________________
૧૫.
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
B
અે અધ્યયન - ૪ “અસંસ્કૃત” છે
૪
X
X
ત્રીજું અધ્યયન કહ્યું, હવે ચોથું કહે છે. તેનો આ અભિસંબંધ છે, અનંતર અધ્યયનમાં મનુષ્યત્વ આદિ ચાર અંગોની દુર્લભતા કહી, અહીં તે પ્રાપ્ત થવા છતાં પ્રમાદ મહા દોષને માટે છે, અપ્રમાદ મહા ગુણને માટે છે એમ માનતા પ્રમાદ અને અપ્રમાદ હેય અને ઉપાદેયપણાથી કહે છે : આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારો પૂર્વવત્. તેમાં નામ નિક્ષેપમાં પ્રમાદ અને અપ્રમાદનો નિક્ષેપો કરવો. તે વિશે નિયુક્તિ -
• નિયુક્તિ - ૧૭૯ + વિવેચન -
નામ પ્રમાદ, સ્થાપના પ્રમાદ, દ્રવ્ય પ્રમાદ અને ભાવ પ્રમાદ જાણવા. એ પ્રમાણે જ નામઅપ્રમાદ આદિ ભેદો પણ ચાર થાય છે. તેમ જાણવું. અહીં નામ અને સ્થાપનાને છોડીને દ્રવ્ય અને ભાવ પ્રમાદ જણાવે છે -
• નિયુક્તિ - ૧૮૦ + વિવેચન -
મધ, વિષય, કષાય, નિદ્રા અને વિથા આ પાંચ ભેદે પ્રમાદ અને અપ્રમાદ હોય છે. તેમાં - મદ વાળો થાય તે મધ, જેના વશથી ગમ્ય-અગમ્ય, વાચ્ય-અવાચ્ય આદિ વિભાગને લોકો જાણતા નથી. તેથી કહે છે - કાર્ય - અકાર્ય ને ન જાણે, વાચ્ય અવાચ્યને ન જાણે, ગમ્ય-અગમ્યને ન જાણે તે મૂઢ છે, તેથી મધ પીવો ન જોઈએ. ધર્મ પ્રતિ ઉત્સાહ ન રાખે તે વિષય, જે આસેવન કાળે મધુર, પરિમામે અતિ કટુ છે. વિષની ઉપમાને પામે છે તે વિષયો, - * - * - જેમાં પ્રાણી ફરી ફરી આવૃત્તિ ભાવને અનુભવે તે કષ અર્થાત્ સંસાર, તેમાં ચારે તરફથી જાય છે તે કષાય અથવા કષાય રસ જેવા કાર્યો છે. જેમ તુવરિકાદિ કષાય થી કલુષિત વસ્ત્રોમાં સંજિષ્ઠ આદિ રાગ (રંગ) ચોટે છે. તેમ કલુષિત આત્મામાં કર્મ લાંબોકાળ રહે છે. - ૪ - ૪ - નિદ્રા - સત્તત જાય છે. કુત્સિત અવસ્થામાં તે, તેનાથી ધર્મકાર્યોમાં શૂન્યમાનસત્વથી તે પ્રવર્તે છે. તેથી જ કહ્યું છે કે - ધર્મી જાગતા સારા અને અધર્મી ઊંઘતા સારા. વિકથા - સ્ત્રી, ભોજન, ચોર જનપદ વિષયપણાથી અસંબંધે બોલવું તેવી કથા તે વિકથા. તેમાં પ્રસક્ત પરગુણ દોષની ઉદીરણા વડે પાપને જ ઉપાર્જે છે.
-
અહીં ચૂર્ણિકાર ઇંદ્રિયોને જ પાંચમાં પ્રમાદપણે વ્યાખ્યાયિત કરે છે. તેમાં વિષયના ગ્રહણમાં પણ ફરી ઇંદ્રિયગ્રહણ, વિષયોમાં પણ ઇંદ્રિયને વશ થઈને જ પ્રવર્તે છે. તેથી તેની જ અતિ દુષ્ટતાને બતાવવાને છે. મહાસામર્થ્યવાળા પણ આને વશ થઈને ઉપઘાતને પામે છે. જેમ - ગાર્ગી, સત્યકી આદિ. - x - આ તેના પુદ્ગલથી ઉપચિત દ્રવ્યરૂપતાથી દ્રવ્ય પ્રમાદની વિવક્ષા કરી. આત્મામાં રાગ દ્વેષની પરિણતિપણાથી ભાવ પ્રમાદની વિવક્ષા જાણવી. તેથી તેને જૂદો કહેલો નથી.
આ અનંતર કહેલ પાંચ પ્રકાર, અહીં કહેવાપણાથી પ્રત્યક્ષપણે ઉપલભ્યમાન થાય છે - પ્રકર્ષથી મદવાળા થાય તે પ્રમાદ અને તેનો અભાવ તે અપ્રમાદ તે પણ પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org