________________
૮ર૧૩
૩ ૫ • x” અથવા વિપર્યતા હિતમાં નિ:શેષ બુદ્ધિ જેની છે તે. તથા બાલ - અજ્ઞાની, મદદ - ધર્મકાર્ય કરણમાં અનુધત, મૂઢ- મોહથી આકુલિત માનસવાળા, તે એવા પ્રકારનો શું થાય?
જ્ઞાનાવરણાદિ કર્મોથી ગ્લિગ થાય - ચટ, જેમ માખી કફમાં ચોંટે છે. કફની નિગ્ધતા અને ગંધાદિ વડે આકૃષ્ય થતાં, તેમાં ડૂબી જાય છે. ડૂબીને ધૂળ આદિથી બદ્ધ થાય છે, એ પ્રમાણે પ્રાણીઓ પણ ભોગામિષમાં કર્મો વડે મન થાય છે. (શંકા) જો આ ભોગો આવા કર્મબંધનું કારણ છે, તો શું બધાં જીવો તેનો ત્યાગ કરે છે ? તે કહે છે -
• સૂત્ર - ૧૪ -
આ કામ ભોગોનો ત્યાગ દુષ્કર છે, વીર પુરષો દ્વારા આ કામભોગ આસાનીથી છુટતાં નથી. પણ સુવતી સાધુ તેને એવી રીતે તરી જાય છે, જે રીતે વણિક સમુદ્રને તરી જાય છે.
• વિવેચન - ૨૧૪ -
દુખેથી ત્યાગ કરી શકાય છે તે દુષ્પપરિત્યજા, આ પ્રત્યક્ષ પ્રાપ્ત કામ ભોગો, સુખેથી - પ્રયાસ વિના સુત્યાજ્ય નથી, વિષ યુક્ત સ્નિગ્ધ મધુર અન્નવતું. કોને ? અધીર પુરુષોને. અબુદ્ધિવાળા કે અસત્વવાળા પુરુષોથી. પુરુષના ગ્રહણથી, જેઓ અા વેદોદયથી સુખે તજનારા સંભવે છે, તેઓ પણ આને સુખેથી તજી શકતા નથી. તે પછી અતિદારુણ સ્ત્રીનપુંસક વેદોદયથી આકુળથી તો કેમ છુટે? આ તેનું દુષ્પરિત્યાજ્ય પણું - * - *- કહ્યું, તે અધીર' ને આશ્રીને કહ્યું. ધીરને તો સુત્યાય જ છે.
તેથી કહે છે - સમ્યગુ જ્ઞાનાધિષ્ઠત્વથી શોભન વ્રતો - હિંસા વિરમણ આદિ, જેમને છે તે સુવતી. શાક્તિને આશ્રીને શાંતિસવતી. પૌરુષેયી વડે અને ક્રિયા વડે મુક્તિને સાધે છે તે સાધુ. તેઓ તરવાને પણ અશક્ય એવા વિષય સમૂહ કે ભવને તરી જાય છે - અતિક્રમે છે. કોની જેમ ? વણિજુ ની જેમ. જેમ વણિજુ ન કરી શકાય તેવા સમને ચાન-પાત્રાદિ ઉપાયથી તરે છે, એ પ્રમાણે આ “ધીર' પણ વ્રતાદિ વડે ઉક્ત રૂપ મવથી તરી જાય છે. • x- શું બધાં સાધુઓ આ અત્તરને તરી જાય છે ?
• સૂત્ર - ૧૫ -
અમે શ્રમણ છીએ” એમ બોલવા છતાં, કેટલાંક પશુ જેવા આજ્ઞાની જીવો માણવધને સમજતા નથી. તે મંદ અને અજ્ઞાની પારદષ્ટિને કારણે નરકમાં જ જાય છે.
• વિવેચન - ૨૧૫ -
મુક્તિને માટે ખેદ કરે તે શ્રમણ, - સાધુઓ. મુ – પોતાના નિર્દેશ માટે છે, બીજા કહે છે - મુ એટલે અન્યતીર્થી, પોતાના અભિપ્રાયને કહેતા. પ્રાણવધને ને જાણતા. મૃગ - પશુ સમાન. જ્ઞપરિજ્ઞાથી ન જાણીને તે પ્રાણી કોણ છે? તેમના પ્રાણો ક્યા છે? તેમનો વધ કઈ રીતે ? તે ન જાણતા. પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ ન કરેલા. આના વડે પહેલું વ્રત પણ ન જાણતા, તો બીજા ક્યાંથી જાણે? તેથી મજદ - મિથ્યાત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org