________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ કોલાહલરૂપ હોય. એ પ્રમાણે બહુશ્રુત થાય છે. અહીં શું કહેવા માંગે છે ? જે પ્રમાણે આવો શૂર કોઈથી અભિભૂત થતો નથી, કે તેનો આશ્રિત બીજો કોઈ પણ અભિભૂત ન થાય. તેમ આ પણ જિનપ્રવચનરૂપ ઘોડા ઉપર બેસીને પરવાદી દર્શનમાં પણ ત્રસ્ત ન થાય, તેના વિજય પ્રતિ સમર્થ છે. દિવસ - સત્રિ સ્વાધ્યાયના ઘોષ રૂપથી કે સ્વપક્ષ - પરપક્ષનો ઘોષ કે “તમે ઘણું જીવો” થાય છે તેને પરતીર્થિ પણ પરાભવ કરવા સમર્થ નથી. તેને આશરે રહેલાં બીજા પણ કોઈ જીતાતા નથી.
તથા
• સૂત્ર - ૩૪૫ -
જે પ્રકારે હાથણીથી ઘેરાયેલ સાઈઠ વર્ષનો બળવાન હાથી કોઈથી પરાજિત થતો નથી, તે પ્રમાણે બહુશ્રુત પણ પરાજિત થતો નથી. • વિવેચન
૩૪૫ -
જેમ હાથણીઓ વડે પરિવૃત્ત જે છે તે, એકલો નહીં, તેવો હાથી, વળી સાઈઠ વર્ષના આયુવાળો, તેને જ આટલાકાળ સુધી પ્રતિવર્ષ બળનો સંગ્રહ કર્યો હોય, તેથી જ જેને આટલું શરીર સામર્થ્ય છે તે બળવાન થઈને અપ્રતિ હત થાય છે. અર્થાત્ બીજા મદમુખો વડે કે મત ંગજો વડે પરાંમુખ કરાય છે. બહુશ્રુત આવો થાય છે. તે પણ બીજાના પ્રસારના નિરોધરૂપ ઔત્યાતિકી આદિ બુદ્ધિ અને વિવિધ વિધા વડે આવૃત્ત હોય, સાઈઠ વર્ષ વડે અત્યંત સ્થિરમતિ હોય, તેથી જ બળવાન પણાથી પ્રતિ હત થાય છે. ઘણાં દર્શનહણનારાઓ વડે પણ પ્રતિહનન કરવો શક્ય બનતો નથી. બીજું• સૂત્ર - ૩૪૬ -
·
જેમ તીક્ષ્ણ શીંગડાવાળો, બળવાન સ્કંધ વાળો, જૂથાધિપતિ વૃષભ શોભે છે, તેવી રીતે (ગણાધિપતિ) બહુશ્રુત શોભે છે.
-
-
• વિવેચન ૩૪૬ -
જેમ તે તીક્ષ્ણ શીંગડા જેને છે તેવો, અત્યંત ઉપચિત થયેલા સ્કંધ જેના છે તેવો, ઉપલક્ષણથી સમગ્ર અંગોપાંગ ઉપચિત હોય છે તેવો બળદ શોભે છે. વળી તે ગાયોના સમૂહનો અધિપતિ - સ્વામી થઈને રહ્યો હોય. બહુશ્રુત પણ તેવો થાય છે. તે પણ પરપક્ષને ભેદવાપણાથી સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રરૂપ શીંગડા વડે યુક્ત હોય, ગચ્છના મોટા કામોની ધુરાને ધારણ કરવા વડે જાત સ્કંધ હોય અને સાધુ આદિ સમૂહનો અધિપતિ આચાર્ય થઈને શોભે છે - વળી -
• સૂત્ર - ૩૪૭ -
જેમ તીક્ષ્ણ દાઢો વાળો પૂર્ણ યુવા અને દુષ્પરાજેય સિંહ પશુઓમાં શ્રેષ્ઠ હોય છે તેમ જ બહુશ્રુત હોય છે.
• વિવેચન - ૩૪૭ -
Jain Education International
જેને તીક્ષ્ણ દાઢા છે, તેવો તે તીક્ષ્ણદંષ્ટ્ર, ઉત્કટ કે ઉદગ્ર વય સ્થિત, તેથી દુધ – બીજા વડે દુરભિભવ સિંહ, વન્ય પ્રાણીમાં પ્રધાન થાય છે એવો બહુશ્રુત થાય છે. આ પરપક્ષને ભેદન પણાથી તીક્ષ્ણ દાઢા રૂપ ચૈત્રમાદિ નયોથી પ્રતિભા આદિ ગુણ
For Private & Personal Use Only
www.jainelibrary.org