________________
-
-
-
-
-
-
અધ્ય. ૩ ભૂમિકા
ત્યારે સંધે તેઓને કહ્યું - જઈને તીર્થકરને આટલું પૂછીને આવો કે જે ગોષ્ઠા માહિલ કહે છે, તે શું સત્ય છે? અથવા દુર્બલિકા પુષ્પમિત્ર આદિ શ્રી સંધ કહે છે, તે કથન સત્ય છે ? -
ત્યારે તે દેવીએ કહ્યું કે મને અનુબલ આપો. કાયોત્સર્ગનો આરંભ કર્યો. તે અનુબલને લીધે દેવી ગયા અને તેણીએ તીર્થકરને પૂછ્યું કે આ બેમાં સાચું કથન કોનું છે ? તીર્થકર ભગવંતે કહ્યું- સંઘ છે તે જ સમ્યગ્વાદી છે, ગોષ્ઠા માહિલ મિથ્યાવાદી છે. આ સાતમો નિદ્ભવ છે.
દેવ ત્યાંથી પાછા આવ્યા. આવીને બોલ્યા કે સંઘ સમ્યક્રવાદી છો અને આ ગોષ્ઠા માહિલ મિથ્યાવાદી નિહાવ છે.
ત્યારે ગોષ્ઠા માહિલે કહ્યું કે- આ અ૫ હદ્ધિવાળી બિચારી છે, ત્યાં જવાની આની શક્તિ જ ક્યાં છે ? તે દેવીની પણ શ્રદ્ધા ન કરી. ત્યારે પુષ્પમિત્ર આચાર્યએ તેને કહ્યું- હે આર્ય ! તું આ વાતને સ્વીકારી લે, જેથી તને સંધમાંથી બહાર કરવાનો પ્રસંગ ન આવે.
ગોષ્ઠા મહિલતો પણ ન માન્યો. ત્યારે સંધે તેને સંઘ બહાર કર્યો. બાર પ્રકારનો સંભોગ તેની સાથે બંધ કર્યો. તે બાર સંભોગ આ પ્રમાણે - (૧) ઉપધિ, (૨) શ્રત, (3) ભોજનપાન, (૪) અંજલિપગ્રહ-મળે ત્યારે હાથ જોડવા રૂપ, (૫) દાન(૬) નિકાચના, (૭) અયુત્થાન, (૮)કૃતિ ફર્મકરણ, (૯) વૈયાવચ્ચકરણ, (૧૦) સમોસરણસશિષધા, (૧૧) કથા, (૧૨) નિમંત્રણા.
આ બાર ભેદે સંભોગ કહ્યો. પંચ કલ્પમાં સતર ભેદો બતાવેલા છે.
૦ આ પ્રમાણે અલ્પતર વિસંવાદી નિલવો કહ્યા. હવે પ્રસંગથી બહુતર વિસંવાદી “બોટિક'ને કહે છે.
• નિયુક્તિ : ૧૩૮ + વિવેચન - આ નિયુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી વૃત્તિકાર આ પ્રમાણે કહે છે -
ભગવંત મહાવીર સિદ્ધિમાં ગયા પછી ૬૦૯ વર્ષે બોટિકોનો આ મત રથવીરપુર નામક નગરમાં ઉત્પન્ન થયો.
તે કાળે તે સમયે રઘુવીરપુર નામે કર્બટ હતું. ત્યાં દીપક નામે ઉધાન હતું. ત્યાં આર્યણ નામે આચાર્ય હતા. ત્યાં શિવભૂતિ નામે એક સહસ્રમલ હતો, તે રાજાની પાસે ગયો. હું તમારી ચાકરી સ્વીકારવા ઇચ્છું છું યાવત પરીક્ષા કરી લો. સજાએ કહ્યું - ઠીક.
કોઈ દિવસે રાજાએ તેને કહ્યું કે- માતૃગૃહે મશાનમાં જા અને કાળી ચૌદશે બલિ દઈને આવજે. દેવો અને પશુઓને બલિ આપી.
બીજા પુરુષોને કહેલું કે, આને ડરાવજો. તે જઈને માતૃબલિ આપ્યા પછી - હું ભૂખ્યો થયો છે, એમ વિચારીને જ શ્મશાનમાં પશું ને મારીને, પકવીને ખાય છે. તે પુરુષો શિવ આસિત વડે ચારે તરફથી મૅસ્વ રવ કરવા લાગ્યા. તે શિવભૂતિના રૂવાળું For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International