________________
૮/૨૦૯
૩ ૩ અથવા ધ્રુવ એટલે નિત્ય, તેમ નથી તે અધુવ, તેમાં એ પ્રમાણે કેટલો કાળ રહેવાનું, એવી આશંકા થાય તેથી કહે છે - શાશ્વત, તેવું નથી તે અશાશ્વત તેમાં શાશ્વત થવાથી બે આદિ ક્ષણની અવસ્થિતિ પણ સંભવે, તેનો પણ નિષેધ કરીને પર્યાયાર્થપણાથી વીજળીના ચમકારા માફક ક્ષણમાત્ર અવસ્થાયિની એમ કહ્યું. અથવા બંને પદો એનાર્થક છે.
આમાં પણ શું? જેમાં કર્મવશવર્તી જંતુઓ સંસરે છે તે સંસાર, તેમાં પ્રચુર એવું શારીરિક, માનસિક દુ:ખ સંભવે છે, તેમાં અથવા જેમાં દુઃખોનો પ્રયુર લાભ થાય છે, તેમાં શું? એવું કર્યું અનુષ્ઠાન છે? જેથી હું નરકાદિ દુર્ગતિમાં ન જાઉં. અહીં ભગવન છિન્નસંશયવ છતાં અને મુક્તિગામી હોવા છતાં દુર્ગતિ ન થવાની હોવા છતાં પૂર્વસંગતિકને પ્રતિબોધવા આ પદ કહે છે. નાગાર્જુનીયો જો કે અહીં મોહ ગણાએ” પદ બોલે છે. જાણવા છતાં પ્રાણી મોહાય તે મોહ, તેનાથી ગહન તેવા મોહગાહનમાં.
યોરો પણ આ પદ ફરી ગાય છે, પછી કપિલ કેવલી કહે છે - • સૂત્ર - ૨૧૦ -
પd સંબધોને એક વાર છોડીને પણ ઈ ઉપર નેહ ન કરે. સ્નેહ કરનાર સાથે પણ સ્નેહ ન કરે. એવો ભિક્ષુ બધાં પ્રકારના દોષો અને પ્રદોષોથી મુક્ત થઈ જાય છે.
• વિવેચન - ૨૧૦ -
વિશેષથી - તેનું અનુરમણાદિને છોડીને, કોનું? પૂર્વપરિચિત માતા, પિતાદિનું. ઉપલક્ષણથી બીજાં સ્વજન, ધનાદિ સંયોગ, તે પૂર્વસંયોગ. પછી શું? કોઈ બાહ્ય કે અખંતર વસ્તુમાં પણ હ - આસક્તિ ન કરે. તથા કયા ગુણ થાય તે કહે છે -
અસ્નેહ એટલે અવિધમાન પ્રતિબંધ, સ્નેહ કરણશીલ પ્રતિ પણ બે પુત્ર પત્ની આદિમાં પણ, તેને અપરાધસ્થાન માનીને ત્યાગ કરે. શું કહે છે ?નિરતિચાર ચારિત્રિ થાય. અમુક્ત હવાળો જ પત્ની આદિની આસકિતથી અતિચારરૂપ દોષપદને સાધુ પ્રાપ્ત કરે છે.
પાઠાંતરથી - દોષ એટલે મનથી તાપ આદિ, પ્રદોષ - પરલોકમાં નરક ગતિ આદિથી. ફરી આ જે કરે, તે કહે છે -
• સૂત્ર - ૧૧ -
જ્ઞાન અને દર્શનથી સંપન્ન, મોહમુક્ત કપિલમુનિએ બધાં જીવોના હિત અને કલ્યાણને માટે તથા વિમોક્ષણ માટે આમ કહ્યું :
• વિવેચન - ૨૧૧ -
ત્યાર પછી મુનિવર કહે છે, તે મુનિ કેવા છે ? જેના વડે આત્મા વિશેષથી વાને જાણે તે જ્ઞાન, જેના વડે વસ્તુ સામાન્યરૂપે જોવાય તે દર્શન. તે કેવળજ્ઞાન અને કેવળ દર્શન વડે અથવા પરિપૂર્ણ જ્ઞાન અને દર્શન જેને છે તે સમગ્ર જ્ઞાનદર્શન. તે મુનિ શા માટે બોલે છે ? હિત - ભાવ આરોગ્યનો હેતુ હોવાથી પથ્ય, નિબૅચસ એટલે sa/3]
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org