________________
ઉત્તરાધ્યયન મૂલક-સટીક અનુવાદ/૧ પણ ફરકાવી ન શક્યા. ત્યાર પછી તે ત્યાંથી ઉભો થઈને ગયો. રાજાએ નિયુક્ત કરેલા પુરુષોએ બધી વાત રાજાને કહી, ત્યારે તે વિભૂતિને ચાકરીમાં રાખ્યો.
અન્ય કોઈ દિવસે રાજાએ દંડિકને આજ્ઞા કરી કે - મથુરાને ગ્રહણ કરી લો - કન્લો કરે, તેઓ સર્વ સૈન્ય સાથે હલ્લો લઈને ગયા. ત્યાંથી થોડે દૂર ગયા પછી તેઓ બોલ્યા કે અરે આપણે એ તો પૂછ્યું નહીં કે કઈ મથુરામાં અમે જઈએ. રાજાએ પણ કહ્યું નથી.
તેઓ અસમંજસથી દ્વિધામાં પડીને ઉભા રહેલા. શિવભૂતિ ત્યાં આવીને પૂછે છે - અરે ! તમે કેમ ઉભા રહી ગયા છો ? ત્યારે તેઓએ જણાવ્યું કે કંઈ મથુરાને જીતવાની છે, તે તો અમે જાણતા નથી. ત્યારે શિવભુતિ બોલ્યો - આપણે બંને મથુરાને એક સાથે જ જીતી લઈશું.
તેઓ બોલ્યા - તે શક્ય નથી. તેના બે વિભાગમાંથી એકના પણ ગ્રહણમાં ઘણો કાળ લાગી જશે. ત્યારે શિવભૂતિએ દંડિકને જણાવ્યું કે - જે દુર્જય છે, તે મને આપી દો. યાવત ત્યાંથી નીકળ્યા - x x x x- પાંડુ મથુરાના માર્ગમાં હલ્લો લઈને ચાલ્યા. ત્યાં પ્રચંતોને સંતાપવાનો આરંભ કર્યો. પછી દુર્ગમાં રહેતા. એ પ્રમાણે આગળ વધતા વધતા થોડું નગર બાકી રહ્યું એમ કરતા નગરને પણ ગ્રહણ કરી લીધું.
ત્યાર પછી પાછા આવીને રાજાને નિવેદન કર્યું. તેનાથી ખુશ થઈને રાજા બોલ્યો - તને શું આપું? તે વિચારીને બોલ્યો કે જે મારા વડે ગ્રહણ કરાયું છે, તે સુગ્રહિત છે, મને જેમ ઇચ્છું તેમ ફરવાની છૂટ આપો. રાજા કહે - સારું, તેમ થાઓ.
એ પ્રમાણે તે બહાર ભટકવા લાગ્યો. અડધી રાત્રે ઘેર આવતો કે ન પણ આવતો. તેની પત્ની ત્યાં સુધી ભોજન ન કરતી. ન સૂઈ જતી, જ્યાં સુધી તે ઘેર પાછો ન આવે. છેલ્લે તેણી પણ કંટાળી ગઈ. કોઈ દિવસે તેની પત્ની તેની માતા સાથે ઝઘડવા લાગી - તમારો પુત્ર રોજેરોજ અર્ધરાતે આવે છે, હું જાગતી રહુ છે, ભુખથી પીડાતી રહુ છું. ત્યારે તેની માતાએ કહ્યું - આજે તું દ્વાર બંધ ન કરતી. હું જાગતી બેઠી છું.
શિવભૂતિ મોડી રાત્રે આવ્યો, તેની માતાએ તેનો તિરસ્કાર કર્યો. તેને કહી દીધું આ વેળાએ જેના દ્વાર ખુલ્લા હોય ત્યાં જ તેની ભવિતવ્યતાથી તેના દ્વારા માગણા કરતાં સાધુની વસતિને ઉઘાડી જોઈ. ત્યાં જઈને વંદિત કર્યો અને કહ્યું - મને દીક્ષા આપી દો.
સાધુઓને તેની વાત સ્વીકાર્ય ન હતી. તેથી શિવભૂતિ એ સ્વયં લોચ કરી લીધો. ત્યારે તેને વેશ આપ્યો. તેઓ વિચારવા લાગ્યો.
ફરી આવ્યા ત્યારે રાજાએ તેને કંબલાન આપ્યું. આચાર્યએ તેને પૂછ્યું કેસાધુને કંબલરત્નનું શું કામ છે ? શા માટે ગ્રહણ કર્યું. એમ કહીને, શિવભૂતિને પૂછયા વિના તે ફંબલરત્ન ફાળીને, નિષધા બનાવી દીધી. ત્યારે શિવભૂતિ ઘણો ક્રોધે ચડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org