________________
૪/૧૨૨ ગ્રહણ કરીને તે કૂવામાં નાંખતી હતી. પછી તે આવનાર તેમાં જ નાશ પામતો હતો. એ પ્રમાણે નગરને લુંટતા - લુંટતા તેમનો કાળ વ્યતીત થતો હતો. ચોર પકડનારા પણ તેમને પકડી લેવાનો સમર્થ ન હતા. તેથી નગરમાં ઉપદ્રવ થતો.
ત્યાં મૂલદેવ રાજા હતો. તે કઈ રીતે રાજા થયો?
ઉજ્જૈની નગરીમાં બધી ગણિકામાં પ્રધાન એવી દેવદત્તા નામે ગણિકા હતી. તેની સાથે અચલ નામે કોઈ વણિક્ર પુત્ર વૈભવ સંપન્ન એવો મૂળદેવ વસતો હતો. તે ગણિકાને મૂલદેવ ઘણો ઇષ્ટ હતો. પણ ગણિકાની માતાને અચલ શ્રેષ્ઠી જ ઇષ્ટ હતો.
તે ગણિકામાતા, ગણિકાને કહેતી કે - આ જુગારીનો તને શો મોહ છે? દેવદત્તા તેની માતાને કહેતી, હે માતા! આ પંડિત છે. ગણિકા માતાએ પૂછયું - શું આ આપણાથી અધિક વિજ્ઞાનને જાણે છે? અચલ બોંતેર કળામાં પંડિત જ છે.
તેણીએ કહ્યું - અચલને કહો કે દેવદત્તાને શેરડી ખાવા માટેની શ્રદ્ધા-ઇચ્છા છે. ગણિકાની માતાએ જઈને કહ્યું ત્યારે અચલે વિચાર્યું કે કેટલી શેરડી વડે હૃદેવદત્તાને ખુશ કરી શકું? તેણે ગાડું ભરીને શેરડીના સાંઠા મોકલી દીધા. દેવદત્તા બોલી કે શું હું હાથણી છું?
પછી દેવદત્તા એ કહ્યું - મૂલદેવ પાસે જઈને કહો કે દેવદત્તા શેરડી ખાવાની ઇચ્છા રાખે છે. ગણિકાએ જઈને મૃલદેવને વાત કરી. તેણે કેટલીક શેરડીના સાંઠા લીધા, તેને છોલી નાખ્યા. પછી તેના ટુકડા કર્યા. તે શેરડીના ટુકડાને ચાતુર્નાતક આદિ વડે સુવાસિત કર્યા, પછી મોકલ્યા. ત્યારે દેવદત્તાએ કહ્યું કે - જુઓ આનું આ વિજ્ઞાન.
ત્યારે ગારિકામાતા મૌન રહી. મૂલદેવ પ્રત્યે પ્રસ્વેષને ધારણ કરતી અચલને કહે છે- હું એવું કંઈક કરીશ, જેથી મૂલદેવપકડાઈ જાય. અયલે ૧૦૮ દીનાર દેવદત્તાને ભાડા રૂપે આપીને રાખી. ગણિકામાતાએ દેવદત્તાને કહ્યું કે, હવે અચલ તારી સાથે રહેશે. આ દીનાર આપેલા છે. બપોરના સમયે જઈને દેવદત્તાને કહ્યું કે- અચલને કોઈ ત્વરિત કાર્ય ઉત્પન્ન થતાં તે ગામ ગયેલ છે. દેવદત્તાએ મૂલદેવને બોલાવવા મોકલ્યો. મૂલદેવ આવ્યો. તેણીની સાથે રહ્યો.
ગણિકામાતાએ અચલને સંદેશો મોકલ્યો કે બીજા દ્વારેથી તમે આવો. તેણે ઘણાં પુરુષો સાથે આવીને ગર્ભગૃહને વીંટી લીધુ મૂલદેવ અતિ સંભ્રમથી શય્યાની નીચે છુપાઈ ગયો. અચલે તે ધ્યાન રાખી લીધું. દેવદત્તાની દાસીઓ અચલના શરીરના અચંગનાદિ માટે બધી સામગ્રી લઈને આવી. અચલ તે જ શય્યામાં બેઠો અને કહે છે કે- આ જ શય્યામાં રહેલા મને અમ્પંગનાદિ સ્નાન કરાવો.
દેવદત્તા બોલી કે - આખી શય્યા બગડી જશે. અચલે કહ્યું - હું આના કરતાં ઉત્કૃષ્ટતર શય્યા તને આપીશ. મેં એવું સ્વપ્ર જોયેલ છે કે મારે શામાં જ અવૃંગા, ઉદ્વર્તન અને સ્નાનાદિ કરવા. તે બધીએ તેમ કર્યું. ત્યારે સ્નાન અને વિલેપનથી an[2] For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain education International