________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
તે બાળક ગમે ત્યારે ભોજન કરતો, દારુ પીતો. તે અપ્રીતિકર થયો. ઘેરથી કાઢી મૂક્યો. ચારે તરફ જોતો ઉભો છે. તેટલામાં સર્પ આવ્યો. બધાં જલ્દી ઉભા થઈ ગયા. તે સર્પને મારી નાંખ્યો. બીજા મુહૂર્તમાં ભેરુંડ - દિવ્યક સર્પ આવ્યો. ડરીને ઉભા થઈ ગયા. તેને દિવ્યક જાણીને છોડી દીધો. તે જોઈને ‘બલ' વિચારે છે કે - અહો ! સ્વદોષથી જ જીવો કલેશના ભાગી થાય છે. તેથી ભદ્રકપણું જ રાખવું. ભદ્રક જ ભદ્રને પામે છે. કેમકે સવિષ સર્પ હણાય છે, ભેરુંડ બચી જાય છે. એ પ્રમાણે વિચારતા બોધ પામીને દીક્ષા લીધી.
૯૪
તે બલ મુનિ વિચરતા વાણારસી ગયા. ત્યાં હિંદુક વન ઉંધાન હતું, ત્યાં હિંદુક નામે યક્ષાયતન હતું. તેમાં ગંડીબિંદુક નામે યક્ષ વસતો હતો.. તેની અનુજ્ઞા માંગી મુનિ ત્યાં રહ્યા. યક્ષ ઉપશાંત થયો. બીજા યક્ષો બીજા વનમાં વસતા હતા. ત્યાં પણ બીજા ઘણાં સાધુઓ રહેલા હતા. તેઓ પૂછે છે - ગંડીયક્ષ દેખાતો નથી. તેઓએ કહ્યું - સાધુની પર્યાપાસના કરે છે. ત્યાં હિંદુકે બતાવતા તે પણ ઉપશાંત થયો.
તે બીજો યક્ષ બોલ્યો, મારા ઉધાનમાં પણ ઘણાં સાધુ છે, ચાલો આપણે જોઈએ. તે બંને યક્ષો ત્યાં ગયા. ભવિતવ્યતાથી તે સાધુઓ ત્યાં વિકથા કરતાં રહેલા હતા ત્યારે તે યક્ષ આમ બોલ્યો - અહીં સ્ત્રી કથા, જનપદ કથા, રાજ કથા થઈ રહી છે, ચાલો આપણે તેંદુક ઉધાનમાં પાછા જઈએ. કોઈ દિવસે યક્ષાયતને કૌશલિક રાજકન્યા ભદ્રા પુષ્પ, ધૂપ આદિ ગ્રહણ કરીને પૂજા કરવાને નીકળી. પ્રદક્ષિણા કરે છે. ત્યાં કાળા વિકરાળ બલ સાધુને જોઈને થૂંકી. યક્ષે રોષિત થઈને તેને આવિષ્ટ કરી. રાજાને કહ્યું - હવે તે જ મુનિને આ કન્યા આપો તો જ મુક્ત કરીશ, કેમકે આ કન્યાએ તે સાધુની આશાતના કરેલી છે.
રાજાએ પણ ‘કન્યા જીવશે' એમ માનીને દેવાની હા પાડી. મહત્તરા સાથે કન્યાને લાવ્યા. રાત્રિમાં કન્યાને કહ્યું - પતિની પાસે જા. યક્ષાયતનમાં પ્રવેશ્યા. મુનિ પ્રતિમા ધ્યાને રહેલા, તેણે કન્યાને ન ઇચ્છી. ત્યારે યક્ષે પણ ઋષિના શરીરનું છાદન કરીને દિવ્યરૂપ બનાવ્યું. ફરી મુનિરૂપ બતાવ્યું. એ પ્રમાણે આખી રાત્રિ, વિડંબણા કરી. પ્રભાતે મુનિ ઇચ્છતા નથી. એમ કરીને પોતાને ઘેર પાછી ફરી. પુરોહિતે રાજાને કહ્યું કે - આ ઋષિપત્ની છે માટે બ્રાહ્મણોને કહ્યું, એમ કરીને તેને આપી દીધી. - × - × - આ પ્રમાણે સંપ્રદાયથી કથા કહી. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો.
હવે સૂત્રાલાપક અવસર છે, તે માટે સૂત્ર કહેવું જોઈએ. તે આ પ્રમાણે -
• સૂત્ર - ૩૬૦ -
હરિકેશબલ ચાંડાલકુલમાં ઉત્પન્ન થયા, તો પણ જ્ઞાનાદિ ઉત્તમ ગુણોના ધારક અને જિતેન્દ્રિય ભિક્ષુ હતા.
♦ વિવેચન- ૩૬૦
સ્વપાક - ચાંડાલ, તેનું કુળ, તેમાં ઉત્પન્ન થયા. તેથી શું ? તે કુળની ઉત્પત્તિ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International