________________
૧૭૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ સંભવે છે, ત્યાં સુધી આ પ્રાણધારણારૂપ જીવિત ને અન્ન પાન ઉપયોગાદિથી વૃદ્ધિ પામીને, તેના અભાવમાં પ્રાયઃ તેના ઉપક્રમણનો સંભવ હોવાથી આમ કહ્યું છે. સુધા આદિનું પણ પિક્રમણ કારણત્વથી અભિધાન છે. અહીં બૅરિત્ર જ બૃહયિત્વા એમ વ્યાખ્યા કરવી, અન્યથા “અસંસ્કૃત' જીવિત છે, એ વાતનો વિરોધ થાય એમ વિચારવું.
ત્યારપછી શું? લાભ વિશેષ પ્રાપ્તિના ઉત્તર કાળે, પરિણાય - સર્વ પ્રકારોથી બોધ પામીને, જેમ આ પણ આ નહીં, પૂર્વવત્ સમ્યમ્ દર્શનાદિ વિશેષ હેતુ, તથા આનાથી જરા ન થાય, જરા કે વ્યાધિથી અભિભૂત ન થાય, તેથી તથાવિધ ધર્મધ્યાન પ્રતિ સમર્થ. કહ્યું છે કે
જયાં સુધી જરા પડતી નથી, વ્યાધિ જ્યાં સુધી વધતી નથી, જ્યાં સુધી ઇંદ્રિયો હાનિ પામેલી નથી, ત્યાં સુધી ધર્મનું સમ્યક્ આચરણ કર”
આ પ્રમાણે જ્ઞપરિજ્ઞાથી જાણીને, પછી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ભોજનનું પ્રત્યાખ્યાન કરે. સર્વથા જીવિતથી નિરપેક્ષ થાય, એ ભાવ છે. મલવતુ અત્યંત આત્મામાં લીનતાથી મલ - આઠ પ્રકારના કર્મ, તેનો અપર્વાસ કરવાનો સ્વભાવ જેનો છે, તે મલ અપવૅસી અથતિ મલનો વિનાશ કરનાર થાય છે. તેથી જ્યાં સુધી લાભ થાય ત્યાં સુધી ગુણોને માટે જ દેહને ધારણ કરવુો.
અથવા જીવિતને પુષ્ટ કરીને લાભાંતર - લાભ વિચ્છેદમાં અંતર અને બાહ્ય મલના આઋયત્વથી મલ - દારિક શરીર, તેનો અપક્વંસ કરનાર થાય. શો અર્થ છે? જીવિતને ત્યજી દે. અહીં એમ કહેવા માંગે છે કે- આ આનો એક જ ગુણ મનુષ્ય પામીને ધર્મનો લાભ મેળવે છે, એ પ્રમાણે ભાવના કરતો જ્યાં સુધી આ શરીરથી તેને લાભ થાય છે, ત્યાં સુધી તેનું પોષણ કરે. લાભનો વિચ્છેદ સંભવ થતાં સંલેખનાદિ વિધાનથી તે શરીરનો ત્યાગ કરે.
અહીં જ્યાં સુધી લાભને ધારણ કરે, તે સંબંધમાં મંડિક ચોરનું ઉદાહરણ છે. તેમાં સંપ્રદાય આ પ્રમાણે છે
બેન્નાતટ નગરમાં મંડિક નામે વણકર, પરવ્યના હરણમાં પ્રસક્ત હતો અને તે દુષ્ટવણ છું એમ લોકોમાં પ્રકાશિત કરતો જાનુ દેશાણી નિત્ય જ ભીના લેપ વડે લિમ થઈને રાજમાર્ગમાં વણકરના શિલ્પથી આજીવિકા કરતો હતો. ભમતો હોવા છતાં પણ દંડ ધારણ કરીને પગ વડે કલેશ પામતો ભમતો હતો. રાત્રિના ખાતર પાડીને ધનને ગ્રહણ કરીને નગરની સમીપમાં ઉધાનતા એક દેશમાં ભૂતિગૃહમાં ત્યાં નિક્ષેપ કરતો.
ત્યાં તેની બહેન એવી કન્યા રહેતી હતી. તે ભોંયરાની મધ્યમાં એક કૂવો હતો. જેમાં તે ચોર દ્રવ્યથી પ્રલોભિત સાથે આ દ્રવ્યનું વહન કરતી હતી. તે તેની બહેન કૂવાની સમીપે પૂર્વે રાખેલ આસને બેસીને પગ ધોવાના બહાનાથી બંને પગેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org