________________
અધ્ય, ૩ ભૂમિકા
૧૪:
અન્ય કોઈ દિવસે જિનકલ્પિકોનું વર્ણન ચાલતું હતું. જેમકે - જિનકલ્પિકો બે પ્રકારે છે - હાથરૂપ પાત્ર વાળા અને પાત્રને ધારણ કરનારા. વસ્ત્રવાળા કે વસ્ત્ર વગરના. એ પ્રમાણે એકૈકના બે ભેદો થાય છે,
શિવભૂતિએ પૂછ્યું - હવે આવું કેમ કરતા નથી ? આચાર્યએ કહ્યું કે જિનકલ્પનો હાલ વિચ્છેદ છે. પણ મારે તે વિચ્છેદ નથી, તે જ પરલોકાર્થીનું કર્તવ્ય છે. તેમાં પણ સર્વથા નિષ્પરિગ્રહત્વ જ શ્રેયસ્કર છે.
આચાર્યએ તેને સમજાવ્યું કે “આ ધર્મોપગરણ જ છે તે પરિગ્રહ નથી. ઘણાં જંતુઓ હોય છે તે આ ચક્ષુ વડે જોવા મુશ્કેલ છે, તેમની દયાને માટે રજોહરણ ધારણ કરવું જોઈએ. આસનમાં, શયનમાં, સ્થાનમાં, નિક્ષેપમાં, ગ્રહણમાં, ગાત્ર સંકોચનમાં, ચેષ્ટામાં પૂર્વે પ્રમાર્જના કરવી જોઈએ.
સંપાતિમ જીવો હોય છે, તેઓ સૂક્ષ્મ આદિ હોય, તેમની રક્ષા નિમિત્તે મુખવસ્તિકાની આવશ્યક્તા જાણવી. એ પ્રમાણે ભોજન અને પાનમાં પણ જંતુઓ હોય છે, તેથી તેની પરીક્ષા માટે પાત્રગ્રહણ જરૂરી છે. વળી સમ્યાન, શીલ, તપ એ બધાંની સિદ્ધિને માટે તેમના ઉપગ્રહાર્થે વસ્ત્ર ધારણ કરવા જરૂરી છે.
ઉક્ત ઉપકરણોને ગ્રહણ ન કરવાથી ક્ષુદ્ર પ્રાણીનો વિનાશ કે જ્ઞાન-ધ્યાનને ઉપધાત થાય છે, તેમાં મહાન દોષ લાગે છે. જે વળી અતિ સહિષ્ણુતાથી આના વિના પણ ધર્મને બાધક ન થાય. તેમને તે હોતા નથી. તેથી કહે છે કે - જેઓ આ દોષોને વર્જીને ધર્મોપગરણ છોડે, તેને તેનું અગ્રહણ યુક્ત છે, કે જેઓ જિનની માફક સમર્થ હોય.’ પણ તે પહેલાં સંહનનવાળા હોય. પણ હાલ પહેલું સંઘયણ નથી. ઇત્યાદિ ઘણું ઘણું તેને યુક્તિથી સમજાવ્યું.
શિવભૂતિએ ઉક્ત કથનોને કર્મોદયથી ન સ્વીકાર્યા. ચીવર - વસ્ત્ર આદિનો ત્યાગ કરીને તે ત્યાંથી નીકળી ગયો.
તેને ઉત્તરા નામે બહેન હતી. ધંધાનમાં રહેલા શિવભૂતિને તે વાંદીને ગઈ. તેને જોઈને ઉત્તરાએ પણ વસ્ત્ર આદિ બધાંનો ત્યાગ કરી દીધો. તેણીને વસ્ત્રહીનપણે ભિક્ષાર્થે પ્રવેશતી હતી ત્યારે કોઈ ગણિકાએ જોઈ. તેણીને થયું કે આને જોઈને લોકો ક્યાંક અમારાથી વિરક્ત થઈ જશે. તેથી તેણીની છાતી ઉપર એક વસ્ત્ર બાંધ્યું, ઉત્તરા જો કે તે વસ્ત્ર માટે તૈયાર ન હતી, શિવભૂતિએ કહ્યું - હવે એ રીતે એકવસ્ત્રવાળી જ રહેશે, આ વસ્ત્ર તને દેવતાનું આપેલ છે.
શિવભૂતિએ બે શિષ્યોને દીક્ષા આપી. કૌડિન્ય અને કોટ્ટવીર. તેથી શિષ્યોને પરંપરાએ સ્પર્શ થયો. આ અર્થનો ઉપસંહાર કરનારી બે ભાષ્ય ગાથાઓ કહે છે -
ભાજ
વિવેચન
સ્વ વિતર્ક રૂપ પ્રરૂપિત, બોટિક એવા આ ચારિત્ર રહિતતા વડે મુંડ માત્રત્વથી શિવભૂતિ તે બોટિક શિવભૂતિ, અને તે ઉત્તરા તેની બહેન હતી. આ બોટિક શિવભૂતિ અને ઉત્તરા વડે આ અનંતરોક્ત મિથ્યાદર્શન રથવીરપુરમાં ઉત્પન્ન થયું. બોટિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
-
ર
-