________________
૮ ૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ ભાવની ઉત્કૃષ્ટ સ્થિતિ કે કર્મોને ભાવથી સમદ્ર કહે છે. તે બંને પ્રકારે પણ તે પ્રાયઃ ઉત્તીર્ણ કરેલો જ છે. હવે કીનારે આવીને શા માટે દાસીને ધારણ કરે છે ? આશય એ છે કે - હવે તારે આ ઉચિત નથી. પરંતુ અભિમુખતાથી પાર - ભાવથી મુક્તિપદે જવાને શીઘ - ઉતાવળો થા. તે માટે ગૌતમ! સમય માત્ર પણ પ્રમાદી ન થા. પે જો થાય કે - મારામાં પારપ્રાપ્તિની યોગ્યતા જ નથી, તેથી કહે છે - અથવા બાકીના શિષ્યોની અપેક્ષાથી આ પ્રમાદનું શું ફળ છે? તેથી ફરી-ફરી આ પ્રમાણે ઉપદેશ આપે છે, તે કહે છે
• સૂત્ર - ૩૫ -
તું દેહમુક્ત સિદ્ધત્વને પ્રાપ્ત કરાવનારી ક્ષપક શ્રેeણી ઉપર આરૂઢ થઈને ફોમ, શિવ અને અનુત્તર સિદ્રિલોકને પ્રાપ્ત કરીશ. તેથી હે ગૌતમાં ક્ષણ માત્ર પણ સમસનો પ્રમાદ ન કર,
- વિવેચન - ૩૨૫ -
કલેવર - શરીર, જેમાં શરીર વિધમાન નથી તે અક્કેવરસિદ્ધ, તેની શ્રેણી વત શ્રેણી, જેનાથી ઉત્તરોતર શુભ પરિણામ પ્રાપ્તિ રૂપપણાથી, તેઓ સિદ્ધિપદને આરોહે છે, તે ક્ષપક શ્રેણીને આરૂઢ થા. અથવા કડેવર - તે એકેન્દ્રિય શરીરો, તન્મયપણાથી તેમની શ્રેણી - તે કડેવર શ્રેણિ - વંશઆદિથી વિરચિત પ્રાસાદાદિના આરોહણ હેતુ. તે નહીં પણ જે અકડેવર શ્રેણિ અનંતરોક્ત રૂપ છે. તેને આરોહીને અથવા ઉત્તરોત્તર સંયમ સ્થાનની પ્રાપ્તિરૂપ છે, તેને આરોહીને સિદ્ધિ નામના લોકમાં, હે ગૌતમ ! તું જઈશ. આ સંશયના વ્યવચ્છેદના ફળપણાથી તું જઈશ જ. સેમ -પરચક્ર આદિ ઉપદ્રવ રહિત, શિવં - સંપૂર્ણ દૂરિતાના ઉપશમથી. અનુત્તર - જેને બીજું કોઈ ઉત્તર - પ્રધાન નથી તે અનુતર અર્થાત્ સર્વોત્કૃષ્ટ. એમ હોવાથી હે ગૌતમ!ક્ષણ માત્ર પ્રમાદ ન કર,
હવે નિગમન કરવાને ઉપદેશ સર્વસ્વ કહે છે - • સૂત્ર - ૩૨૬ -
બુદ્ધ અને પરિનિવૃત્ત થઈને સંવતભાવથી તું ગામ અને નગરમાં વિચરણ કર શાંતિમાની વૃદ્ધિ કર, ક્ષણમાત્ર પ્રમાદ ન કર,
• વિવેચન - ૩૬ -
બુદ્ધ - હેય આદિ વિભાગને ક્ષણનાર, પરિકિવૃત્ત – કપાય અગ્નિના ઉપશમનથી ચોતરફ શીતીભૂત થઈ સંયમનું સેવન કર. ગામમાં કે નગરમાં રહે. ઉપલક્ષણથી અરણ્ય આદિમાં રહે. અહીં એવું કહેવા માંગે છે કે બધામાં અનાસક્ત થઈને રહે. સંયસ - સમ્યક તે પાપસ્થાનોથી ઉપરત • અટકેલ. જેના બધાં દુરિતો શાંત થયેલા છે તે શife1 - નિર્વાણ તેનો માર્ગ - પન્થ અથવા શાંતિ એટલે ઉપશમ. તે જ મુક્તિ હેતુપણાથી માર્ગ છે, તેવો શાંતિ માર્ગ. દશવિઘ ધમપલક્ષણ શાંતિનું ગ્રહણ કરવું. તેની બૃહણા કર એટલે કે ભવ્યજનોને પ્રરૂપવા વડે વૃદ્ધિને પમાડ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org