SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ મોક્ષ. આ બંનેને માટે અથવા સમસ્ત હિત તે સમ્યગજ્ઞાનાદિ. તેના જ તત્ત્વથી હિતપણા થકી તેવા નિઃશેષ હિતને માટે અર્થાત્ કઈ રીતે નિઃશેષ હિત તેઓને પ્રાપ્ત થાય ? સર્વે જીવોને અને તે ૫૦૦ ચોરોને આઠ પ્રકારના કર્મોથી મુક્તિ મળે. તે જ પ્રયોજનને માટે મુનિ બોલે છે. भुनिवर મુનિપ્રધાન. જેનો મોહ વિનષ્ટ થયો છે તે વિગતમોહ. અહીં વિગતમોહ વચનથી ચાસ્ત્રિ મોહનીયના અભાવથી યથાખ્યાત ચારિત્ર કહ્યું. - - ૪ - હવે કપિલ મુનિ જે બોલે છે, તે કહે છે - - *-* * * * * .. - સૂત્ર - ૨૧૨ - તથાવિધ ભિક્ષ બધાં પ્રકારની ગ્રન્થિ અને કલહનો ત્યાગ કરે. બધાં પ્રકારના કામભોગોમાં દોષ જોતો મુનિ તેમાં લિપ્ત ન થાય. • વિવેચન - ૨૧૨ 1 બધાં જ બાહ્ય - ધનાદિ અને અત્યંતર - મિથ્યાત્વ આદિ જે ગ્રંથી, તથા કલહનો હેતુ હોવાથી - ક્રોધ, ચ શબ્દથી માનાદિ, અહીં ક્રોધ અત્યંતર ગ્રંથીરૂપ હોવા છતાં તેનું પૃથક્ ઉપાદાન તેના બહુદોષનો જણાવવા માટે છે, એ બધાંનો ત્યાગ કરે. થાવિઘ - કર્મ બંધ હેતુનો, પણ ધર્મ ઉપકરણનો નહીં. ભિક્ષુ - તે જ આવા પ્રકારના ધર્મને યોગ્ય હોવાથી અહીં લીધા છે. અથવા તેઓ જ એ પ્રમાણે મૂક્ત થાય છે. તેથી શું થાય ? - બધાં જ મનોજ્ઞ શબ્દાદીના પ્રકારો કે સમૂહોના કટુ વિપાકોને જોતો - તે વિષયક દોષોને જોતો. કર્મોથી લેપાતો નથી. કેમકે કામદોષજ્ઞને પ્રાયઃ તેવી પ્રવૃત્તિનો અભાવ રહે છે. તથા દુર્ગતિથી આત્માનું રક્ષણ કરે છે. આ પ્રમાણે ગ્રંથ ત્યાગીના ગુણોને જાણીને વિપક્ષે દોષો કહે છે - - સૂત્ર - ૨૧૩ - ભોગરૂપ આમિષ દોષમાં ડૂબેલો, હિત અને નિઃશ્રેયસમાં વિપરીત બુદ્ધિવાળો, અજ્ઞાની, મંદ અને મૂઢ જીવ, કફમાં માખીની જેમ કર્મોમાં બંધાય છે. • વિવેચન ૨૧૩ - ભોગવાય તે ભોગો - મનોજ્ઞ શબ્દાદિ, તે રૂપ આમિષ, અત્યંત મૃદ્ધિ હેતુ પણાથી ભોગામિષ, તે જ આત્માને દૂષિત કરે છે, દુઃખ લક્ષણ વિકાર કરણથી ભોગમિષદોષમાં વિશેષથી નિમગ્ન, અથવા ભોગામિષના દોષો. તેઓ તેમાં આસક્ત થઈને વિચિત્ર કલેશ, સંતાન ઉત્પતિ, તેનુ પાલન આદિથી વ્યાકુળ થઈને વિષાદમાં પડેલ તે ભોગદોષ વિષણ. - * - x + હિતા - એકાંત પથ્ય, નિ:શ્રેયસ્ત - મોક્ષ, અથવા હિત યથા અભિલષિત વિષયની પ્રાપ્તિથી અભ્યુદય અને નિઃશ્રેયસ. તેથી કે તેમાં કે તે બંનેની બુદ્ધિ - તેની પ્રાપ્તિના ઉપાય વિષયક મતિ, તેમાં વિપર્યયતા જેની છે તે હિતનિઃશ્રેયસ બુદ્ધિ વિપર્યસ્ત. Jain Education International · For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy