________________
૯૨૩૦
૪છે.
• સૂત્ર - ૨૩૦ -
ભગવાન નમિ પૂર્વજન્મનું સ્મરણ કરીને અનુતર ધર્મમાં સ્વયં સંબુદ્ધ થયા. રાજ્યનો ભાર પુત્રને સોંપીને અભિનિષ્ક્રમણ કર્યું.
• વિવેચન ૨૩ -
જાતિનું સ્મરણ કરીને, ભગ શબ્દ જોકે ધૈર્યાદિ અનેક અર્થોમાં વર્તે છે, - - તો પણ અહીં પ્રસ્તાવથી બુદ્ધિવચન જ લેવા. તેથી ભગ - બુદ્ધિ, જેને છે તે ભગવાન. સ્વયં જાતે જ સંબુદ્ધ - સભ્ય તત્ત્વને જાણેલ, તે સહસંબુદ્ધ, બીજા વડે પ્રતિબોધિત નહીં અથવા સહસા - જાતિ સ્થાપન કરીને અભિનિષ્ક્રમણ કર્યું - ધર્માભિમુખ્ય થઈ ગૃહસ્થ પર્યાયથી નીકળ્યા. અર્થાત્ પ્રવજ્યા લીધી. કોણ? “નમિ' નામે પૃથ્વીપતિ રાજા. જો એમ છે, તો ક્યાં રહ્યાં ? કેવા ભોગો ભોગવીને સંબદ્ધ થયા? કઈ રીતે અભિનિષ્ક્રમણ કર્યું?
• સૂત્ર - ૨૩૧ -
નામિ રાજ શ્રેષ્ઠ સંત પુસ્માં રહીને, દેવલોક સંદેશ ભોગો ભોગવીને એક દિવસ બોધ પામી, તેમણે ભોગોનો પરિત્યાગ કચો.
• વિવેચન - ૧૩૧ -
તે અનંતર ઉદિષ્ટ દેવલોકના ભોગ સમાન ભોગો, પ્રધાન એવા અંતઃપુરમાં રહીને કેમકે વસંતપુર જ રાગનો હેતુ થાય, તેમાં રહેલને તેના ભોગનો પરિત્યાગ કહીને જીવના વીયલ્લાસનો અતિરેક કહ્યો. તેમાં પણ કદાચિત “વર’ શબ્દાદિ હોય - ન હોય તો પણ સુબંધુ માફક કોઈક નિમિત્તને કારણે ભોગો ન ભોગવે, તેથી કહ્યું - પ્રધાન મનોજ્ઞ શબ્દાદિ ભોગવીને નમિ નામના રાજાએ તત્વને જાણીને આ ભોગોનો ત્યાગ કર્યો. અહીં ફરી “ભોગ'નું ગ્રહણ અતિ વિસ્મરણશીલને પણ અનુગ્રાહ્ય જ છે, તે જણાવવાને માટે કહેલ છે. શું માત્ર ભોગોને ત્યજીને દીક્ષા લેવા નીકળ્યા કે પછી બીજું પણ કંઈ હતું?
• સૂત્ર - ૨૩ર -
ભગવંત નમિ પુર અને જનપદ સહિત પોતાની રાજધાની મિથિલા, સેના, અંતઃપુર અને બધાં પરિજનોને છોડીને અભિનિષ્ક્રમણ કર્યું અને એકાંતવાસી થઈ ગયા.
• વિવેચન - ૨૩૨ -
મિથિલા નામની નગરી, અન્ય નગરો અને જનપદ સહિત હતી. તેથી માત્ર પોતાની નગરી નહીં, હાથી-ઘોડાદિ સૈન્ય, અંત:પુર, પરિજન વર્ગ, તે બધું જ, તથાવિધ કોઈ જ પ્રતિબંધ નહીં, આ બધાંને છોડીને દીક્ષા લીધી. એક - અદ્વિતીય, જેમાં કમનો અંત છે, તેથી એકાંત એટલે મોક્ષ, તેમાં આશ્રિતવાનની જેમ અધિષ્ઠિત થયા. અથવા એકાંત એટલે દ્રવ્યથી - વિજન ઉધનાદિ, ભાવથી – “કોઈ મારું નથી અને હું કોઈનો નથી.” ઇત્યાદિ ભાવનાથી હું એકલો જ છું, તેવો નિશ્ચય તે એકાંત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org