________________
અધ્ય. ૧૨ ભૂમિકા અધ્યયન
-
૧૨
-
'
X→→→→→→→
૦ અગિયારમાં અધ્યયનની વ્યાખ્યા કરી. હવે બારમું કહે છે, તેનો આ અભિસંબંધ છે - અનંતર અધ્યયનમાં બહુશ્રુત પૂજા કહી, અહીં બહુશ્રુતે પણ તપમાં યત્ન કરવો જોઈએ તે જણાવવાને માટે તપઃ સમૃદ્ધિ વર્ણવાય છે. એ સંબંધે આવેલ આ અધ્યયનના - ૪ - નામ નિક્ષેપમાં આનું ‘હરિકોશીય' નામ છે. તેનો નિક્ષેપો -
Jain Education International
“હરિકેશીય”
• નિર્યુક્તિ • ૩૧૮ થી ૩૨૦ વિવેચન -
હરિકેશને નામ આદિ ચાર ભેદે નિક્ષેપ છે. તેમાં નામ અને સ્થાપના ગૌણ છે. દ્રવ્ય વિષયક બે ભેદ - આગમથી, નોઆગમથી. તેમાં નોઆગમથી ત્રણ ભેદ - એક ભવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખ નામ ગોત્ર. હરિકેશ નામ ગોત્રને વેદતો હોય તે ભાવથી હરિકેશ કહેવાય. તેના નામથી આ અધ્યયન આવેલ છે. હવે હરિકેશની વક્તવ્યતા કહે છે -
-
નિયુક્તિ - ૩૨૧ થી ૩૨૭ વિવેચન .
-
-
€ 3
·
આ નિર્યુક્તિનો ભાવાર્થ કથાનકથી જાણવો જોઈએ, તે આ છે -મથુરા નગરીમાં શંખ નામે યુવરાજ હતો, તે ધર્મ સાંભળીને પ્રવ્રુજિત થયો. વિચરતા તે ગુજપુર પહોંચ્યો. ત્યાં ભિક્ષાર્થે જતાં એક ગલી જેવો માર્ગ આવ્યો. તે મુર્મુર સમાન અતિ ઉષ્ણ હતો. ઉષ્ણકાળે કોઈપણ ત્યાં ચાલવા સમર્થ ન હતા. જે તેને ન જાણતા તે ત્યાં ચાલે, તે વિનાશ પામતા, તેનું નામ જ ‘હુતવહરથ્યા' થઈ ગયું. તે સાધુએ કોઈ પુરોહિતપુત્રને પૂછ્યું - એ રચ્યા વહન થઈ શકશે ? તે પુરોહિત પુત્રએ વિચાર્યુ - સાધુ બળી જશે, તેથી તેણે કહ્યું - હા, આ માર્ગે જવાશે.
સાધુ તે માર્ગે ચાલ્યા. પુરોહિત પુત્ર છુપાઇને જુએ છે. સાધુ ત્વરા રહિત તે માર્ગે ચાલે છે. આશંકાથી તે માર્ગમાં ચાલ્યા, જેટલામાં તે યાલ્યા, તેમના તપના પ્રભાવથી તે માર્ગ શીતીભૂત થઈ ગયો. તે પુરોહિત પુત્ર આકર્ષાયો, અહો ! આ મહાતપસ્વીને મેં આશાતિત કર્યા, ઉધાનમાં રહેલા તેમની પાસે જઈને કહ્યું - ભગવન્ ! મેં પાપકર્મ કરેલ છે હું તેમાંથી કઈ રીતે છુટીશ ? સાધુએ કહ્યું - દીક્ષા લેવી. તેણે દીક્ષા લીધી. તે પુરોહિત પુત્ર જાતિમદ અને રૂપમદ કરતાં મૃત્યુ પામ્યો. દેવલોક ગયો.
દેવલોકથી ચ્યવીને પુરોહિત પુત્રનો જીવન મૃતગંગાના કિનારે બલકોટ્ટા નામે હરિકેશો હતા, તેના અધિપતિ બલકોટ્ટ નામે હતો. તેને બે પત્ની હતી - ગૌરી અને ગાંધારી. તે જીવ ગૌરીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. પ્રદર્શન થયું. વસંત ઋતુ જુએ છે. ત્યાં કુસુમિત આમ્રવૃક્ષ જુએ છે, સ્વપ્રપાઠકોને કહ્યું. તે બોલ્યા - મહાત્મા પુત્ર તમને થશે. યોગ્ય સમયે ગૌરીએ બાળકને જન્મ આપ્યો. તે પૂર્વભવના જાતિમદ રૂપ દોષથી કાળો અને વિરૂપી હતો. બલકોટ્ટમાં જન્મેલ હોવાથી તેનું ‘બલ’ નામ રાખ્યું, તે સહનશક્તિ રહિત અને ખંડનશીલ હતો.
For Private & Personal Use Only
www.jainelibrary.org