________________
& ૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ ચારે પ્રત્યેકબદ્ધ વિચરતા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે પહોંચ્યા. ત્યાં દેવકુલને ચાર દ્વારો હતા. પૂર્વથી કરકુંડ્ર પ્રવેશ્યા, દક્ષિણથી દુમુખ, કેમ સાધુની પરાંવમુખ રહેવું એમ વિચારી તે વ્યંતરના દક્ષિણ પડખે મુખ કરીને રહ્યા. નમિ પશ્ચિમથી આવ્યા, ગાંધાર ઉત્તરથી પ્રવેશ્યા.
તેમાં કરકંડૂ પાસે બાલ્યપણાથી કંડૂ હતી, તે કંડૂ લઈને બંને કાન ખંજવાળ છે. પછી તેણે કંડૂ ભેગી કરીને ગોપવી દીધી. તે દુર્મુખે જોયું. તે બોલ્યા- રાજ્ય આદિ બધું છોડ્યું પણ એક કંડૂનો ત્યાગ કરી શકતા નથી. ચાવત કરકંડૂએ તેનો ઉત્તર ન આપ્યો. નમિ આ વચન બોલ્યા કે - તમારા પૈતૃક રાજ્યમાં ઘણાં નોકર હતા. તે નોકર બનીને બીજાનું કેમ ધ્યાન રાખે છે? ત્યારે ગાંધારે કહ્યું - બધાંનો ત્યાગ કર્યો - તો બીજાની ગર્તા કેમ છોડતા નથી? કરઠંડુ ત્યારે બોલ્યા - રોષ ન કરવો, હિતકારી ભાષા બોલવી ઇત્યાદિ.
આ સંપ્રદાય કહો. તે ઉક્ત બધી ગાથાનો ભાવાર્થ હતો. અક્ષરાર્થ તો સ્પષ્ટ જ છે. છતાં કંઈક કહે છે - મિથિલા નામે નગરી હતી. તેના સ્વામી તે મિથિલાપતિ નમિ નામના રાજાને છ માસથી દાટવર નામે આતંક થયેલો. વૈધો પાસે તે નિવારવા ઘણો પ્રષાર્થ કર્યો. વૈદ્યોએ કહી દીધું કે આની ચિકિત્સા થઈ શકશે નહીં. કારતક પૂર્ણિમાએ આ જોયું. નાગરાજા અચલરાજાએ મેરુ પર્વતને નંદિ ઘોષ કર્યો. તેનાથી તે નમિ રાજા બની ગયો. આ મિથિલાપતિ નમિ એમ કહેવાથી, તીર્થકર એવા નમિ ન સમજી લે, તે માટે વિદેહમાં બે નમિ થયા તેમ કહેલ છે.
બધાંને એક સમયે પુષ્પોત્તર વિમાનથી ચ્યવન થયું. જ્યા થઈ, એક એફ હેતુને આશ્રીને બોધ પામ્યા તેથી પ્રત્યેકબુદ્ધ થયા. કેવળજ્ઞાન પણ ચારે પામ્યા અને સિદ્ધિગતિમાં ગયા.
(વૃત્તિકારે આગળ પણ કેટલાંક શબ્દ વિશેષના અર્થો આપેલા છે પણ તેમાંનું ઘણું બધું કથન ભાવાર્થરૂપે કથામાં કહેવાઈ ગયેલ હોવાથી અમે તે બધાંની અહીં પુનરુક્તિ અનાવશ્યક સમજીને છોડી દીધેલ છે.)
આ પ્રમાણે નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂઝાલાયક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે તે સૂત્ર હોય ત્યારે જ થાય છે, તેથી સૂગાનુગમમાં સૂત્ર કહેવું જોઈએ. તે આ પ્રમાણે છે.
• સૂત્ર - ૨૨૯ -
દેવલોકથી વધીને નમિનો જીવ મનુષ્યલોકમાં જન્મ્યો. તેનો મોહ ઉપશાંત થતા, તેને પૂર્વ જન્મનું મરણ થયું.
• વિવેચન - ર૯ -
દેવલોકથી ચ્યવીને માનુષ સંબંધી લોકમાં ઉત્પન્ન થયો. પછી દર્શનમોહનીચનો અનુદય જેને પ્રાપ્ત થયો છે તેવો તે ઉપશાંત મોહનીય વિચારે છે. તેને પૂર્વની દેવલોકથી ઉત્પત્તિ થયાની વાત તદ્ગત સર્વચેષ્ટા તે જાતિ'નું સ્મરણ થયું. પછી શું? તે કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org