________________
૧/૮
ઉત્તરાધ્યયન મૂલ-સટીક અનુવાદ ભીંજાયેલા મૂલદેવને અચલે વાળ પકડીને બહાર ખેંચ્યો. ત્યારે મૂલદેવે કહ્યું મને છોડી દો. કોઈ દિવસ હું તમને તેનો ઘણો સારો બદલો વાળી દઈશ. અયલ વડે અપમાનીત થયેલો મૂલદેવઘણી જ લાને ધારણ કરતો ઉજ્જૈનીથી નીકળી ગયો કેમકે અયલની શરત હતી કે તારે આ સ્થાન છોડીને ચાલ્યા જવું.
મૂલદેવ ત્યાંથી નીકળી બેન્નાતટ નગરે ગયો.
તેને માર્ગમાં એક પુરુષ મળેલ હતો. મૂલદેવે તે પુરુષને પૂછ્યું કે ક્યાં જાય છે? તેણે કહ્યું કે- બેન્નાતટ નગરે. ત્યારે મૂલદેવે કહ્યું - ચાલો, આપણે બંને સાથે જઈએ. તેણે તે વાત સ્વીકારી લીધી.
બંને ચાલ્યા જાય છે, માર્ગમાં એક અટવી આવી. તે પુરુષની પાસે ભાથું - ભોજન હતું. મલદેવ વિચાર કરે છે ... આ મને તેના ભોજનમાંથી કંઈક પણ આપશે. આજે આપશે, કાલે આપશે એવા આશયથી તેની સાથે ચાલ્યો જાય છે, પણ તે પુરુષ મૂલદેવની કંઈ ખાવા માટે આપતો નથી. બીજે દિવસે આવી પસાર કરી. મૂળદેવે તેને પૂછ્યું કે - નજીક કોઈ ગામ છે? તે પુરુષે કહ્યું કે - અહીંથી બહુ દૂર નહીં તેવા માર્ગમાં ગામ છે.
ત્યાર પછી મૂલદેવે તેને પૂછ્યું - તું ક્યાં રહે છે? તેનો જવાબ આપ્યો કે - આ ગામમાં જ રહું છું. મૂલવે ફરી પૂછયું કે- તો કઈ રીતે હું જાઉં તો આ ગામે જઈ શકું? તે પુરુષે તેને માર્ગ દેખાડ્યો.
મૂલદેવ તે ગામે ગયો. ત્યાં ભિક્ષાને માટે ભ્રમણ કરતાં અડદ પ્રાપ્ત થયા. તે વખતે સંપન્નકાળ વર્તતો હતો. તે ગામથી મૂલદેવ નીકળ્યો. તે વખતે કોઈ સાધુ માસક્ષમણના પારણે ભિક્ષા નિમિત્તે ત્યાં પ્રવેશ્યા. મૂલદેવે ત્યારે સંવેગ પ્રાપ્ત થઈ પરમ ભકિતથી તે અડદ વડે તે સાધુને પ્રતિલાભિત ફર્યા.
આ બોલ્યો કે તેમનુષ્યોને ધન્ય છે, જેને અડદ વડે સાધુનું પારણું કરાવવાનો લાભ મળેલ છે. ત્યારે નીકટમાં રહેલા દેવતાએ કહ્યું- હે પુત્રા આ ગાથાના પશ્ચાદ્ધથી જે માંગીશ, તે હું તને આપીશ.
મૂલદેવે ગાથાનો પશ્ચાદ્ધ ભણ્યો - દેવદત્તા ગણિકા, હજારહાથ સહિતનું રાજ્ય (મને પ્રાપ્ત થાઓ) દેવતાએ કહ્યું કે- તુરંત જ પ્રાપ્ત થશે.
ત્યાર પછી મૂલદેવ બેન્નાતટ નગરે ગયો. ત્યાં કોઈ ખાતર થઈને ચોરી કરનારો પકડાયો હતો, તેને વધ કરવા માટે લઈ જતા હતા. ત્યાં વળી કોઈ અપુત્રક રાજા મરણ પામ્યો. તેથી તેઓએ અશ્વને અધિવાસિત કર્યો. તે અશ્વ મૂલદેવની પાસે આવ્યો. પીઠે બેસાડ્યો પછી અશ્વ તેને લઈને રાજ્યમાં ગયો. ત્યાં મૂલદેવનો રાજ્યાભિષેક થતાં રાજી બળ્યો.
તેણે તે પુરુષ (માર્ગમાં મળેલો તે)ને બોલાવ્યો. તેને કહ્યું કે - સારું થયું કે તું માર્ગમાં મારી જોડે હતો, અન્યથા હું માર્ગમાં જ વિનાશ પામ્યો હોત. તેથી તને હું આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org