________________
૪/૧૧૯ થયો, તે પ્રમાણે બીજા પણ વિવેકીઓએ પ્રયત્ન કરવો. તેથી વાયકવરે કહ્યું છે - રોગથી હણાયેલો, દુઃખથી પીડિત, સ્વજનથી પરિવૃત્ત, ઘણો જ કરુણ કંદન કરે તો પણ તેના રોગને હણવાને આ બધાં સમર્થ નથી. માતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, મિત્રો જો તેના રોગને હણી શક્તા નથી, તો તેવા સ્વજનનો ભાર શા માટે વહન કરે છે? તેઓ રોગને દૂર કરવામાં સમર્થ નથી, અને ધર્મમાં વિન કરનારા છે, વળી મરણથી રક્ષણ કરતાં નથી, તેવા બીજા સ્વજનાદિથી શો લાભ છે? તેથી સ્વજનોને માટે જો તું કાર્ય કરે છે, તો હે નિર્લજજા પરલોકમાં જઈને તેના ફળને ભોગવજે. હે મૂઢી તે કારણથી તું સ્વજન ઉપરની આસક્તિ છોડીને, નિવૃત્ત થઈ ધર્મ કર, કે જે ચતનપૂર્વક પરલોકનું ભાથું છે.
આ પ્રમાણે સ્વકૃત કમથી સ્વજન વડે મુક્તિ નથી, તેમ કહ્યું. હવે કોઈ માને કે દ્રવ્ય જ તેની મુક્તિને માટે થશે, તેથી કહે છે -
• સુત્ર • ૧૨૦ -
પ્રમત્ત મનુષ્ય આ લોકમાં કે પરલોકમાં ધનથી રહાણ પામતો નથી. અંધારામાં જેનો દીપ બુઝાઈ ગયો હોય, તેને પહેલા પ્રકાશમાં જોયેલો માર્ગ પણ જોયા છતાં ન જોયેલ જેવો થઈ જાય છે. તેમ અનંત મોહના કારણે પ્રમત્ત વ્યક્તિ મોજ માગને જવા છતાં જોતો નથી.
• વિવેચન - ૧૦ -
દ્રવ્ય વડે સ્વકૃત કર્મોથી રક્ષણ પ્રાપ્ત થતું નથી. કોને? પ્રમાને અર્થાત્ મધ આદિ પ્રમાદ વશને. કયાં? આ અનુભૂયમાનપણે પ્રત્યક્ષ જ જન્મમાં, અથવા પરમવમાં. અહીં પણ જન્મમાં કેમ રક્ષણ માટે ન થાય, તે વિશે વૃદ્ધ સંપ્રદાય બતાવે છે.
કોઈ એક રાજા ઇન્દ્ર મહોત્સવ આદિ કોઈક ઉત્સવમાં પોતાના નગરમાં નીકળે છે - ઘોષણાં કરાવે છે કે, બધાં પુરુષોએ નગરથી નીકળી જવું તેમાં પુરોહિત પુત્ર રાજવલ્લભ વેશ્યાગૃહમાં પ્રવેશેલો. ઘોષણા સાંભળવા છતાં નીકળ્યો નહીં. તેને રાજપુરષોએ પકડી લીધો. દંડ આપવા છતાં તેને છોડ્યો નહીં. અભિમાનથી તેણે વિવાદ કરતાં રાજાની પાસે લઈ ગયા. રાજાએ પણ આજ્ઞા કરી કે તેને બાંધી દો. પછી પુરોહિત આવ્યો. તેણે કહ્યું - હું મારું સર્વસ્વ આપી દઉં છું. મારા પુત્રને મારશો નહીં. તો પણ તેને મુક્ત ન કર્યો. શૂળીએ ચડાવીને મારી નાંખ્યો.
એ પ્રમાણે બીજાને પણ ધન વડે અહીં કોઈ શરણ પ્રાપ્ત થતું નથી. તો બીજા જન્મમાં તો વાત જ ક્યાં રહી? તેની મૂછવિાળાને વળી તેનો અધિકતર દોષ કહે છે - તેમાં દવ આ પદને સંસ્કારની અપેક્ષા વિના નિક્ષેપો કરવા નિયુક્તિકાર કહે છે -
• નિક્તિ - ૨૦૬ + વિવેચન -
દીવ ના બે ભેદ છે - દ્રવ્ય દીવ અને ભાવ દીવવળી આ એકેકના પણ બે ભેદો છે. તે આ પ્રમાણે - આસાસ ... આશ્વાસિત કરે છે અર્થાત અત્યંત આકલિત જનને સ્વસ્થ કરે છે. તે આશ્વાસ. તે જ દીવ એ પદના સંબંધથી શત મુખપણાથી For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International