________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
હવે જે કહ્યું કે - “કરેલું પામીને ભોજન કરે”. તેમાં કઈ રીતે તેનો લાભ થાય? તેનો ઉપાય કહે છે અથવા જે કહ્યું કે • નિરપેક્ષ થઈને ભ્રમણ કરે, તેને અભિવ્યક્ત કરવાને માટે કહે છે .
૨૨૨
- સૂત્ર - ૧૭૭ .
એષણા સમિતિથી મુક્ત. લજાવાન, સંયમી મુનિ ગામોમાં અનિયત વિહાર કરે. અપ્રમત્ત રહીને ગૃહસ્થો પાસેથી ભિક્ષા ગદ્વેષણા કરે. • વિવેચન
ઉત્પાદન, ગ્રહણ અને ગ્રાસ વિષયક એષણામાં સમ્યક્ સ્થિત તેને એષણાનું જ ઉપાદાન છે. પ્રાયઃ તેના અભાવમાં ઇર્ષ્યા, ભાષાદિ સમિતિ સંભવે છે તેમ જણાવે છે આના વડે નિરપેક્ષત્વ કહેલું છે.
લજ્જા
સંયમ, તેના ઉપયોગમાં અનન્યતાથી યતિ. ગામમાં કે નગરમાં અનિયત વૃત્તિથી વિચરે. આના દ્વારા પણ નિરપેક્ષતા જ કહી છે. કેવી રીતે વિચરે? પ્રમાદરહિત થઈને. કેમકે વિષયાદિ પ્રમાદના સેવથી ગૃહસ્થોને જ પ્રમત્ત કહેલા છે. પિંડપાત્ - ભિક્ષાની ગવેષણા કરે.
-
-
આ રીતે પ્રસક્ત અનુપ્રસક્તિથી સંયમનું સ્વરૂપ કહ્યું. તે કહેવાથી નિગ્રન્થ સ્વરૂપ પણ કહ્યું. હવે એમાં જ આદરના ઉત્પાદનને માટે કહે છે -
· સૂત્ર --
અનુત્તરજ્ઞાની, અનુત્તરદર્શી, અનુત્તરજ્ઞાન
દાનધર અર્હત, જ્ઞાતપુત્ર, વૈશાલિકે આ પ્રમાણે કહેલ છે, તે હું કહું છું.
♦ વિવેચન - ૧૭૮
આ પ્રકારે ભગવંતે કહેલું છે. અનુત્તરજ્ઞાની - સર્વોત્કૃષ્ટ જ્ઞાનવાળા. અહીં - × અનુત્તર શબ્દ સંજ્ઞા સ્વરૂપ અને કેવળ જ્ઞાનના વાયકપણાથી છે. - x - તેની ઉત્તરે કશું નથી માટે અનુત્તર, તે પ્રમાણે જોનાર તે અનુત્તરદર્શી, સામાન્ય અને વિશેષ ગ્રાહિતાથી જ્ઞાન અને દર્શનનો ભેદ છે. • x- અનુત્તર જ્ઞાન અને દર્શનના એકસાથે ઉપયોગનો અભાવ છતાં લબ્ધિરૂપપણાથી ધારણ કરે છે, તેથી અનુત્તર જ્ઞાનદર્શન ઘર. એમ કહેલ છે.
.
Jain Education International
S
(શંકા) પૂર્વોક્ત બંને વિશેષણોથી આનો અર્થ સ્પષ્ટ જ છે. તો પુનરુક્તિ શા માટે કરી? (સમાધાન) આના બીજા અભિપ્રાય઼પણાર્થી, અહીં જ અનુત્તર જ્ઞાની અનુત્તર દર્શી એવા ભેદના અભિધાનથી જ્ઞાન અને દર્શનનો ભિન્ન કાળ કહેલ છે. તેથી ઉપયોગની માફક બંને લબ્ધિ પણ ભિન્નકાળ ભાવી છે, તેવો વ્યામોહ ઉત્પન્ન ન થાય તે માટે ‘જ્ઞાનદર્શનઘર' કહ્યું.
દેવાદિ વડે પૂજાને યોગ્ય છે માટે અરહંત, એટલે તીર્થંકર. જ્ઞાત - ઉદાર ક્ષત્રિય. અહીં પ્રસ્તાવથી સિદ્ધાર્થ. તેના પુત્ર તે જ્ઞાન પુત્ર એટલે કે વર્તમાન તીથધિપતિ મહાવીર, ભગવાન્ - સમગ્ર ઐશ્વર્યાદિવાળા, વેસાલીય - વિશાલા અર્થાત્ શિષ્યોનું તીર્થ કે યશ
For Private & Personal Use Only
www.jainelibrary.org