________________
૧૦/૩ર૩ -
૯ કાંટા આદિ, ભાવથી ચરક આદિ કુશ્રુતથી આકુળ એવો માર્ગ, પછી તે અનુપ્રવિષ્ટ થઈશ, ક્યાં ? માર્ગે, મહા સંતવાળા કે મોટા આલય આશ્રમ તે મહાલય, તે દ્રવ્યથી રાજમાર્ગ અને ભાવથી મહતું તીર્થકર આદિ વડે પણ આશ્રિત સમ્યમ્ દર્શનાદિ મુક્તિ માર્ગ, તેમાં કોઈ ઉતરીને પણ માર્ગે ન જાય, તેથી કહે છે - માર્ગે જા. પાછો ઉભો જ ન રહી જતો. સમ્યક્ દર્શનાદિ અનુપાલના વડે મુક્તિમાર્ગ ગમન પ્રવૃત્તપણાથી થાઓ.
ત્યાં પણ અનિશ્ચયમાં અપાયની પ્રાપ્તિ જ થાય છે, તેથી કહે છે - વિનિશ્ચિત કરીને, તેમાં જ પ્રવૃત્ત થઈને, હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.
એ પ્રમાણે પૂર્વે દર્શન વિશુદ્ધિથી માર્ગનો સ્વીકાર કરીને, તેની પ્રતિપત્તિ છતાં પણ કોઈને અનુતાપ સંભવે છે, તેને નિરાકૃત કરવા કહે છે -
• સૂત્ર - ૩૨૩ -
નિર્બળ ભારવાહક જેમ વિષમમાં જઈને પશ્ચાત્તાપ કરે છે, તે ગૌતમ છે તેમ તું તેની માફક વિષમ માર્ગે ન જ, અન્યથા પછી પસ્તાવો થશે. તેથી ગૌતમ ! સમય માત્ર પ્રમાદ ન કર,
• વિવેચન • ૩૨૩ -
અબલ - શરીર સામર્થ્યવિધમાન ન હોવું તે. યથા - આ ઉપમા છે, ભારને વહે છે તે ભારવાહક. મા - નિષેધ અર્થમાં છે. આ વિષમ માર્ગ મંદ સત્ત્વવાળાને અતિ દુતર છે. તે માર્ગે પ્રવેશ કરે. અંગીકાર કરેલ ભારને છોડીને, તે કાળ પછી પશ્ચાતાપ કરે છે. અહીં એમ કહેવા માંગે છે કે- જેમ કોઈ દેશાંતર ગયેલો ઘણાં ઉપાયોથી સુવર્ણ આદિને ઉપાજીને પોતાના ઘર તરફ આવતા, અતિ ભીરપણાથી અન્ય વસ્તુમાં રાખેલ સુવર્ણ આદિને પોતાના મસ્તકે આરોપીને કેટલાંક દિવસ સારી રીતે વહન કરે છે. ત્યાર પછી
ક્યારેક ખાડા-ટેકરાદિ વાળા માર્ગમાં અહો ! હું આ ભારથી આકાંત છું એમ વિચારી તેને છોડીને પોતાના ઘેર આવે છે. અત્યંત નિર્ધનતાથી અનતાપ પામે છે. - “કેમ મેં મંદભાગ્યથી તે સુવણદિનો ત્યાગ કરી દીધો ?" એ પ્રમાણે તું પણ પ્રમાદ પર થઈને ત્યજેલા સંયમ ભારવાળો ન થા. ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદી ન થા.
આ ઘણું છે, હજી તો અ૫ જ નિતારેલ છે. નિસ્વારીશ એમ વિચારતા ઉત્સાહભંગ પણ થાય છે, તેને દૂર કરવા કહે છે -
• સૂત્ર - ૩૨૪ -
તે મહાસાગરને તો પાર કરી દીધો છે. હવે કિનારા પાસે આવીને કેમ ઉભો છે? તેને પાર કરવામાં ઉતાવળ કર. હે ગૌતમ ક્ષણ માત્ર પણ તું પ્રમાદ ન કર
• વિવેચન - ૩૨૪ -
તું તીર્ણ છો. કોને? મોટા ભારે સમુદ્રને. અહીં કિં પ્રશ્ન અર્થમાં, પુન: વાક્ય ઉપન્યાસ માટે છે. તેથી કિનારો પામીને શા માટે ઉભો છે ? અહીં શું કહેવા માંગે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org