________________
૩ ૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ મારી પાસે પત્ર-પુષ્પાદિનું મૂલ્ય નથી. સખીજનોમાં હું નિંદા પામીશ. ત્યારે કપિલ પણ ખેદ પામ્યો. દાસીએ કહ્યું - અહીં ધન નામે શ્રેષ્ઠી છે, વહેલી સવારે જે એને પહેલી વધામણી આપે, તેને તે બે માસા સુવર્ણ આપે છે. તો તું જઈને લઈ આવ.
કપિલે કહ્યું સારું.
ત્યારે લોભથી બીજો કોઈ ન પહોંચે, તે માટે તે ઘણો જ વહેલો નીકળ્યો. આરક્ષક પુરષોએ પકડી લીધો. પ્રભાતમાં પ્રસેનજિત રાજા પાસે તેને લાવ્યા. રાજાએ પૂછતા, કપિલે બધો વૃત્તાંત કહી દીધો. રાજા બોલ્યો - જા, અશોક વનિકામાં જા. તેણે
ત્યાં જઈને વિચારવા માંડ્યું કે - બે માસા સુવર્ણમાં તે દાસી ક્યા આભરણ, શાળી વગેરે લઈને મહોત્સવમાં જશે ? તેના કરતા કંઈક વિશેષ જ માંગી લઉં. એમ આગળ વધતા વધતા કરોડ માસા સુવર્ણ સુધી પણ તે ન અટક્યો.
શુભ અવસાયથી તેને સંવેગ ઉત્પન્ન થયો. મતિ સ્મરણ જ્ઞાન થયું. સ્વયંબદ્ધ થયો. જાતે જ લોચ કરી દેવતાદત રહરણ, ઉપકરણાદિ લઈને રાજા પાસે આવ્યો. રાજાએ પૂછ્યું - શું વિચાર્યું? તે બોલ્યો - જેમ લાભ વધે છે, તેમ લોભ વધે છે. બે માસા સુવર્ણનું પ્રયોજન હતું, કરોડોથી પણ પુરું ન થયું. રાજાએ હર્ષિત મુખ કરીને કહ્યું- હે આર્ય ! હું કોટિ માસા સુવર્ણ આપવા તૈયાર છું. કપિલ તેનો ત્યાગ કરીને શમિત પાપ એવો શ્રમણ થયો. પછી છ માસ છદ્મસ્થ રહી કેવલી થયા.
આ તરફ રાજગૃહીના માર્ગમાં અઢાર યોજનની અટવીમાં બલભદ્ર આદિ ઇકકડ દાસ નામના ૫૦૦ ચોરસે રહેતા હતા. કપિલ કેવલીએ જ્ઞાનથી જાણ્યું કે, તેઓ બોધ પામશે. કપિલ કેવલી ત્યાં પહોંચ્યા. તે ચોરોએ જાણ્યું કે કોઈ શ્રમણ આપણો પરાભવ કરવાને આવી રહેલ છે. રોષથી કપિલ કેવલીને પકડીને સેનાપતિ પાસે લઈ ગયા. સેનાપતિએ કહ્યું - હે શ્રમણ ! તમે નૃત્ય કરો. કપિલમુનિ બોલ્યા - તમે વાધ વગાડો તો હું નૃત્ય કરું. ૫૦૦ ચોરો તાળી વગાડવા લાગ્યા. કપિલ કેવલીએ ગાવાની સાથે બોધ વચનો બોલવા શરૂ કર્યા. જેમકે - “અધુવ, અશાશ્વત અને દુઃખ બહુલ સંસારમાં એવું કયું કર્મ છે ? જેનાથી હું દુર્ગતિમાં ન જાઉં ?"
એ પ્રમાણે શ્લોકો ગવાતા કેટલાંક પહેલાં શ્લોકમાં બોધપામ્યા, કેટલાંક બીજામાં બોધ પામ્યા, એ પ્રમાણે પ૦૦ ચોરો બોધ પામ્યા.
એ પ્રમાણે નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર કહે છે - • સૂત્ર - ૨૦૯ -
આધુવ, શાશ્વત, દુઃખ બહુલ સંસારમાં એવું કયું કર્મ છે ? જેના થકી હું દુર્ગતિમાં ન જઉં ?
• વિવેચન • ૨૦૯ -
તે ભગવાન કપિલ નામે સ્વયંબુદ્ધ ચોરોના સમૂહન્ને સંબોધવા આ ધુવક ગાયું. ધ્રુવ- એકાસ્પદ પ્રતિબ્ધ, જે તેવો નથી તે અધુવ. તેવા સંસારમાં, જેમાં અનેક સારા-માઠાં સ્થાનોમાં પ્રાણીઓ ભટકે છે, તેમાં કવચિત અનુત્પન્ન પૂર્વના અભાવથી કહે છે - શાશ્વત એશ્લે નિત્ય અને અનિત્ય તે અશાશ્વત સંસારમાં, અશાશ્વત આ સર્વે રાજ્યાદિ છે. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International