________________
૪૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ તેને અધિષ્ઠિત. ભગવાન - ધૈર્યવાન, શ્રુતવાન.
તેણે શું શું છોડીને દીક્ષા લીધા તે કહીશું ? • સૂત્ર - ૨૩૩ -
જે સમયે નમિ રાજર્ષિ અભિનિષ્ક્રમણ કરીને પdજિત થઈ રહ્યા હતા, તે સમયે મિથિલામાં ઘણો કોલાહલ થયો.
• વિવેચન - ૨૩૩ -
કોલાહલ - વિલાપ અને આજંદન કરનારનો કલકલ, તે થયો - જેમાં તે કોલાહલક ભૂત, અથવા ભૂત શબ્દ ઉપમાર્યું છે તેથી કોલાહલ - રૂપતાને પામ્યા, કેમકે - હા પિતા !માતા ! ઇત્યાદિ કલકલગી આકુલિત થઈને, મિથિલામાં થયો. સર્વે ગૃહ, આરામ આદિમાં થયો. ક્યારે ? દીક્ષા લેતા હતા તે કાળે. રાજર્ષિ - રાજા, તે રાજ્યવસ્થાને આશ્રીને, ઋષિ - તે કાળની અપેક્ષાએ છે અથવા રાજ્યાવસ્થામાં પણ હષિ - ક્રોધાદિ છ વર્ગના જયથી બષિ જેવા. - - • નમિ નામના રાજા ઘેરથી અથવા કપાય આદિથી નીકળ્યા ત્યારે શું થયું તે કહે છે -
• સૂત્ર • ૨૩૪ -
ઉત્તમ પ્રવજ્યા સ્થાનને માટે પ્રસ્તુત થર્ચેલા નમિ રાજર્ષિને બ્રાહ્મણ રૂપે આવેલા દેવેન્દ્રએ આ વચન કહા -
• વિવેચન - ૨૩ -
જમ્મુધત રાજર્ષિ, પ્રવજ્યા સ્થાને જ રહે છે - સખ્યમ્ દર્શનાદિ ગુણો તેમાં છે. તે પ્રવજ્યા સ્થાન. તેથી ઉત્તમ એવા પ્રવજ્યા સ્થાનના વિષયમાં ઉધમવંત નમિને બ્રાહાણ વેશથી આવેલા ઇંદ્ર - ત્યારે જ તે મહાત્માનું પ્રવજ્યાને ગ્રહણ કરવાનું મન જાણી તેના આશયની પરીક્ષા કરવાની ઇચ્છાથી સ્વયં ઇંદ્ર આવ્યો. ત્યારે તે આ કહેવાનાર વચનો - વાકયો બોલ્યા. શું બોલ્યા ? તે કહે છે -
• સૂત્ર - ૨૩૫ -
હે સર્ષ : આજે મિથિલા નગરીમાં, પ્રાસાદોમાં, ઘમાં કોલાહલપૂર્ણ દારૂણ શબ્દ સંભળાઈ રહ્યા છે ?
• વિવેચન - ૨૩૫ -
કિમ્ - પરિપ્રશ્ન અર્થમાં છે, ન - વિતર્કમાં, ભી - આમંત્રણમાં. આજના દિવસે નગરી ઘણાં કલકલરૂપ વ્યાકુળ - કોલાહલ સંકુલ ધ્વનિ સંભળાઈ રહ્યો છે. તે કદાચ બંદિછંદોનો ઉદરિત પણ હોય, તેના નિરાકરણ માટે કહે છે. લોકોના મનને વિદારે છે તે દારુણ વિલાપ અને આક્રંદન આદિ, તેઓ ક્યાં રહેલા છે ? સાતભૂમિ આદિ પ્રાસાદોમાં સામાન્ય ઘરોમાં અથવા પ્રાસાદ -- દેવ અને નરેન્દ્રોનો, ગૃહ - તે સિવાયના લોકોનું રહેઠાણ. ચ શબ્દથી ત્રિક, ચતુષ, ચતરદિમાં પણ જાણવો.
• સૂત્ર - ૨૩૬ દેવેન્દ્રની આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org