________________
૧૯૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
આકુલિત પતંગવત્ મરે છે, તે વશાર્તા મરણ છે. કથંચિત દ્રવ્ય અને પર્યાયના અભેદથી જ આમ કહે છે. એ પ્રમાણે પૂર્વત્ર પણ વિચારવું - ૐ શબ્દ આ અધ્યવસાયના ભેદને
જણાવવાને છે.
હવે અંતઃ શલ્ય મરણ કહે છે -
• નિયુક્તિ - ૨૧૮, ૨૧૯ + વિવેચન
લજ્જા, ગૌરવ કે બહુશ્રુત મદ વડે જે દુશ્વરિત છે, તે જેઓ ગુરુને કહેતા નથી. તેઓ આરાધકો થતા નથી. ગારવ રૂપી પંમાં ડૂબેલા જેઓ બીજાને અતિયાર કહેતા નથી, તેમને દર્શનાદિ સશલ્યમરણ થાય છે.
-
તેમાં લજ્જા - અનુચિત્ત અનુષ્ઠાન સંવરણ રૂપ, ગૌરવ - સાતા, રસ, ઋદ્ધિના અભિમાન રૂપ, આલોચનાર્હ આચાર્ય પાસે જઈને તેમને વંદનાદિ વડે, તેમણે કહેલ તપ અનુષ્ઠાન ન સેવીને ઋદ્ધિ સ સાતા ભાવનો સંભવ છે. ‘હું બહુશ્રુત છું', તો અલ્પદ્યુતવાળા એવા આની પાસે કેમ મારું શા ઉદ્ધરીશ? હું આને કેમ વંદનાદિ કરીશ? આ મારી અપભ્રાજના જ છે. એવા અભિમાનથી જે ગુરુ કર્મો ન આલોયે. કોની પાસે? આલોચનાર્હ આચાયદિ પાસે તે કેવું? દુરનુષ્ઠિત છે.
અનંતર ઉક્ત રૂપે આરાધતા નથી - અવિકલતાથી સમ્યક્ દર્શનાદિને નિષ્પાદન કરે તો આરાધક થાય, તેમ ન કરવાથી ન થાય. શા માટે ન આરાધે ગૌરવ પંક સમાન કાલુષ્ય હેતુતાથી તેમાં ડૂબેલા, લજ્જા અને મદને કારણે પણ જાણવું, પરંતુ જે આ ગૌરવનું ઉપાદાન કર્યું, તે આના અતિદુષ્ટપણાને જણાવે છે. જેઓ દર્શન, તે જ્ઞાન, ચારિત્ર વિષયક અપરાધો આચાર્યાદિને કહેતા નથી, તેમાં દર્શન વિષયક તે શંકાદિ, જ્ઞાન વિષયક તે કાળ અતિક્રમ આદિ, ચાસ્ત્રિ વિષયક તે સમિતિ આદિ ન પાળવા રૂપ. શલ્ય - કાલાંતરે પણ અનિષ્ટ ફળ વિધા ન પ્રતિ અવંધ્યપણાથી, તેના સહિતનું મરણ તે સશલ્ય - અંતઃશલ્ય મરણ થાય.
હવે અત્યંત પરિહાર્યતા ને જણાવવા માટે કહે છે - • નિયુક્તિ • ૨૨૦ + વિવેચન -
ઉક્ત સ્વરૂપ સશલ્યમરણ વડે મરીને - પ્રાણોને ત્યજીને, જીવો ઘણો કાળ ભમે છે, ક્યાં? સંસાર કાંતારમાં. કેવો સંસાર? જેમાં મહાભય રહેલ છે, તેવા સંસારમાં, તથા જેનો દુઃખેથી અંત થઈ શકે છે તેવો તે દુરંત છે તેમાં. હવે તદ્ભવમરણ કહે છે • નિયુક્તિ - ૨૨૧ + વિવેયન ·
-
મુક્ત્વા - છોડીને, કોને? અકર્મભૂમિજા એટલે દેવકુર અને ઉત્તર આદિમાં ઉત્પન્નપણાથી જે મનુષ્ય અને તિર્યંચ છે તેને, કેમકે તેમનો જ તદ્ભવ પછી દેવોમાં ઉત્પાદ થાય છે દેવો ચાર નિકાયવર્તી હોય. નરકમાં થાય તે નૈરયિક, તેમને પણ છોડીને. તે દેવોની તે ભવ પછી તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પત્તિ થાય. કર્મભૂમિ જ મનુષ્ય અને તિર્યંચ જીવોને તદ્ભવ મરણ થાય, તેમાં જ ફરી ઉત્પન્ન થાય. તેથી જે ભવમાં જીવો વર્તતા હોય, તે ભવને યોગ્ય જ આયુ બાંધીને ફરી તેના ક્ષયથી મસ્તાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org