________________
Ex
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
એ પ્રમાણે જીવનું મૂલ પ્રયોગકરણ કહ્યું, હવે ઉત્તર પ્રયોગકરણ ને નિયુક્તિકારશ્રી બે નિયુક્તિ વડે કહે છે -
• નિયુક્તિ - ૧૯૩, ૧૯૪ + વિવેચન -
હવે ઉત્તરકરણ તે શરીરકરણ અને પ્રયોગ નિષ્પન્ન છે. તેના ભેદો અનેકવિધ છે, સંક્ષેપથી ચાર ભેદે છે. તે વાત અહીં કહે છે
-
મૂલ પ્રયોગકરણ પછી ઉત્તર પ્રયોગકરણ કહે છે. તે કઈ રીતે? શરીકરણ, તે તે ક્રિયા પ્રતિ સાધકતમપણાથી શરીર કરણ, તેનો પ્રયોગ - વીર્યાન્તરાયના ક્ષયોપશમ જ જીવ વીર્ય જનિત વ્યાપાર, તેનાથી નિષ્પન્ન શરીરકરણ પ્રયોગ નિષ્પન્ન, તેથી જ શરીર નિષ્પત્તિની અપેક્ષાર્થી આનું ઉત્તરત્વ કહેવું. તે ઉત્તરકરણ, ભેદને આશ્રીને અનેક પ્રકારે છે.
તાત્પર્ય - સંસારીના કાર્યો વિસદંશ રૂપે ઘણાં દેખાય છે. તેથી તેના સાધનો વડે પણ ઘણાં કરણો વડે થાય છે. તેને વિસ્તારથી કહેવા શક્ય નથી, તેથી ચાર ભેદે કહે છે. તે સંક્ષેપથી ચાર ભેદના નામો આ પ્રમાણે છે - સંઘાતનાકરણ, પરિશાટનાકરણ, મિશ્રકરણ અને તેનો પ્રતિષેધ - સંઘાતના પરિશાટના શૂન્ય. તેના ચાર ઉદાહરણ પટ અર્થાત વસ્ત્રમાં સંઘાતન, શંખમાં પરિશાટના, શકટ - ગાડામાં ઉભય છે તથા હુંઠામાં તે બંનેનો અભાવ છે. - ૪ - x x” હવે અજીવ પ્રયોગ કરણ -
• નિયુક્તિ ૧૯૫ - વિવેચન -
જે-જે નિર્જીવોના જીવ પ્રયોગ કરાય છે, તે - તે વર્ણાદિ કે રૂપ કર્માદિ તે સજીવ કરણ. દ્રવ્યકરણ કહ્યું, હવે ક્ષેત્રકરણ કહે છે
·
• નિયુક્તિ - ૧૯૬ + વિવેચન -
નિત્યત્વથી ક્ષેત્રનું કરણ સાથે જતું નથી, તો કઈ રીતે ક્ષેત્ર કરણ સંભવે છે? તે કહે છે - આકાશ વિના નિર્વસ્ત્ય થતું નથી. જેથી અલ્પ પણ દ્વિ અણુક સ્કંધ આદિ, તેથી તેના પ્રાધાન્યથી દ્રવ્યકરણ પણ ક્ષેત્રકરણ કહેવાય છે - * - * - ક્ષેત્ર શબ્દ આકાશનો વાચ્ય છે. તથા પર્યાય શબ્દત્વથી આ બંનેનું આ અભિધાન અદુષ્ટ જ છે. અને તે વ્યંજન - શબ્દ, તેનો પર્યાય - અન્યથા થવું તે વ્યંજન પર્યાય છે. તેને પ્રાપ્ત. – x • ઇક્ષુ ક્ષેત્ર કરણાદિ બહુ પ્રકારે છે. . સંપ્રદાયથી કહે છે કે - વ્યંજન પર્યાય પ્રાપ્ત જે ક્ષેત્રનો અભિલાપ કરાય છે, તે આ પ્રમાણે - ઇશ્યુ ક્ષેત્ર કરણ, શાલિ ક્ષેત્ર કરણ, તલ ક્ષેત્ર કરણ ઇત્યાદિ, અથવા જે ક્ષેત્રમાં કરણ કરાય કે વર્ણવાય છે, તે ક્ષેત્રકરણ, હવે કાલકરણ કહે છે.
-
--
-
• નિયુક્તિ ૧૯૦ + વિવેચન -
કાલ - સમયાદિ યાવત્ પરિમાણ, જે કરણ નિષ્પત્તિ અપેક્ષા કારણત્વથી કહેવાય છે. અર્થાત્ જેને ભોજનાદિથી જેટલો બે ઘટિકાદિ કાલ વડે નિષ્પત્તિ, તેનો તે જ કાળ કરણ છે, તેના જ ત્યાં સાધકતમત્વ વડે વિવક્ષિત છે. અથવા જે કરણ જે જે કાળમાં છે, તેનો તે જ કાળ કરણ છે. અહીં અધિકરણ સાધનત્વથી વિવક્ષિતત્વથી કરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org