________________
અધ્ય. ૮ ભૂમિકા છે. અધ્યયન - ૮ - “કાપિલીય' છે.
——— --- ૦ “ઉરબ્રીય અધ્યયનની વ્યાખ્યા કરી. હવે આઠમું આરંભીએ છીએ. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં સમૃદ્ધિના ઘણાં અપાયો બતાવી, તેનો ત્યાગ કહ્યો. તે નિલભીને જ થાય છે, તેથી અહીં નિલભત્વ કહે છે. આ સંબંધે આવેલા આ અધ્યયન છે તેમાં નામ નિષ્પન્ન નિપામાં કપિલ નો નિક્ષેપ કહે છે -
• નિર્યુક્તિ - ૨૫૦ થી ૫ર - વિવેચન
કપિલ વિષય નિક્ષેપ નામાદિ ચાર પ્રકારે છે. તેમાં નામ અને સ્થાપના પ્રસિદ્ધ છે. દ્રવ્ય વિષયક બે ભેદ છે - આગમથી અને નોઆગમથી. તેમાં નોઆગમથી ત્રણ ભેદ છે. તે આ - કપિલ શબ્દાર્થ જ્ઞશરીર, પશ્ચાત્કૃત પર્યાય શરીર કહેવાય છે. ભવ્ય શરીર- પુરસ્કૃત કપિલ શબ્દાર્થપણા રૂપ પર્યાય, તદ્ગતિરિકત દ્રવ્ય કપિલ, તે પણ ત્રણ ભેદે છે - એકભાવિક, બદ્ધાયુદ્ધ, અભિમુખનામ ગોત્ર, હવે ભાવકપિલ કહે છે - કપિલ નામ, ગોત્રને અનુભવતો ભાવને આશ્રીને કપિલ થાય છે. તેનાથી આ અધ્યયન આવેલ છે, તે કપિલીય.
આ “કપિલ' થકી કઈ રીતે આવ્યું ? તે કહે છે - • નિયંતિ - ૨૫૩ થી ૫૯ - વિવેચન
વૃત્તિકાર મહર્ષિ આ સાત ગાથાના કેટલાંક વિશિષ્ટ શબ્દોની વ્યાખ્યા કરીને પછી તેનો ભાવાર્થ કથાનક થકી જણાવે છે, તે આ છે -
તે કાળે તે સમયે કૌશાંબી નગરીમાં જિતશત્રુ સજા હતો. ચૌદ વિધાનો પારગામી કાશ્યપ બ્રાહ્મણ હતો જે રાજાને બહુમાન્ય હતો. તેની આજીવિકા રાજા આપતો હતો. તેને યશા પત્ની અને પુત્ર કપિલ હતો. તે કપિલ નાનો હતો, ત્યારે જ કાશ્યપનું મૃત્યુ થયું. તેનું પદ રાજાએ કોઈ બીજા બ્રાહ્મણને આપ્યું. તે અશ્વ અને છત્ર ધારણ કરી જતો. તે જોઈને યશા બ્રાહ્માણી રડવા લાગી. કપિલે પૂછ્યું, ત્યારે તેણી બોલી - તારા પિતા આવી જ ઋદ્ધિથી નીકળતા હતા. કેમકે તે વિધાસંપન્ન હતા. કપિલે કહ્યું - હું પણ માણીશ. યશા બોલી - અહીં ઈષ્યને લીધે તને કોઈ પણ નહીં ભણાવે, શ્રાવસ્તીનગરીએ જા, ત્યાં તારા પિતાનો મિત્ર ઇંદ્રદત્ત બ્રાહ્મણ છે, તે તને ભણાવશે.
- કપિલ તેની પાસે ગયો. ઇંદ્રદત્તે પૂછયું - તું કોણ છે? આદિ. કપિલે બધી વાત કરી. પછી તેમની પાસે ભણવા તૈયાર થયો. ત્યાં શાલિભદ્ર નામે શ્રેષ્ઠી હતો. તેની પાસે ઇંદ્રદત્ત વ્યવસ્થા કરી. કપિલ ત્યાં જમતો અને ભણવા લાગ્યો. કોઈ દાસકન્યા તેને ભોજન પીરસતી હતી. તે હસમુખી હતી, તેની સાથે કપિલ પ્રેમાસક્ત થયો. કન્યા બોલી કે તું મને પ્રિય છો, પણ તારી પાસે કંઈ નથી. મારું પણ કોઈ નથી. પેટને માટે આપણે બીજા-બીજા પાસેની રહ્યા છીએ. હવે હું તારી આજ્ઞા પાળીશ.
કોઈ દિવસે ત્યાં મહોત્સવ આવ્યો. દાસી કપિલથી વિરક્ત થઈ. કન્યાને નિદ્રા આવતી નથી. કપિલે પૂછયું - તને અરતિ કેમ છે ? દાસી બોલી - મહોત્સવ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org