________________
૧૦:૨૯૧
૩૧
ગુણાત્મક. તે પરિવર્તિત લાવણ્ય. તેને પૂર્વવત્ સૌકુમાર્યાદિ હોતું નથી તથા જેમાં સંધિઓ શિથિલ થાય છે, તેથી જ વૃક્ષ સામર્થ્યથી વૃંતક પત્રબંધનનો ત્યાગ કરે છે. તે મુંચÍાક - વૃંતના વૃક્ષમોચનથી પત્રનું પડવું જ થાય છે. આપત્તિને પ્રાપ્ત પત્ર તે વ્યસન પ્રાપ્ત તથા કાળના પ્રક્રમથી પતન પ્રસ્તાવ, તેને પ્રાપ્ત. ગવાય તે ગાથા - છંદ વિશેષ રૂપ. તેને જ કહે છે -
જેમ તમે વર્તમાન કિશલય ભાવને અનુભવો છો - સ્નિગ્ધાદિ ગુણો વડે ગર્વને વહન કરો છો, અમારી હાંસી કરો છો, તેવા તમે પણ થશો જેવા હાલ અમે છીએ. જીર્ણભાવમાં જ જે રીતે અમે અત્યારે વિવર્ણ - વિચ્છાયપણાથી હાંસી કરીએ છીએ, તેમ તમે પણ કરશો.
આ ન્યાયથી જેમ પિતા પુત્રને કહે તેમ ઉપદેશ આપે છે. (કોણ ?) જીર્ણ પત્રો અભિનવ પત્રોને. (શંકા) પત્ર કિસલયનો ઉલ્લાપ કઈ રીતે સંભવે છે ? કે જેથી આમ કહો છો ? આવો સંવાદ થતો નથી, થશે નહીં, થયો પણ નથી. (કોને ?) કિશલય પાંડુ પત્રોને. તો પછી અહીં કેમ એ પ્રમાણે કહ્યું - આ તો ઉપમા માત્ર છે. ભવિકજનને વિબોધ કરવાને માટે અહીં વિહિત છે. તે આ પ્રમાણે -
-
જેમ અહીં કિશલય પાંડુપત્ર વડે અનુશાસિત કરાય છે, તેમ બીજાં પણ ચૌવનગર્વિતને અનુશાસિત કરવા. આનો અનુવાદ વાચકવર્ય એ આમ કરેલો છે - લોક જરા વડે પરિર્જરીત કરાયેલા શરીરનો કેમ પરાભવ કરો છો ?'થોડાં કાળમાં તમે પણ તેવા જ થશો. શા માટે યૌવનના ગર્વનું વહન કરો છો ? એ પ્રમાણે જીવિત અને ચૌવનનું અનિત્યત્વ જાણીને પ્રમાદ ન કરવો જોઈએ.
હવે આયુષ્યનું અનિત્યત્વ જણાવવાને કહે છે -
• સૂત્ર - ૨૯૨ -
કુશના અગ્રભાગ ઉપર રહેલા ઓસના બિંદુની માફક મનુષ્યનું જીવન ક્ષણિક છે. તેથી તે ગૌતમ ! ક્ષણ માત્ર પણ પ્રમાદ ન કર.
• વિવેચન - ૨૯૨ -
કુશ - દર્ભ સમાન તૃણ વિશેષ. તનુતર હોવાથી તેનું ઉપાદાન કર્યું. તેનો અગ્ર - પ્રાંત ભાગ, તેમાં જેમ - શરદ્કાળભાવી શ્લક્ષ્ય વર્ષા. તેનું બિંદુ તે ઝાકળ બિંદુ. અલ્પકાળ રહે છે. ક્ષણમાં પડી જાય છે. બદ્ધ હોય તો પણ કદાચિત્ કાલાંતરે પણ રહેવા સમર્થ થાય. તેની જેમ મનુષ્યોનું, અર્થાત્ જીવોનું જીવિત છે. આ પ્રમાણે હોવાથી
હે ગૌતમ ! એક સમય માટે પણ પ્રમાદી થતો નહીં.
આનો જ ઉપસંહાર કરતાં ઉપદેશ આપે છે -
• સૂત્ર - ૨૯૩
આ અલ્પકાર્લીન આયુષ્યમાં, વિઘ્નોથી પ્રતિહત જીવનમાં જ પૂર્વ સંચિત કર્મરજને દૂર કરવાની છે માટે ગૌતમ ! ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કર.
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org