________________
૪/૧ર૦ દીપ અને અગ્નિ વડે ગુફાના અંધકારમાં મોહિત થઈ અહીં-તહીં બધે પરિભ્રમણ કરે છે, તેમાં પ્રતિકાર મહાવિષવાલા સર્પે દંશ દીધો. ઉંડી ખીણમાં જઈને તે પડ્યો. ત્યાં જ તે મૃત્યુ પામ્યો.
એ પ્રમાણે અનંત ભવોની અપેક્ષાથી પ્રાયઃ તેના અપગમ રહિતતાથી, જેના વડે મોહાય તે મોહ - જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય રૂ૫, તેના વડે - અનંત મોહને કારણે નૈયાયિક એટલે, મુક્તિ જેનું પ્રયોજ છે તેવો સચગ દશનાદિ મોક્ષમાર્ગ જોવા છતાં - ઉપલબ્ધ થવા છતાં, અષ્ટ અર્થાત તેના દર્શન ફળનો અભાવ થાય છે. અથવા અદ્રષ્ટ જ થાય છે.
અહીં એવું કહે છે કે જેમ તે ગુફાની અંદર પ્રમાદથી નાશ પામેલા દીપની જેમ પહેલો ઉપલબ્ધ વસ્તુતત્વ છતાં પણ દીપના અભાવે તે અષ્ટ થાય છે. તેમ આ પ્રાણી પણ કંઈક કર્મના ક્ષયોપશમાદિથી સમ્યગદર્શનાદિક મુક્તિ માર્ગને ભાવપ્રકાશદીપથી શ્રુત જ્ઞાન રૂપ જોવા છતાં ધન આદિની આસક્તિથી તેના આવરણના ઉદયથી અદષ્ટ જ થાય છે. તથા તે ધન માત્ર તેના રક્ષણ માટે જ થતું નથી. તેમ નહીં, પણ ત્રાણ હેતુ પ્રાપ્ત કથંચિત્ સમ્યગુ દર્શનાદિને પણ હણે છે.
આ પ્રમાણે ધનાદિ સકલ કલ્યાણકારી થશે, તે આશંકામાં તેનું ફુગતિ હેતુત્વ અને કર્મોનું અવંધ્યત્વ દર્શાવીને જે કરે તે કહે છે.
• સન્ન - ૧૧ -
જામજ્ઞ જ્ઞાની સુતેલા ઊંકો મળે પણ પ્રતિકાણ જાગતો રહે પ્રમાદમાં એક સગાને માટે પણ વિચાર ન કરે, સમય ભર્યકર છે. શરીર દુર્બળ છે. તેથી ભારડ પક્ષીવત રાપમાદી થઈ વિચરણ કરે.
• વિવેચન - ૧ -
સુતેલા - દ્રવ્યથી ઉંઘતા અને ભાવથી ધર્મ પ્રતિ અજાગ્રત એવા - - સુતેલા પણ અને જાગત પણ શું? પ્રતિબુદ્ધ - દ્રવ્યથી જાગતા અને ભાવથી યથાવસ્થિત વસ્તુ તત્વના અવગમથી જીવવાનો - પ્રાણ ધારણનો સ્વભાવ જેનો છે. તેવા પ્રતિબદ્ધ જીવી તેઓ સૂતા હોવા છતાં અવિવેકી-ગતાનુગતિકપણાથી ન સૂતેલા. પરંતુ પ્રતિબુદ્ધ એવા જ જાવજીવ રહે, તેમાં દ્રવ્ય નિદ્રાના પ્રતિષેધમાં અગડદત્તનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે -
ઉજૈનીમાં જિતશબુ સજા, અમોધરથ નામે રસિક, તેની યશોમતી નામે પત્ની અને તેને અગડદત્ત નામે પુત્ર હતો. અગડદત નાનો હતો ત્યારે જ તેના પિતા મૃત્યુ પામ્યા. તેણે પોતાની વારંવાર રડતી માતાને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેણીએ કહ્યું કે આવા અમોધ પ્રહારી રથિક તારા પિતા હતા ત્યારે અગડદત્તે પૂછયું કે, એવું કોઈ છે કે જે મને આ વિદ્યા શીખવે. માતાએ કહ્યું કે કૌશાંબી દટપ્રહારી નામે તારા પિતાનો મિત્ર છે. તે શીખવી શકે. અગડદત કૌશાંબી ગયો. તેણે દેટપ્રહારી આચાર્યને જોયા.
ત્યારપછી તેમણે પોતાનો પુત્રવત્ ગણી અગડદત્તને બધી વિધાકળાઓ શીખવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org