SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર - ૩૧૧ થી ૩૧૬ - (૩૧૧) તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, શ્રવણશક્તિ નબળી પડી રહી છે. ગતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર, (૩૧૨) તારું શરીર જી થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, આંખોની શક્તિ ક્ષીણ થઈ રહી છે. ગૌતમ ! પણ માત્ર પ્રમાદ ન કર, (૩૧૩) તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, ધાણશક્તિ ક્ષીણ થઈ રહી છે. ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર, (૩૧૪) તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, જીભની શક્તિ નષ્ટ થઈ રહી છે. ગૌતમ ક્ષણ માત્ર પ્રમાદ ન કર, (૩૧) તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યું છે, સ્પર્શ શક્તિ ક્ષીણ થઈ રહી છે. ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર, (૩૧૬) તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, તારું સર્વ જલ હીન થાય છે. ગૌતમ ક્ષણ માત્ર પ્રમાદ ન કર, • વિવેચન - ૩૧૧ થી ૩૧૬ - પરિજીચેરિસ - સર્વ પ્રકારે વયની હાનિ અનુભવે છે. તારું શરીર જરા આદિથી અભિભૂતપણાથી અનુકંપનીય થયું છે, અથવા આત્માને પરિનિદે છે - અર્થ કરવો. જેમકે - મને ધિક્કાર છે, હું કેવો થઈ ગયો ? કઈ રીતે ? માથાના વાળ, ઉપલક્ષણથી રોમ પણ સફેદ થઈ ગયા છે. પૂર્વે લોકોના નયનને આકર્ષણ કરતાં અતિ કૃષ્ણ હતા, હવે સફેદ થઈ ગયા છે. - “ પૂર્વે જે મારું શ્રોત્ર બળ અર્થાત્ દૂર આદિના શબ્દોને સાંભળવાનું સામર્થ્ય હતું તે, વૃદ્ધાવસ્થાથી ક્ષયને પામી રહ્યું છે. અથવા શરીરની જીર્ણતા અવસ્થાને વિચારવી, આ બંને યોજવા - શરીર જીર્ણ થઈ રહ્યું છે અને વાળ સફેદ થઈ રહ્યા છે. એ પ્રમાણે આ શ્રોત્રબળ ઘટી રહ્યું છે, તેથી શરીરના સામર્થ્યના અસ્થિરપણાથી, ગૌતમ ! સમયનો પણ પ્રમાદ ન કર. આ પ્રમાણે પાંચ સૂત્રો જાણવા. વિશેષ એ કે- અહીં પહેલાંથી શ્રોત્રનું ઉપાદાન તેની પ્રધાનતા બતાવે છે. તેનું પ્રધાનત્વ તેના હોવાથી બાકીની ઇંદ્રિયોના અવશ્ય ભાવથી પટુતર ક્ષપોપશમજત્વથી છે. તથા ઉપદેશના અધિકારથી ઉપદેશનું શ્રોબગ્રાહ્યત્વથી છે. તથા સર્વબળ - એટલે હાથ, પગ આદિ અવયવોના સ્વ-સ્વ વ્યાપારનું સામર્થ્ય, અથવા મન-વચન-કાયાના બધાં ધ્યાન, અધ્યયન, ચંક્રમણ આદિ ચેષ્ટા વિષયક શક્તિ. વૃદ્ધાવસ્થાથી શરીરની અશક્તિ કહી, હવે રોગથી તેને કહે છે - • સૂત્ર - ૩૧૭ - અરતિ, ગાંડ, તિસૂચિકા, તક, વિવિધ રોગોની સ્પર્શનાથી તે શરીર પડી જાય છે, વિધ્વસ્ત થઈ જાય છે. તેથી હે ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદ ન કર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy