________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
વિવેચન - ૨૯૩ -
ઉક્ત ન્યાયથી ઇત્તર એટલે સ્વલ્પકાળભાવી, અને ઉપક્રમ હેતુ વડે અનપવર્તાપણાથી યથાસ્થિતિ એ પ્રમાણે અનુભવનીયપણાને પામે તે આયુ. અને તે નિરૂપક્રમ જ છે, તેમાં તથા અનુકંપિત જીવિત, સોપક્રમ આયુમાં ઘણાં ઉપઘાત હેતુઓ અધ્યવસન નિમિતાદિ રહેલા છે. આના વડે અનુકંપપણાનો હેતુ બતાવ્યો. એ પ્રમાણે ઉક્તરૂપ દ્રુમપત્રના ઉદાહરણથી અને કુશના અગ્ર ભાગે રહેલા જલબિંદુના ઉદાહરણથી મનુષ્યનું આયુ નિરુપક્રમ અને સોપમ બતાવ્યું. તેથી તેની અનિત્યતા માનીને જીવથી પૃથક્ કરવા. કોને ? તે કાળની અપેક્ષાથી પૂર્વ કરેલા. તે દૂર કરવાનો ઉપાય કહે છે - હે ગૌતમ ! ક્ષણમાત્રનો પ્રમાદ કરીશ નહીં. - - * -
જો મનુષ્ય ભવ પામ્યા છો, તો ઉધમ કરવો. તે કહે છે -
કર
• સૂત્ર
૨૪
વિશ્વના બધાં પ્રાણીઓને ચિરકાળે પણ મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ છે. કર્મોનો વિપાક ઘણો તીવ્ર છે, તેથી તે ગૌતમ ! ક્ષણમાત્રનો
પ્રમાદ ન કર.
-
-
♦ વિવેચન
૨૪ -
દુર્લભ - પામવો મુશ્કેલ, ‘ખલુ’ વિશેષણ છે, તે “સુકૃત ન કરેલા તે’' એ વિશેષનું ધોતક છે. મનુષ્ય સંબંધી જન્મ, ઘણાં કાળથી પણ અર્થાત્ થોડાં કાળની વાત તો દૂર રહી, બધાં જ જીવોને - મુક્તિગમન પ્રતિ ભવ્યોને જ નહીં. જેમ કેટલાંકને મનુષ્યભવની પ્રાપ્તિ પ્રતિ સુલભત્વ વિશેષ છે. આમ કેમ કહ્યું ? જેનો વિનાશ કરવો અશક્યપણે છે, તેવા દૃઢ છે. શું ? કર્મોનો વિપાક. કયા કર્મનો ? મનુષ્યગતિ વિદ્યાની પ્રકૃતિરૂપ. જો એમ છે તો શું કરવું ? હે ગૌતમ ! ક્ષણમાત્ર પણ પ્રમાદ કરવો નહીં.
આ મનુજત્વ કઈ રીતે દુર્લભ છે ? અથવા જે કહ્યું કે - સર્વે પ્રાણીને મનુજહ્વ દુર્લભ છે. તેમાં એકેન્દ્રિયાદિ પ્રાણીને તેનું દુર્લભત્વ દર્શાવવાની ઇચ્છાથી કાય સ્થિતિ કહે છે -
• સૂત્ર - ૨૯૫ થી ૩૦૪ -
(૨૯૫) પૃથ્વીકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટ અસંખ્યકાળ સુધી રહે છે. તેથી તે ગૌતમ ! ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરીશ નહીં.
(૨૯૬) અકાસમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે. તેથી તે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં.
(૨૯૭) તેઉકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં.
(૨૯૮) વાયુકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે, તથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પ્રમાદ કરીશ નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org