
મૂલ-રવઅવયવ વડે નીચે પ્રસરેલ, કંદ- તેજ મૂળ અને સ્કંધના અંતરાલવર્તી, સ્કંધ-થડ, ત્વચા - ચામડી રૂપ, છાલ, સાલ-શાખા, પ્રવાલ - પલ્લવ, પત્ર-પાન, ફળપુષ્પ અને બીજો વડે સંબંધ છે તેથી વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ આદિનો સંયુક્તક સંયોગ છે. તેજ પહેલાં ઉગતાં અંકુરા રૂપે પૃથ્વી સાથે સંયુક્ત જ મૂળ વડે જોડાય છે, પછી મૂળથી સંયુકતક જ કંદથી છે, કંદસંયુકત જ સ્કંધથી છે. એ પ્રમાણે છાલ, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજે વડે પૂર્વ સંયુક્ત જ ઉત્તરોત્તરથી સંયોજાય છે, એમ ભાવના કરવી. એ પ્રમાણે ધર્મ અને ધર્મી વચ્ચે કર્થચિત અનન્યત્વથી આ પ્રમાણે કહેલ છે, તેથી દોષ રહિત છે. એ પ્રમાણે ઉત્તર ભેદો પણ જાણવા.
હવે અણુ આદિ અચિત સંયુક્ત દ્રવ્ય સંયોગ કહે છે - • નિતિ - ૩૩ - વિવૈચન -
એકરસ - તિક્ત આદિ રસમાંનો કોઈ એક, એક વર્ષ - કૃષ્ણ આદિ વર્ણમાંથી કોઈ એક, એક ગંધ - સુગંધી કે દૂર્ગધી, તથા બે અવિરુદ્ધ નિગ્ધ, શીત આદિ સ્પર્શ જેનો છે તે, ચ શબદથી સ્વગત અનંત ભેદો જાણવા. આવો પરમ - જેનાથી અન્ય સૂકમતરનો અસંભવ છે, તેવો પ્રકર્ષવાન અણુ, તે પરમાણુ અને બે અણુ આદિ. સ્કંધ • જેના બે પ્રદેશ છે તેવો હિપ્રદેશ - દ્વિઅણુક, ત્રિપ્રદેશ આદિથી અચિત્ત મહાકુંઘ સુધી, તેના વડે સંયોજ્ય. વિચ - સંખ્યાત, અસંખ્યાત, અનંત ભંગવિભાવના રૂપ જાણવું. અચિત સંયુના સંયોગ - પરમાણુ જો બિમણુક આદિ સ્કંધ પરિણતિને પામે
ત્યારે રસાદિ સંયુક્ત જ દ્વિ અણુકાદિ સ્કંધ વર્ડ સંયોજાય છે, જો તિક્તતા આદિ પરિણતિને છોડીને કટુવાદિ પરિણતિને પામે છે, ત્યારે પણ વર્ણાદિ વડે સંયુક્ત જ કટુત્વાદિ વડે સંયોજાય છે. તે સંયુક્ત સંયોગ કહેવાય છે. અહીં કૃષ્ણ પરમાણુ કુણત્વને છોડીને નીલત્વને પામે. તે એક ભંગ છે. એ પ્રમાણે બાકીના વર્ષોમાં, તથા સ, ગંધ, સ્પર્શમાં કહેવું એ પ્રમાણે બીજે પરમાણું દ્વિપદેશાદિ વડે યોજવાથી સંખ્યાતાદિ ભંગ રચના પામે છે. ----- હવે જીવના મિશ્ર સંયુક્તક દ્રવ્ય સંયોગને કહે છે,
• નિયુક્તિ - ૩૪ - વિવેચન :
જે રીતે “ધાતુઓ" કનક આદિ યોનિ રૂપ માટી આદિ, સુવર્ણ તામ્ર આદિ વડે સ્વભાવથી સંયોગ કરે - પ્રકૃતિ, ઈશ્વર આદિ બીજા અર્થોના વ્યાપારની અપેક્ષા વિના જે સંબંધ, તેના વડે મિશ્રિત, તે સ્વભાગ સંયોગ સંયુત હોય છે. આ જ અર્થાન્તર નિરપેક્ષત્વલક્ષણ પ્રકારથી સંતતિ- ઉત્તરોત્તર નિરંતર ઉત્પત્તિરૂપ પ્રવાહ, તેને આશ્રીને કર્મ - જ્ઞાનાવરણ આદિ સંતતિક તેના વડે આની આદિ ન હોવાથી અનાદિ. તે અહીં ક્રમથી આવેલ સંયોગ, તેના વડે તે યુક્ત હોવાથી અનાદિ સંયુક્ત છે તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org