SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદાર મહારોગગ્રસ્ત. નરક પ્રતિ જાય છે. બાલ - હેય અને ઉપાદેયના વિવેકથી રહિત. તેઓ નારકને પામે છે. • • - X- અથવા પાપ હેતુ એટલે પપિકા દષ્ટિ વડે - દર્શન અભિપ્રાયરૂપથી. - - - - હવે સૂત્રકાર કહે છે કે - • સૂત્ર • ૧૬ - જેમણે આ સાધુધર્મની પ્રરૂપણા કરી છે, તે કાર્ય પુરુષોએ કહેલ છે કે - પ્રાણવધને આનુમોદનાર કદાપી સર્વ દુઃખોથી મુક્ત થતાં નથી. • વિવેચન - ૨૧૬ - પ્રાણવાધ, ઉપલક્ષણથી મૃષાવાદાદિને અનુમોદતા, કરવા - કરાવવાની વાત તો દૂર રહી. અનુમોદના પણ ન તજે, તો મોક્ષની સંભાવના પણ નથી, એમ કહે છે. તેઓ કોનાથી મુક્ત ન થાય? દુઃખે છે તે દુઃખ - કમ, બધાં પણ તે દુખો તે સર્વદુઃખો, તેના વડે અથવા નરકાદિગતિ ભાવિ શારીરિક માનસિક ફલેશોથી, તેથી શ્રમણો પ્રાણાતિપાતથી નિવૃત્ત જ દુસ્તરને તરે છે, બીજા નહીં. તેમ કહેલ છે. શું આ તમે કહો છો ? ના, ઉન્ન પ્રકારે આર્યોએ - બધાં હેય ધર્મોથી દૂર એવા તીર્થકાદિ વડે કે આચાયોં વડે કહેવાયેલ છે. જેમણે - આ હિંસા નિવૃત્તિ આદિ સાધુધર્મ પ્રરૂપેલ છે. આ પ્રમાણે આત્મામાં વર્તમાનને તેની પ્રજ્ઞાપના કરીને ચોરોને પ્રત્યક્ષ સાધુધર્મ નિર્દેશેલ છે. જો એમ છે, તો શું કરવું જોઈએ? • સૂત્ર - ૧ - જે જીવોની હિંસા નથી કરતા, તે “સમિત’ કહેવાય છે. તેમના જીવનમાંથી પાપ” એ રીતે નીકળી જાય છે, જેમ એ સ્થાનેથી પાણી. • વિવેચન - ૨૧૭ પ્રn - પાંચ ઇંદ્રિયો આદિનો જે નાશ ન કરે. ચ શબ્દથી કારણે પણ અનુમતિનો નિષેધ છે. ઉપલક્ષણથી મૃષાવાદાદિથી પણ નિવૃત્ત થાય. તે પ્રાણોનો અતિપાત કેમ ન કરે? પ્રાણોનો અતિપાત ન કરતા તે સમિતિવાળો થાય છે, કેવો થઈને ? પ્રાણીનો રક્ષક બનીને. સમિતત્વમાં શો ગુણ છે ? તે સમિતથી જ્ઞાનાવરણાદિ અશુભ કર્મો નીકળી જાય છે. કઈ રીતે ? અતિ ઉત્તર પ્રદેશથી નીચે જતાં જળની જેમ, આના વડે પૂર્વબદ્ધ કર્મનો અભાવ કહ્યો. - - પાપ ગ્રહણનો અવશ્યપણે અભાવ કહેલ છે. પુન્યના સંહનન આદિ દોષથી મુક્તિ ન મળે, પણ દેવાદિમાં ઉત્પતિ સંભવે છે. પુન્યને પણ સોનાની બેડી સમજી છોડી દેવું. પ્રાણાતિપાતને સ્પષ્ટ કરે છે - • સૂત્ર • ૧૮ - જગતને આશ્રિત જે કોઈ બસ કે સ્થાવર પ્રાણી છે, તેમના પ્રતિ મન-વચન-કાયારૂપ કોઈપણ પ્રકારના દંડનો પ્રયોગ ન કરે. વિવેચન - ૨૧૮ • લોકમાં આશ્રિતને જગતનિશ્ચિત, તેમાં પ્રાણીઓ - ત્રસ તે બસ નામ કર્મોદયવાળા, બે ઇંદ્રિયાદિ અને સ્થાવર - તેનામ કમોંદયવર્તી પૃથ્વી આદિમાં, તેમના નામ આવતાં પરિવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy