________________
૧૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ કોઈ દિવસે ગુરુજનની અનુજ્ઞા લઈ પોતાની શિક્ષાનું દર્શન કરાવવા રાજકુળે ગયો. ત્યાં તેની કળા જોઈને બધાં હતહૃદયી થઈ ગયા. ત્યારે રાજાએ કહ્યું, બોલ તારે શું જે છે? જે આપ આપો.
- રાજાએ કહ્યું કે, પૂર્વે અહીં સંધિ છેદકો હતા. અત્યારે પણ દ્રવ્યનું હરણ, ચોરી આદિ થાય છે. માટે તું આ નગરનું રક્ષણ કર. પણ સાત અહોરાત્રમાં ચોરના સ્વામીને પકડી લાવવાનો નિર્ણય કર્યો. રાજાએ પણ તે વાત સ્વીકારી. ત્યારે અગડદત્ત ખુશ થતો નીકળ્યો. તેણે વિચાર્યું કે, આવા ચોર આદિ લોકો વિવિધ - પ્રવેશે ભટક્તા હોય છે, તો હું એવા સ્થાને તેમની તલાશ કરે.
ત્યાંથી નીકળી કોઈ શીતળ છાયાવાળા વૃક્ષની નીચે દુર્બળમલિન વસ્ત્ર ધારણ કરી, ચોરને પકડવાનો ઉપાય વિચારવા લાગ્યો. તે જ વૃક્ષની છાયામાં કોઈ પરિવ્રાજક પણ પ્રવેશ્યો. તેના લક્ષણો જોઈને ગડદત્તને થયું કે નક્કી આ ચોર જણાય છે. તે પરિવ્રાજકે તેને પૂછ્યું, તમે કોણ છો? કયા નિમિત્તે ફરી રહ્યા છો? અગડદત્તે કહ્યું કે હું ઉજ્જૈનીનો છું, સંપત્તિ ખલાસ થઈ જતાં ભટકી રહ્યો છું. ત્યારે તેણે કહ્યું કે, હું તને વિપુલ ધન આપીશ.
- ત્યાર પછી સત્રિ પડી. તે પરિવ્રાજકે ત્રિદંડનું શસ્ત્ર બનાવ્યું અને બોલ્યો કે, હું નગરમાં જઈ રહ્યો છું ત્યારે સાશંક એવો અગડદત્ત તેની પાછળ ચાલ્યો. તેને થયું કે આ જ તે ચોર છે. પછી તે પરિવ્રાજક કોઈ પુન્યવાનના શ્રીભવનમાં સંધિ છેદ કરીને ગયો. અનેક ભાંડાદિથી ભરેલ પેટીઓ કાઢી, ત્યાં તે સ્થાપીને ગયો. અગડદત્તે તેનો પીછો કર્યો. તેટલામાં તે પરિવ્રાજક દેવકુલેથી દરિદ્ર પરષોને લઈને આવ્યો. તે બધી પેટીઓ ગ્રહણ કરી. નગરથી નીકળી ગયા. પછી પરિવ્રાજકે અગડદત્તને કહ્યું કે અહીં જીર્ણોધ્યાનમાં થોડી નિદ્રા લઈએ, પછી નીકળીશું.
જ્યારે દરિદ્ર પુરુષો સૂઈ ગયા ત્યારે પરિવ્રાજક અને અગડદત્ત બંને શય્યામાં ઉંઘવાનો ડોળ કરવા લાગ્યાં. અગડદત્ત ધીમેથી ઉઠી વૃક્ષની છાયામાં સંતાઈ ગયો. દરિદ્ર પુરુષો ને નિદ્રાવશ જાણી તે પરિવાજપે તેમને મારી નાંખ્યા. અગડદત્તને ત્યાં ન જોતા શોધવા લાગ્યા. તેણે પરિવ્રાજકને એક જ પ્રહારથી પાડી દીધો. પછી તેના કહેવા પ્રમાણે શ્મશાનમાં પશ્ચિમ ભાગે ગયો. ત્યાં પરિવ્રાજકની બહેન હતી. તેણીને પરિવ્રાજકની તલવાર આદિ નિશાની દેખાડી. પછી ચુપચાપ તેણીનું ચત્રિ જોવા લાગ્યો. તેણીએ અગડદત્તને વિશ્રામ લેવા કહ્યું.
ત્યારે અગડદરતે શય્યામાંથી પ્રચ્છન્નપણે ખસી ગયો. તેણીએ પહેલાંથી રાખેલી શીલા ત્યાં પછાડીને કહ્યું કે હાશ! મારા ભાઈનો હત્યારો ખતમ થઈ ગયો. અગડદો બહાર નીકળી તેણીને વાળ વડે પકડી લીધી. તેણીને પકડીને રાજગૃહે લઈ ગયો. પછી રાજઋદ્ધિ પામ્યો.
આ પ્રમાણે બીજા પણ અપ્રમત્ત આ લોકોમાં જ કલ્યાણભાગી થાય છે. દવ્ય સુખોમાં પ્રતિબુદ્ધજીવીનું દૃષ્ટાંત કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org