________________
૭૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદર ગવેષણ ન કર. હે ગૌતમ ! સમય માબ પણ પ્રમાદ ન કર,
• વિવેચન - ૩૨૦ -
છોડીને, શું? મિત્રો, બાંધવ - સ્વજન, વિસ્તીર્ણ કનક આદિ ઘન, તેનો સમૂહ, તેની સશિ તે ઘનઘસંચયને. તે મિત્રાદિને ફરી ગ્રહણાર્થેશોધન કર, તેના પરિત્યાગથી શ્રામાસ્યને સ્વીકારીને ફરી તેમાં આસક્તિવાળો ન થા. તે વમન કરેલાની ઉપમા અને તેની આસક્તિને ત્યજે. વમેલાનું આપાન પ્રાયઃ, એમ અભિપ્રાય છે. તેથી ગૌતમ ! સમય માબ પણ પ્રમાદ ન કર,
આ રીતે પ્રતિબંધના નિરાકરણ અર્થને કહીને દર્શન વિશુદ્ધિ અર્થે કહે છે - • સૂત્ર - ૩ર૧ -
(લોક કહેશે કે -) આજે જિનવર તો દેખાતા નથી. જે માર્ગદર્શક છે, તેઓ પણ એકમત દેખાતા નથી. તને આજે ન્યાયમાર્ગ ઉપલબ્ધ છે. તેથી ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર,
• વિવેચન - ૩૨૧ -
જિક - તીર્થકર, આ કાળમાં જોવા મળતા નથી. માર્ગો ઘણા છે, તે દ્રવ્યથી - નગર આદિના માર્ગ, ભાવથી સાતિશય શ્રુતજ્ઞાન - દર્શન - ચારિત્રરૂપ મુક્તિમાર્ગ, તેમાં અહીં ભાવમાર્ગ ગ્રહણ કરાય છે. માપણાના અર્થથી મુક્તિમાર્ગ, જે જિનવરો વડે કહેવાયેલ છે, તે ઉપલબ્ધ છે. અહીં કહેવાનો આશય આ છે - ભલે, હાલ જિનવર દેખાતા નથી. પણ તેમનો ઉપદેશાવેલ માર્ગ દેખાય છે. આવા પ્રકારનો માર્ગ અતીન્દ્રિયાર્થદશી જિનવર વિના સંભવતો નથી, તેથી અસંદિગ્ધ ચિત્તથી ભાવીત હોવાથી ભવ્યો પ્રમાદ ન કરવો. હાલ મને નિશ્ચિત મુક્તિ નામક લાભ પ્રયોજન માગ મળેલ છે. તેથી હે ગૌતમ ! કેવળજ્ઞાન ઉત્પન્ન થશે કે નહીં એવા સંશય - વિઘાનથી પ્રમાદી ન થા. અથવા ત્રિકાળ વિષયવથી આ ઉપદેશ છે.
તેથી આ પ્રમાણે અર્થ જાણવો :- જેમ આધ માગોપદેશક નગરને ન જોવા છતાં પણ માગોને અવલોકતા, તેને અવિચ્છિન્ન ઉપદેશથી તેનું પામવાપણું નિશ્ચિત કરે છે. તથા જો કે અહીં જિનના ઉપલક્ષણથી મોક્ષ પણ દેખાતો નથી. તો પણ તેમના દ્વારા કહેવાયેલ માર્ગ મોક્ષ તેના સૂત્રપણાથી દેશક તે માર્ગદર્શક દેખાય છે. તેથી તેનું પણ તેને પ્રાપકત્વ મેં ન જોયેલ છતાં ભાવિ ભવ્યો વડે નિશ્ચિત કરવું. તેથી આ ભાવિ ભવ્યોને ઉપદેશ કરાય છે. - x- આ જ અર્થમાં ફરી ઉપદેશ કહે છે.
• સૂત્ર - ૩૨૨ -
કંટક આકર્ષ માર્ગ છોડીને તું સ્વચ્છ રાજમાર્ગ ઉપર આવી ગયેલ છો. તેથી ઢ શ્રદ્ધાથી આ માગે ચાલ. ક્ષણ માત્ર પ્રમાદ ન કર,
• વિવેચન - ૩૨૨ - પૃથક્ કરીને, પરિહરીને કે અવશોધીને શું? કંટક પંથને - દ્રવ્યથી બબૂલના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org